Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ‘પ્રતિવર્ષે એક કરોડ નોકરીઓ આપીશું, આવશે અચ્છે દિન’- લોકોને ડૂંગળી ખરીદવાના ફાંફા

‘પ્રતિવર્ષે એક કરોડ નોકરીઓ આપીશું, આવશે અચ્છે દિન’- લોકોને ડૂંગળી ખરીદવાના ફાંફા

0
1621

તુંવર મુજાહિદ:   સરકારમાં આવવા માટે નરેન્દ્ર મોદી એન્ડ કંપનીએ લોકોને મોટા-મોટા દિવાસ્વપ્ન બતાવ્યા હતા અને એવા વચનો આપ્યા હતા કે, લોકોએ ખોબા ભરી-ભરીને વોટ તેમને આપીને દિલ્હીની ગાદી પર બેસાડી દીધા હતા. જો કે, કિંમતો પર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓથી ખબર પડે છે કે, હાલના દિવસોમાં લોકો કેવી રીતે જીવન પ્રસાર કરી રહ્યાં છે. દૈનિક ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેવી શાકભાજી, અંડા, માંસ, માછલી અને દાળની કિંમતોએ બજારમાં આગ લગાવેલી છે. આ મોંઘવારી ના માત્ર પારિવારિક બજેટને ખોરવી નાંખે છે પરંતુ પોષણ સંબંધી જરૂરતો ઉપર પણ ઘાતક પ્રભાવ નાખી રહી છે.

જેમ કે ઉત્તર પ્રદેના બુંદેલખંડ વિસ્તારથી સૈયતન બેરાનો ચોંકાવનાર રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, લોકો રોટી, નમક અને મરચી ખાઇને જીવવા મજબૂર બની રહ્યાં છે અને કેટલાક લોકો તો ચણાની કુણી કૂપળોને પણ ખાઇ રહ્યાં છે. અહીં તે વાત યાદ રાખવી જોઈએ કે, શિયાળામાં શાકભાજી અને ફળ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હોય અને તેથી ભોજનની સામગ્રીની કિંમતો ઓછી હોવી જોઈએ.

વધી રહેલી બેરોજગારીના કારણે આ સંકટ એટલું તેજ થઇ ગયું છે કે, જેના પર સરકારે મહિનાઓથી ધ્યાન આપ્યું નથી. એવામાં હવે સ્થિતિ નિયંત્રણથી બહાર થઇ ગઇ છે. તેવા લોકો જેમની કોઇ આવક નથી અથવા પછી ખુબ જ ઓછી આવક છે તેઓ આવતા થોડા જ સમયમાં ખાદ્ય કિંમતોને સહન કરી શકશે નહીં.

ભોજન સામગ્રીની ચીજોની કિંમતમાં લાગી આગ

ડિસેમ્બર 2019માં ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (Daily consumer price index)ના આંકડાઓ અનુસાર એક વર્ષમાં મૂલ્ય વૃદ્ધિ શાકભાજીઓના મામલામાં 60.5 ટકા, દાળોમાં 15.4 ટકા, મસાલાઓમાં 5.8 ટકા નોંધવામાં આવી છે. આવી રીતે માત્ર દાળ ઉપરાંત એક ભારતીયની થાળીમાં સામેલ થનાર ખાદ્ય વસ્તુઓની કિંમતોમાં અધધ વધારો થઇ ગયો છે.

VIDEO: બળાત્કારી નિત્યાનંદ પર ઓળઘોળ અમદાવાદી રશ્મી શાહે કહ્યુ, ‘I Love You..!’

ઈંડાની કિંમતમાં 8.8 ટકાનો વધારો થયો છે. ગુજરાતને છોડીને ઈંડું દેશભરના લોકોના ફ્રિઝમાં ફરજીયાત જોવા મળે છે. માંસાહારીઓનું દર્દ પણ કંઇક આવું જ છે- માંસ અને માછલીમાં 9.6 ટકાનો ઉછાળ છે. કોઇપણ સમાજ માટે મોંઘવારીથી બચવા માટે એકપણ રસ્તો નથી, તેમાંય સમાજના નીચલા વર્ગના લોકો માટે તો આ જીવન-મરણનો મુદ્દો બની ગયો છે. (નીચે ચાર્ટ જુઓ)

સામાન્ય છૂટક ભાવ જેમાં પરિવારો દ્વારા ઉપયોગ કરવામાં આવતી બધી જ ઉપભોક્તા વસ્તુઓની કિંમતો સામેલ છે, જે ડિસેમ્બરમાં 7.35 ટકાના ઉછાળ સાથે વધી ગઇ હતી, કિંમતોમાં આટલો મોટો ઉછાળો મોદી શાસનના પાછલા પાંચ વર્ષ દરમિયાન ક્યારેય જોવા મળ્યો નહતો. જો કે, આજે આ ઉછાળો હત્યારા સમાન છે, જે સામાન્ય દરથી ખુબ જ આગળ વધી ગયો છે. (નીચે ચાર્ટ જુઓ)

એક વર્ષ પહેલા જાન્યુઆરી 2019માં ખાદ્ય ફુગાવો ખુબ જ નકારાત્મક ચાલી રહ્યો હતો અને સામાન્ય ફુગાવો માત્ર 1.97 ટકા હતો.

વધી રહેલી બેરોજગારી

આ વચ્ચે બેરોજગારી દર પાછલા 12 મહિનામાં લગભગ 7 ટકા અથવા તેનાથી વધારે રહી છે અને ડિસેમ્બરમાં આ 7.6 ટકા હતી, જેનો ખુલાસો સીએમઆઈઈના રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. આ 13 જાન્યુઆરી, 2020 સુધી તેટલા જ સ્તર પર રહી.

આ વધી રહેલી બેરોજગારીનું અત્યાર સુધીનું નિરંતર ચાલનાર અને સૌથી ખરાબ સ્તર છે જેને ભારત પાછલા ઘણા લાંબા સમયથી જોઇ રહ્યું છે અને સહન કરી રહ્યું છે. સીએમઆઈઈના આંકડાઓ અનુસાર લગભગ 7.3 કરોડ લોકો બધી જ રીતે બેરોજગાર છે જેને ભારત અને દુનિયામાં બેરોજગારીની સૌથી મોટી સેના કહી શકાય.

બેરોજગારી પરિવારોના જીવન પર ઘાતક પ્રભાવ નાંખી રહી છે, જ્યારે વર્તમાન મંદી તેમને આનાથી બચાવવાથી રોકી રહી છે, કેમ કે આ સ્થિતિ લોકોની ખરીદ શક્તિને ખત્મ કરી રહી છે અને આ રીતે માર્કેટમાં માગનો પણ ઘટાડો થઇ રહ્યો છે.

પરિણામ સ્વરૂપે ઉત્પાદન આનાથી પ્રભાવિત થઇ રહ્યો અને રોકાણમાં પ્રતિદિવસ ઘટાડો આવી રહ્યો છે. દૂર્ભાગ્યથી ભારતમાં સત્તાધારી સરકાર આ અનિવાર્ય દલીલ પ્રત્યે ઉદાસીનતા દાખવી રહી છે અને કોર્પોરેટરોને મસમોટી છૂટો આપીને અને સાર્વજનિક ક્ષેત્રના એકમોને વેચીને રોકાણ વધારવાના શેખ ચલ્લીવાળા સ્વપ્નમાં રાચી રહી છે. આવું ક્યારેય થઇ શકે તેમ નથી કેમ કે, કોર્પોરેટ્સ પોતાના લાભ માર્જિનને બનાવી રાખવા માટે તે બધી જ છૂટોનો ઉપયોગ કરી રહ્યું છે, જેને સરકારે વહેંચી છે. રિપોર્ટોથી સંકેત મળ્યા છે કે, નવી ક્ષમતાઓ અને એસેટમાં કદાચ ભાગ્યે જ કોઇ નિવેશ થશે.

નરેન્દ્ર મોદી સરકાર જેને 2014માં “અચ્છે દિન” અને દર વર્ષે એક કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતુ. તે હવે વર્તમાનમાં પોતાની જનક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એજેન્ડા એટલે હિન્દુ રાષ્ટ્રના નિર્માણના કામ માટે લાગી ગઇ છે. અત્યાર સુધી મોદી સરકારે વધી રહેલી કિંમતોને લઇને એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી અને બેરોજગારીના મુદ્દાને પણ નકલી આંકડાઓમાં ખપાવીને પીછો છોડાવી લીધો છે. પરિણામ સ્વરૂપે દેશ આર્થિક સંકટની સાથે-સાથે સાંપ્રદાયિક ઝેરથી ભરેલા નાગરિકતાઓના કાયદાઓથી અભૂતપૂર્વ ઉથલ-પાથલમાંથી પ્રસાર થઇ રહ્યો છે.

મહિને 7000 કમાતા વ્યક્તિને ઈન્કમટેક્સ વિભાગે ₹ 3.40 કરોડની નોટિસ ફટકારી