Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > અમદાવાદઃ સોનાના ભાવ 8 મહિનાની નીચી સપાટીએ, હોલમાર્ક 48000ની નીચે

અમદાવાદઃ સોનાના ભાવ 8 મહિનાની નીચી સપાટીએ, હોલમાર્ક 48000ની નીચે

0
39

17 દિવસમાં 1 તોલા સોનાના ભાવ રુ.2 હજારથી વધુ ઘટી ગયા

નવી દિલ્હી/અમદાવાદઃ એક તરફ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો લોકોને ઉશ્કેરી રહ્યો છે. તો બીજી બાજુ ગૃહિણીના ચહેરા પર સોનેરી સ્મિત (Gold Price Down) રેલાવી શકે છે. એટલે કે સોનું અને સોનાના દાગીનાનો ભાવ અમદાવાદમાં 8 મહિનાની નીચી સપાટીએ આવી ગયા. છેલ્લે રુ. 48000ની આસપાસનો સોનાનો ભાવ લોકડાઉન હળવું કરાયા બાદ થયો હતો.

અમદાવાદ બુલિયન બજાર (Gold Price Down)માં 999 (24 કેરેટ) સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ (1 તોલા) ઘટીને 48300 રૂપિયા થઇ ગયો. જેમાં છેલ્લા 2 દિવસમાં 800 રુપિયાનો ઘટાડો નોંધાયો. જ્યારે 17 દિવસમાં રુ.2400 થયો.
હોલમાર્ક સોનાની વાત કરીએ તો આજે તેનો ભાવ 47334 રૂપિયા હતો. જેમાં 17 દિવસમાં 2166 રુપિયાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃ કરદાતાને ટેક્સનું ટેન્શનઃ જાણો કઇ રીતે કરછૂટનો લાભ લઇ શકાય?

વિશ્લેષકોના મતે અનેક કારણો જવાબદાર

વિશ્લેષકોના જણાવ્યા મુજબ પીળી ધાતુના ભાવઘટાડા પાછળ ઘણા પરિબળો જવાબદાર છે. જેમાં બજેટની જાહેરાતમાં સોના પર કસ્ટમ ડ્યૂટીમાં કરાયેલો ઘટાડો, ક્રૂડમાં ઊછાળો અને ઇક્વિટીમાં ઊંચુ રિટર્ન સામેલ છે.

દિલ્હીમાં સોનું MCX પર વાયદામાં 0.4 ટકા ઘટી 46,704 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયું. જ્યારે ચાંદી 0.4 ટકા વધીને 69500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગઇ છે.

વૈશ્વિક બજારોમાં સોનાના ભાવ 1782.61 ડોલર પ્રતિ ઔંસે સ્થિર છે. ગત વર્ષે સોનાના ભાવમાં 25 ટકાનો ઊછાળો જોવા મળ્યો હતો. પરંતુ આ વર્ષે સોનાના ભાવો કોરોના રસી અને રાહત પેકેજને કારણે જોવા મળી રહી હોવાનું પણ મનાય છે.

ગત વર્ષે ઓગસ્ટે 56200નો ભાવ હતો

ભારતમાં સોનાના ભાવ (Gold Price Down)માં ઘટાડા પહેલાં ગત વર્ષે ઓગસ્ટમાં પ્રતિ 10 ગ્રામનો ભાવ 56200 રૂપિયા પહોંચી ગયો હતો. જે અત્યાર સુધીની સોનાની ટોચની સપાટી છે.

આ પણ વાંચોઃ PF ખાતામાં નામ સહિતના સુધારા માટે પડશે મુશ્કેલી, છેતરપિંડી રોકવા પગલું

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat