Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > તહેવારોની માંગની સંભાવનાએ અમદાવાદમાં સોના-ચાંદીમાં વધારો

તહેવારોની માંગની સંભાવનાએ અમદાવાદમાં સોના-ચાંદીમાં વધારો

0
46

અમદાવાદઃ અમેરિકાના આર્થિક પ્રોત્સાહન પેકેજને લઈને અનિશ્ચિતતા અને સ્થાનિક સ્તરે ઇક્વિટી બજારમાં આવેલા ઉછાળા વચ્ચે તહેવારોની માંગની સંભાવનાને લઈને અમદાવાદમાં સોના-ચાંદીમાં શુક્રવારે (gold-silver-demand) વધારો જોવા મળ્યો હતો.

સોનું ગઇકાલની તુલનાએ 300 રૂપિયા વધ્યુ હતુ. 99.9 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 51,500થી 52,500 હતો. જ્યારે 99.5 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 51,300-52,300 હતો. જ્યારે હોલમાર્કવાળા સોનાનો ભાવ 51,450 હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં જોઈએ તો સોનાનો ભાવ પ્રતિ ઔંસ 1,910 ડોલર ચાલી રહ્યો હતો.

ચાંદીમાં પણ એક હજાર રૂપિયાનો વધારો નોંધાયો હતો. ચાંદી ચોરસાનો ભાવ એક હજાર રૂપિયા વધી 60,500-61,500 થયો હતો. ચાંદી રૂપુનો ભાવ 60,300-61,300 થયો હતો. ચાંદીના સિક્કાનો ભાવ 575-775 રૂપિયા હતો.

આ પણ વાંચોઃ Festive Sale: ઑનલાઈન શૉપિંગમાં કેશબેક, રિવોર્ડ પૉઈન્ટ, No Cost EMIનું સમજો ગણિત

આ રીતે મુંબઈમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 242 રૂપિયા વધીને 50,905 થયો હતો. નબળા ડોલર અને અનિશ્ચિત વૈશ્વિક સ્થિતિના લીધે આ સ્થિતિ જોવા મળી છે.

આ જ રીતે મુંબઈમાં 22 અને 18 કેરેટ સોનાનો ભાવ 46,629 અને 38,179 પ્લસ ત્રણ ટકા જીએસટી છે. છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીમાં દિશાવિહીન કારોબાર જોવા મળ્યો છે, પરંતુ સોનાની રેન્જ 1880થી 1,930 રહી છે. અમેરિકામાં પ્રોત્સાહન અંગે વધુ સ્પષ્ટતા મળે નહી ત્યાં સુધી તે આ સપાટી તોડે તેમ લાગતું નથી.

આમ હાલમાં ગોલ્ડ-ટુ-સિલ્વર રેશિયો 1: 82.69 છે. આનો અર્થ એમ થાય કે એક ઔંસ સોનું ખરીદવા આટલા પ્રમાણમાં ચાંદીની જરૂર પડે. ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1,399 રૂપિયા વધીને 61,558 થયો હતો.

આ પણ વાંચોઃ GSTમાં અછતની ભરપાઈ માટે કેન્દ્ર સરકાર લેશે ઉધાર, રાજ્યોને લોન તરીકે મળશે રકમ

વાયદાના બજારમાં જોઈએ તો સોનાએ એમસીએક્સ પર ઇન્ટ્રા-ડેમાં પ્રતિ દસ ગ્રામે 50,811ની ઇન્ટ્રા-ડે ઊંચી સપાટી નોંધાવી છે અને 50,562ની નીચલી સપાટી બનાવી છે. ડિસેમ્બર સિરીઝમાં સોનાએ 56,379ની નીચી અને 48,384ની ઊંચી સપાટી બનાવી છે.

ડિસેમ્બર ડિલિવરીનો સોનાનો વાયદો 20 રૂપિયા કે 0.04 ટકા વધીને 50,732 થયો હતો. જ્યારે બિઝનેસ ટર્નઓવર 14,756 લોટનું હતું. જ્યારે ફેબ્રુઆરીની સિરીઝમાં સોનું 49 રૂપિયા કે 0.10 ટકા વધીને 50,810 થયુ હતુ. તેમા બિઝનેસ ટર્નઓવર 1,145 લોટનું હતું. આમ ડિસેમ્બર અને ફેબ્રુઆરીના કુલ ટ્રેડેડ કોન્ટ્રાક્ટનું મૂલ્ય 2,288.94 કરોડ અને 10.67 કરોડ હતું.