Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દરિયાપુરનો ગોલ્ડ મેન કુંજલ પટેલે આપઘાત કર્યો

દરિયાપુરનો ગોલ્ડ મેન કુંજલ પટેલે આપઘાત કર્યો

0
436

દરિયાપુરનો કાર સિઝર અને ગોલ્ડ મેન તરીકે ઓળખાતો કુંજલ પટેલે આત્મહત્યા કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. કુંજલ પટેલે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે શિવસેના પક્ષ તરફથી ઉમેદવારી પણ કરી હતી. કયા કારણોસર આપઘાત કર્યો તે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ પોલીસ પણ આ મામલે તપાસમાં લાગી છે.

અમદાવાદના ગોલ્ડ મેન તરીકે ઓળખાતા અને કાર સીઝર કુંજલ પટેલના આપઘાતા મામલે માધુપુરા પોલીસે આપઘાતની તપાસ હાથ ધરી છે. 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં કુંજલ પટેલ ગોલ્ડન કેન્ડિડેટ બનીને ઉભર્યા હતા. તેઓ દરિયાપુરની બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર બન્યા હતા. તેઓ સોનાના ઘરેણા પહેરીને લોકો વચ્ચે વોટ માંગવા નીકળ્યા હતા, જેથી વોટર્સમાં પણ અનેરુ આકર્ષણ સર્જાયુ હતું. ચૂંટણી માટેની એફિડેવિટમાં તેમણે પોતાની પાસે 45 તોલા સોનુ હોવાનું દર્શાવ્યું હતું. જોકે, આ ચૂંટણીમા તેમની હાર થતા ડિપોઝીટ પણ ગૂલ થઈ હતી.

અમદાવાદના ગોલ્ડ મેન કુંજલ પટેલ કાર સિઝિનનો ધંધો કરતો હતો અને તે 2017ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેના પક્ષ તરીકે ઉમેદવારી પણ નોંધાવી હતી. આ ચૂંટણીમાં તે ગોલ્ડન કેન્ડિડેટ તરીકે પોતાનો નવો એક ચહેરો લઈ જનતાની સામે આવ્યો હતો. કુંજલે અગમ્ય કારણોસર આપઘતા કરતા લોકોમાં ભારે શોક જોવા મળી રહ્યો છે અને કયા કારણોથી તેણે આપઘાત કર્યો છે તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ પણ હાથ ધરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat