Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સોનાના ભાવમાં ઝડપી ગાબડુ, 4 દિવસમાં 1300 રૂપિયાનો ઘટાડો નોંધાયો

સોનાના ભાવમાં ઝડપી ગાબડુ, 4 દિવસમાં 1300 રૂપિયાનો ઘટાડો નોંધાયો

0
194

1 માર્ચે સોનું 46845 હતું. જે ઘટીને 4 માર્ચે 45500  પર આવી ગયુ

અમદાવાદઃ સોનાના ભાવોમાં સતત ઝડપથી ઘડાટો નોંધાઇ રહ્યો છે. ગુરુવારે પણ 500 રુપિયાનો ઘટાડો (Gold price down)થયો. આ સાથે છેલ્લા 4 દિવસમાં 999 સોનાની પ્રતિ 10 ગ્રામની કિંમતમાં 1300 રૂપિયાનો કડાકો થઇ ગયો. 1 માર્ચે સોનાના ભાવ 47800 હતા. જે આજે ઘટીને 46500 પર આવી ગયા.

હોલમાર્ક સોનાની વાત કરીએ તો 1 માર્ચે તેનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 46845 હતો. જે આજે 4 માર્ચે ઘટીને 45500 બોલાયો. આગલા દિવસે 3 માર્ચે તેની કિંમત 45960 હતી. સોનાના ભાવો ઘટતા ગૃહિણીએ રાહત થઇ રહી છે. પરંતુ રોકાણકારોના હાલ ખરાબ થઇ રહ્યા છે. તેમને આગામી દિવસોમાં સોનાના ભાવ વધુ ઘટવાન ચિંતા સતાવી રહી છે.

આ પણ વાંચોઃ

બિટકોઇન સહિત ઘણા પરિબળ ઘટાડા માટે જવાબદાર

બજેટમાં સોના-ચાંદીની એક્સાઇઝ ડ્યૂટીમાં ભારે ઘટાડા ઉપરાંત કોરોના રસીની ઉપલબ્ધતા અને બીટકોઇન તરફ રોકાણકારોના ઝોકને કારણે ઘટાડો (Gold price down)થયું હોવાનું નિષ્ણાતોનું માનવું છે. દિલ્હી બુલિયન માર્કેટમાં 1 ફેબ્રુઆરીએ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ (એક તોલા) 48700 રૂપિયા હતો. જે 28 ફેબ્રુઆરીએ 46740ના સ્તરે આવી ગયો છે. જ્યારે એક જાન્યુઆરીએ સોનું 50,300 રૂપિયાના ભાવે હતું.

3 ફેબ્રુઆરીએ સોનું (999/24 કેરેટ)પ્રતિ 10 ગ્રામ 49800ના ભાવે હતું. 995/22 કેરેટનો ભાવ 49600 રુપિયા અને હોલમાર્ક ઘરેણાનો ભાવ 48800 રુપિયા હતો. જે 27 ફેબ્રુઆરીએ ઘટી (Gold prices fell)ને અનુક્રમે 47800, 46600 અને 46845ના ભાવે (Gold price down)આવી ગયું હતું.

બજેટમાં ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડાની અસર

નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાવર્ષ 2020-12ના સામાન્ય બજેટમાં સોના અને ચાંદીની આયાત ડ્યૂટી (એક્સાઇઝ ડ્યૂટી) 5%ના ભારે કાપની જાહેરાત કરી હતી. એટલે કે સોના ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 12.5 ટકાથી ઘટાડી 7.5 ટકા કરી દેવામાં આવી છે. જેની સીધી અસર બંને ધાતુના ભાવ પર પણ પડી રહી છે. વધુમાં આ વર્ષમાં ક્રિપ્ટોકક્રન્સી બિટકોઇન તરફ રોકાણકારોનું વલણ વધતા તેની પણ સોના-ચાંદી પર દેખાઇ રહી છે.

આ પણ વાંચોઃ

ચીન બાદ ભારતમાં સોનાનું સૌથી વધુ ખપત

વિશ્વમાં ચીન બાદ ભારતમાં સોનાનું સૌથી મોટું માર્કેટ છે. પરંતુ ભારતમાં સોનાનું ઉત્પાદન 0.5 ટકાથી પણ ઓછું છે. પરંતુ તેની માગ વૈશ્વિક ડિમાંડ કરતા 25 ટકા વધુ છે. વાર્ષિક રીતે જોઇએ તો દેશમાં 800થી 900 ટન સોનું વેચાય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat