Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > અમદાવાદમાં સોના-ચાંદીના ભાવમાં જળવાયેલી સ્થિરતા

અમદાવાદમાં સોના-ચાંદીના ભાવમાં જળવાયેલી સ્થિરતા

0
73

અમદાવાદઃ અમદાવાદમાં સોના-ચાંદીના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. 99.9 શુદ્ધતા ધરાવતા સોનું ગઈકાલના જ ભાવ 52,300- 52,800 પર સ્થિર હતુ. તેની સામે 99.5 શુદ્ધતાવાળુ સોનું 52,100-52,600 પર સ્થિર હતું. જ્યારે હોલમાર્ક સોનું 51,745 પર સ્થિર હતું.

આ જ રીતે ચાંદી ચોરસા 61,500-62,500 પર અને ચાંદી રૂપુ 61,300-62,300 પર સ્થિર હતુ. જૂના સિક્કાન ભાવ 575-775 હતો.

સોનાના વાયદા સોમવારે 0.19 ટકા ઘટીને 50,740 થયા હતા. નીચી હાજર માંગને ધ્યાનમાં રાખીને સહભાગીઓએ કરેલા વેચાણના લીધે તેમા ઘટાડો નોંધાયો હતો. મલ્ટિ કોમોડિટી એક્સ્ચેન્જ (એમસીએક્સ) પર સોનાની ડિસેમ્બર ડિલિવરીનો ભાવ પ્રતિ દસ ગ્રામે 99 રૂપિયા કે 0.19 ટકા ઘટીને 50,740 થયો હતો. જ્યારે કારોબાર 13,747 લોટનો હતો.

ફેબ્રુઆરીમાં ડિલિવરી માટેના ભાવ 21 રૂપિયા કે 0.04 ટકા ઘટીને 50,905 થયા હતા, જ્યારે 1,876 લોટના સોદા થયા હતા. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ પ્રતિ ઔંસ 1,902 ડોલર હતો.

આ રીતે નવી દિલ્હીમાં ચાંદીના વાયદાનો ભાવ પ્રતિ કિલોએ 833 રૂપિયા ઘટીને 61,616 થયો હતો. સહભાગીઓની નીચી માંગના તેમા આ ઘટાડો નોંધાયો હતો. એમસીએક્સ પર ચાંદીના ડિસેમ્બર ડિલિવરીનો કોન્ટ્રાક્ટ પ્રતિ કિલોએ 833 કે 1.33 ટકા ઘટીને 61,616 રૂપિયા થયા હતા જ્યારે બિઝનેસ ટર્નઓવર 15,862 લોટનું હતું.