Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ગોધરા: યુવાન બોક્સર ખેલાડી પ્રોફેશનલ કક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં ભાગ લેવા મિઝોરમ જશે

ગોધરા: યુવાન બોક્સર ખેલાડી પ્રોફેશનલ કક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં ભાગ લેવા મિઝોરમ જશે

0
6

ગોધરા: પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના ગોલી ગામના યુવાન પારસકુમાર ચૌહાણ આગામી 27 નવેમ્બરના રોજ પુર્વોત્તર ભારતમા આવેલા મિઝોરમ રાજ્યના એઝવાલ શહેર ખાતે એલપીએસ ફાઈટ નાઈટ સંસ્થા દ્વારા યોજાનારી પ્રોફેશનલ કક્ષાની બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે.

ગોધરા તાલુકાના ગોલી ગામના રહેતા ખેડુતપુત્ર પારસ ચૌહાણને રમતગમત પ્રત્યે અનોખો લગાવ છે. પારસ ગ્રેજ્યુએટ છે પોતાના જીવનમાં તેને બોક્સિંગ ક્ષેત્રમાં સારી એવી નામના મેળવી છે.જેમાં સિલ્વર અને ગોલ્ડ મેડળ મેળવીને ગોલી ગામ તેમજ સમગ્ર પંચમહાલ જીલ્લાનુ નામ રોશન કર્યુ છે. પારસ ચૌહાણ વધુ એક નેશનલકક્ષાની પ્રોફેશનલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનુ પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.

મિઝોરમ રાજ્યના એઝવાલ શહેર ખાતેના ડીએમ હોલ ખાતે એલપીએસ ફાઈટ નાઈટ પ્રોફેશનલ સ્પર્ધા આગામી 27 નવેમ્બરે યોજાવા જઈ રહી છે. આ સ્પર્ધામાં રાજસ્થાન, હરિયાણા, બેંગલોર, હૈદરાબાદના બોંક્સિંગના ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમાં ગુજરાત રાજ્યમાંથી પારસ ચૌહાણ ભાગ લેશે.

પારસ ચૌહાણનો મુકાબલો મિઝોરમના બોકસર લાલરામફેલા સાથે થશે. બોક્સિંગ કોચ તોફીસ અહેમદ અને મુસા રઈસ દ્વારા પારસ ચૌહાણને શ્રેષ્ઠકક્ષાની તાલીમ આપવામા આવી છે. પારસ નેશનલ કક્ષાની પ્રોફેશનલ સ્પર્ધામાં સિલેકેશન થતા ગોલી ગામમાં પણ આનંદની લાગણી છવાઈ છે. ગ્રામજનો,મિત્રવર્તુળ પણ અભિનંદન આપીને આ સ્પર્ધા જીતે તેવી શુભકામના આપી રહ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat