Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સોનું 8 જ દિવસમાં રુ.2300 મોંઘુ થઇ ગયું, છેલ્લા બે દિવસમાં જ 1000 વધ્યા

સોનું 8 જ દિવસમાં રુ.2300 મોંઘુ થઇ ગયું, છેલ્લા બે દિવસમાં જ 1000 વધ્યા

0
37

અમદાવાદમાં 31 માર્ચે હોલમાર્ક સોનું 45000થી નીચે હતુ, આજે 47 હજારની ઉપર

અમદાવાદ/નવી દિલ્હીઃ કોરોનાનો કેર વધવાની સાથે પીળી ધાતુ સોનું પણ તેની ચમક મેળવી રહ્યું છે. જેમાં અમદાવાદમાં માત્ર 8 જ દિવસમાં 2300 રુપિયાનો વધારો (Gold price Sudden Rise) નોંધાઇ ગયો. દિલ્હી MCXમાં પણ સોનું 1900 રુપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું. જ્યારે ચાંદી 4000 રુપિયા કરતા વધુ મોંઘી થઇ છે.

999 સોનું અમદાવાદમાં 8 માર્ચે 48100 થયું

અમદાવાદ બુલિયન બજારમાં 999 (24 કેરેટ)સોનું 31 માર્ચે 45800 રુપિયા પ્રતિ 10 ગ્રામ હતું. જે હાલ વધીને 48100 રુપિયે પહોંચી ગયું. જ્યારે 6 માર્ચે તેનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 47100 રુપિયા હતો. તેવી જ રીતે 995 (22 કેરેટ) સોનાનો 31 માર્ચે ભાવ પ્રતિ 10 ગ્રામ 45600 રુપિયા હતો. તે આજે વધીને 47900 થઇ ગયો છે. 6 માર્ચે તે 46900 રુપિયા હતો.

આ પણ વાંચોઃ Paytm-Phonepe વોલેટમાં હવે 1ને બદલે 2 લાખ રુપિયા સુધી રાખી શકાશે

હોલમાર્ક સોનાના (916)નો ભાવ 31 માર્ચે 44885 રુપિયા પ્રતિ 10 ગ્રામનો ભાવ 44885 હતો. જે આજે વધીને 47140 રુપિયે પહોંચી (Gold price Sudden Rise) ગયો. 6 માર્ચે તેનો ભાવ 46160 રુપિયા હતો.

દિલ્હી MCXમાં સોનાનો ભાવ 46,152 રુપિયા

દિલ્હી MCXની વાત કરીએ તો સોનું પ્રતિ 10 ગ્રામ 46,152 રુપિયે ટ્રેડિંગમાં હતું. ચાંદી 66,905 રુપિયા પ્રતિ કિલો હતી. ત્યાં 31 માર્ચે સોનું 44190ના ભાવે હતું. 6 માર્ચે વધીને 45421 રુપિયે બોલાતું હતું. જ્યારે ચાંદી 31 માર્ચે 62,862ના ભાવે હતી. તે આજે 70 હજારની નજીક પહોંચી ગઇ છે.

ગત વર્ષે પણ કોરોનાએ સોનું મોંઘુ કર્યું હતું

સોનામાં ઊછાળા અંગે કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાનું કહેવું છે કે ગત વર્ષે પણ કોરોના વધતા સોના ભાવો ઊંચકાયા (Gold price Sudden Rise) હતા. ત્યારે ઓગસ્ટ 2020માં સોનું પ્રતિ 10 ગ્રામ 56200 હજાર રુપિયાની સપાટીએ પહોંચી ગયું હતું. અત્યારે મહામારી ઝડપથી વધૂી રહી હોવાથી સોનું દિવાળી સુધી 50 હજારને પાર પહોંચે તો નવાઇ નહીં.

આ પણ વાંચોઃ હવે નહીં થાય લોહીની તંગી, વૈજ્ઞાનિકોએ બ્લડ ગ્રુપ ‘A’ને પણ બનાવ્યું યુનિવર્સલ ડોનર

નોંધનીય છે કે કોરોનાની રસી શોધાયા બાદ તેના ભાવોમાં વખતે વખેત ઘટાડો નોંધાતો ગયો અને છેક 44000ની સપાટીએ આવી જતાં રોકાણકારો નિરાશ થયા હતા. ત્યાં કોરોનાએ ફરી માથું ઊંચકતા એપ્રિલથી સોનાની કિંમતોમાં અચાનક વધારો થવા માંડ્યો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1739 ડોલર

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ગુરુવારે પ્રતિ ઔંસ 1739 ડોલરની ઉપર હતું. વૈશ્વિક વાયદા બજાર કોમેક્સમાં સોનું 5 એપ્રિલે 1744 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડિંગમાં હતું. જ્યારે એક એપ્રિલે તેની કિંમત 1712 ડોલર હતી.

એક વર્ષમાં સોનામાં 11 ટકાનો વધારો

MCX સોનામાં રોકાણકારોને આજના ભાવ મુજબ છેલ્લા એક વર્ષમાં 10.64 ટકા રિટર્ન મળ્યું. 8 એપ્રિલ 2020માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 41,410 રુપિયા હતો. જે આજે 46,152 રુપિયા છે. જો કે 31 એપ્રિલે સોનાના રોકાણમાં માત્ર 3 ટકાથી વધારે રિટર્ન દર્શાવાતું હતું. ત્યારે સોનું પ્રતિ 10 ગ્રામ 44,190ના ભાવે હતું.

આ પણ વાંચોઃ કોરોનાની નવી ઓળખ, જો તમારી અંદર પણ આ લક્ષણ દેખાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરો

સોનું-ચાંદી બજારમાં અસ્થિરતાથી મોંઘા થાય છે

સોનું-ચાંદી બજારમાં અસ્થિરતાથી મોંઘા થાય છે. અત્યારે પણ કોરોનાના કારણે વિશ્વભરમાં અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાયેલી છે. તેથી શેરબજારમાં ચઢ-ઉતર જોવા મળે છે. આવી સ્થિતિમાં સોનું મોંઘુ થાય છે. એવું માનવામાં આવે છે કે આવા સમયમાં રોકાણકાર શેરબજારમાંથી મૂડી કાઢી સોનામાં લગાવે છે. જેના લીધે સોનાના ભાવમાં ઊછાળો નોંધાય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat