Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > અમદાવાદ: Good Job Swiggy, ફૂડ ડિલીવરી માટે મહિલાઓને આપી રોજગારની તક

અમદાવાદ: Good Job Swiggy, ફૂડ ડિલીવરી માટે મહિલાઓને આપી રોજગારની તક

0
394

અમદાવાદ: ડિલીવરી બૉય તો સાંભળ્યું હશે, પરંતુ ડિલીવરી ગર્લનું તમે ક્યારેય વિચાર્યું છે ખરું? ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનું ચલણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે ઓર્ડરને પહોંચી વળવા માટે એટલા જ પ્રમાણમાં ફૂડ ડિલિવરી બોયની આવશ્યક્તા રહે છે. આ દરમિયાન ઓન લાઈન ફૂડ ડિલીવરી કરતી કંપની સ્વીગીએ એક અનોખી પહેલ કરી છે. જેમાં ફૂડ ડિલીવરી કરવા માટે છોકરાની સાથે જ મહિલાઓની પણ ભરતી કરી રહી છે.

જણાવી દઈએ કે, ભારતમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી કંપનીઓ ઝોમાટો અને સ્વિગી જેવી મોટી કંપનીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. જેમાં સ્વીગીએ પોતાના ફૂડ ઓર્ડરોને પહોંચી વળવા માટે ડિલિવરી બોયની સાથે જ મહિલાઓને પણ સરખી તક આપી રહી છે. સ્વિગી દ્વારા અમદાવાદમાં આ અનોખી પહેલ કરવામાં આવી છે.

આ અંગે આંગણવાડીમાં કામ કરતા અને પાર્ટ ટાઈમ સ્વિગીમાં ફુડ ડિલિવરી એજન્ટ તરીકે કામ કરતા હેમલતાબેને જણાવ્યું કે, હું છેલ્લા દોઢ-બે વર્ષથી ફૂડ ડિલિવરીનું કામ કરું છું. હું ખાસ કરીને શહેરના પ્રહલાદનગરની આસપાસના વિસ્તારમાં ફૂડ ડિલિવરી કરૂ છું. આ સિવાય કોઈ વખત એલિસબ્રિજ જેવા દૂરના વિસ્તારમાં પણ ફૂડની ડિલિવરી આપવા જઉ છું. હું દરરોજની અંદાજે 10-12 ડિલિવરી કરૂ છું. જેમાં પ્રતિ ડિલિવરીએ અમને 35 રૂપિયા મળે છે, આ સિવાય કોઈ સ્કિમ હોય અને દૂર ડિલિવરી માટે જવાનું થાય તો થોડા વધારે રૂપિયા મળી રહે છે.

હેમલતાબેને વધુમાં સ્વિગી કંપનીમાં મારા જેવી અન્ય મહિલાઓ પણ કામ કરે છે. અમે ફૂડ ડિલિવરીનું કામ કરતી 20 થી 25 મહિલાઓનું ગ્રુપ છે, જે ક્યારેક કોઈ ગ્રુપ મિટિગ હોય, ત્યારે એકઠા થઈએ છીએ.

ગત મહિને જ સ્વિગીએ જાહેરાત કરી હતી કે, આગામી 18 મહિનામાં 3 લાખ લોકોની ભરતી કરવામાં આવશે. જો આવું થયું તો સ્વિગીના કર્મચારીઓની સંખ્યા અંદાજે 5 લાખ સુધી પહોંચી જશે. જેમાં યુવતીઓને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. સ્વિગીએ દાવો કર્યો છે કે, આ ભરતીથી તે સેના અને રેલવે બાદ દેશની ત્રીજી સૌથી મોટી એમ્પ્લોયર થઈ જશે.

અયોધ્યા ચુકાદો: રૂપાણી સરકારના મંત્રીની 29 વર્ષ જૂની બાધા પૂરી થઈ!