પંચમહાલ જિલ્લાના ગોધરામાં ખાણખનીજ વિભાગનો ક્લાર્ક 5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયો છે. એસીબીએ પાંચ લાખ રોકડ અને જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
ગોધરામાં એસીબીએ ભષ્ટ્રાચારનો પર્દાફાશ કર્યો છે. ગોધરામાં ખાણખનીજ વિભાગમાં ફરજ બજાવી રહેલા અમૃત પટેલને પાંચ લાખની લાંચ લેતી હોવાથી શંકાના આધારે એસીબીએ ખાનગી વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન તેઓએ એસીબીએ ખાણખનીજ વિભાગના અધિકારીની કારની તલાસી લેતા તેમાથી 5 લાખ રુપિયા રોકડા મળી આવ્યા હતા. જેથી તેની તપાસ હાથ ધરતા સમગ્ર બનાવનો પર્દાફશ થયો હતો.
આ માહિતી એસીબીના ટોલ ફ્રી નં 1064 નંબર પર મળી હતી માહિતી. આ અંગે ખાણખનીજ વિભાગના અધિકારીની એસીબીએ વધુ પુછપરછ હાથ ધરી છે.
રિપોર્ટર -ગણપત મકવાણા પંચમહાલ