Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગોધરા-મોડાસા નગરપાલિકાની 20 બેઠકો પર ચૂંટણી લડનાર AIMIMને 16 સીટ પર સફળતા મળી

ગોધરા-મોડાસા નગરપાલિકાની 20 બેઠકો પર ચૂંટણી લડનાર AIMIMને 16 સીટ પર સફળતા મળી

0
108

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કામાં અસદદુદીન ઓવેસીની AIMIMએ મોડાસા અને ગોધરા નગરપાલિકામાં કુલ 20 ઉમેદવારોને ટીકીટ આપી હતી જે પૈકી 16 સીટો પર વિજય મેળવ્યો છે. Godhra Modasa Municipality AIMIM

AIMIMએ ગોધરા નગરપાલિકામાં કુલ 8 ઉમેદવારોને ટીકીટ આપી છે,જે પૈકી 7 બેઠકો પર વિજય થયો છે. મોડાસા નગરપાલિકામાં 12 સીટ પૈકી 9 સીટો પર ઓવેસીની પાર્ટીનો વિજય થયો છે.

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કામાં અસદુદિન ઓવેસીની AIMIM પાર્ટીના 20 જેટલા ઉમેદવારો દ્વારા મોડાસા અને ગોધરા નગરપાલિકામાંથી ઉમેદવારી નોંધવવા માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. Godhra Modasa Municipality AIMIM

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કામાં ચૂંટણી લડવા માટે AIMIM દ્વારા મોડાસા અને ગોધરા શહેરની પસંદગી કરવામાં આવી હતી. આ બંને શહેરમાં આવેલા કેટલાક વોર્ડમાંથી ઓવેસીની પાર્ટી નગરપાલિકાની ચૂંટણી લડશે. AIMIMના 12 ઉમેદવાર મોડાસામાંથી જ્યારે 8 ઉમેદવાર ગોધરામાંથી ઉમેદવારી નોંધવી છે. AIMIM મોડાસા નગરપાલિકાના 3 વોર્ડ અને ગોધરાના 6 વોર્ડમાંથી ચૂંટણી લડી રહી છે. ગુજરાતના પૂર્વમાં આવેલ બંને શહેરોના લઘુમતી વિસ્તારમાંથી AIMIM ચૂંટણી લડવા જઈ રહી છે. Godhra Modasa Municipality AIMIM

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસના રકાશ સાથે AAPની એન્ટ્રી, BJPની મહાજીત

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં AIMIMએ મુસ્લિમ બહુમતી ધરાવતા કુલ 21 બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી જોકે પાર્ટીને જમાલપુર અને મકતમપુરા વોર્ડમાં સફળતા મળી હતી અને તેમના 7 ઉમેદવારોનો વિજય થયો હતો. જમાલપુરમાં AIMIMના 4 ઉમેદવારોની પેનલ, જ્યારે મકતમપુરા વોર્ડમાં ત્રણ ઉમેદવારો જીત્યા હતા.

AIMIM પાર્ટીના 21 ઉમેદવારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 6 વોર્ડમાંથી પોતાની ઉમેરવારી નોંધાઈ હતી. ઓવેસી ફેબ્રુઆરી મહીનામાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ પહેલા ઓવેસીએ 7મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ અને ભરૂચની મુલાકાત લીધી હતી. AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા – વારીશ પઠાણ અને સાંસદ – ઈમ્તિયાઝ જલીલ પણ અમદાવાદ, મોડાસા અને ગોધરામાં પાર્ટીનો ચૂંટણી પ્રચાર કર્યો હતો. Godhra Modasa Municipality AIMIM

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat