Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > રૂપિયો વધતા અને નબળા વૈશ્વિક સંકેતોના પગલે સોનુ-ચાંદી ઘટ્યા

રૂપિયો વધતા અને નબળા વૈશ્વિક સંકેતોના પગલે સોનુ-ચાંદી ઘટ્યા

0
160

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં બુધવારે રૂપિયો વધવા ઉપરાંત નબળા વૈશ્વિક સંકેતોના પગલે સોનુ-ચાંદી (gold-silver)ઘટ્યા હતા.સોનું પ્રતિ દસ ગ્રામે 26 રૂપિયા ઘટીને 51,372 થયુ હતુ, જ્યારે ચાંદી પ્રતિ કિલોએ 201 રૂપિયા ઘટીને 62,241 થઈ હતી, જે ગઇકાલે 62,442 પર બંધ હતી.

દિલ્હીમાં 24 કેરેટના હાજર સોનાનો ભાવ વૈશ્વિક ભાવમાં નરમાઈના પગલે ઘટ્યો હતો. રૂપિયો આજે ડોલર સામે દસ પૈસા વધીને 73.76 પર બંધઆવ્યો હતો, સ્થાનિક બજારમાં ઇક્વિટીમાં હકારાત્મક વલણનો તેને ટેકો મળ્યો હતો.

આ પણ વાંચોઃ અમેરિકામાં સ્ટિમ્યુલસની આશાએ સોના-ચાંદીમાં ઘટાડાની ચાલ અટકી

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ અને ચાંદીનો (gold-silver) ભાવ પ્રતિ ઔંસ 1,887 ડોલર પર અને ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 22.70 ડોલર હતો. અમેરિકામાં સ્ટિમ્યુલસ પેકેજના પ્રોત્સાહનની સંભાવનાએ ડોલર મજબૂત બનતા સોનાના ભાવ પર દબાણ આવ્યું હતું.

MCX પર ચાંદીનો વાયદો (gold-silver) 3.6 ટકા ઘટીને 60,650 થયો હતો. વાયદાના બજારમાં ચાંદીનો ડિસેમ્બર ડિલિવરીનો ભાવ ઇન્ટ્રા-ડેમાં 61,497ની ઊંચી સપાટી બનાવીને 60,530 થયો હતો. આમ ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં (gold-silver) ચાંદીની ડિલિવરીના વાયદાએ 2.91 ટકા કે 1,816નો ઘટાડો નોંધાવ્યો હતો,જ્યારે બિઝનેસ ટર્નઓવર 16,118 લોટ હતુ. ડિસેમ્બર અને માર્ચના ટ્રેડેડ કોન્ટ્રાક્ટનું મૂલ્ય 1,726.40 કરોડ અને 13.19 કરોડ હતું.

આ પણ વાંચોઃ ડોલરની મજબૂતાઈથી સોના-ચાંદીના ભાવમાં અવિરત ધોરણે જારી ઘટાડો

અમદાવાદના સ્થાનિક બજારમાં પણ સોનું ઘટેલું રહ્યુ હતુ. 99.9 સોનાનો ભાવ (gold-silver) 51,100-52,100ની વચ્ચે હતો. જ્યારે 99.5 સોનાનો ભાવ 50,900થી 51,900 હતો. હોલમાર્ક સોનાનો ભાવ 51,060નો છે. ચાંદી ચોરસાનો ભાવ 58,500 -60,500 હતો. ચાંદી રૂપુનો ભાવ 58,300-60,300 હતો. જૂના સિક્કાનો ભાવ 575-75 હતો.

સ્વતંત્ર વિશ્લેષક રોસ નોર્મનેજણાવ્યું હતું કે સોના માટે સપ્ટેમ્બર 2020નો મહિનો છેલ્લા ચાર વર્ષનો સૌથી ખરાબ મહિનો સાબિત થયો છે. અમેરિકાની પ્રેસિડેન્સિયલ ડિબેટના લીધે રોકાણકારો સાવધ થઈ ગયા હતા અને તેમણે ડોલરનો આશરો લેતા અન્ય ચલણોની તુલનાએ સોનાની અપીલ ઘટી હતી. ડોલર ઇન્ડેક્સ માટે જુલાઈ 2019 પછીનો આ શ્રેષ્ઠ મહિનો છે.

ભારતીય બજારમાં વેચવાલીનું દબાણ સળંગ બીજા દિવસે જળવાયુ હોવા છતાં પણ  S&P BSE સેન્સેક્સ 95 પોઇન્ટ વધીને 38,067 પર બંધ આવ્યો હતો અને એનએસઇ નિફ્ટી 11,300ને સ્પર્શીને 11,247 પર બંધ આવ્યો હતો. જિયોજિત ફાઇનાન્સિયલ્સના રિસર્ચ હેડના જણાવ્યા મુજબ બજાર અપેક્ષા મુજબ જ અસ્થિર રહ્યુ હતુ. બજાર હજી પણ અસ્થિર રહેવાની સંભાવના છે ત્યારે ટ્રેડરોએ તેમા ટ્રેડિંગ કરતી વખતે સાવધાની દાખવી તે જરૂરી છે.