Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, Go Airની ફ્લાઈટના એન્જિનમાં લાગી આગ

અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, Go Airની ફ્લાઈટના એન્જિનમાં લાગી આગ

0
508

અમદાવાદ એરપોર્ટ પર આજ રોજ અમદાવાદ-બેંગલુરુની ગો એર ફલાઈટમાં અચાનાક આગ ભભૂકી ઉઠતા લોકોમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. જયારે આ આગને તાત્કાલિક ધોરણે ફાયર દ્વારા કાબૂમાં લેવામાં આવી હતી. આ બેદરકારીના કારણે સાતાધીશોએ માફી પણ માંગી હતી.

આજરોજ અમદાવાદ એરપોર્ટ પર ગો એરની ફલાઈટમાં એન્જીનમાં ટેકનિકલ ખામીના કારણે આગ ભભૂકી હતી. આ ઘટનાને લઈ ગો એરના સત્તાધીશોએ ફોરેન ઓબ્જેક્ટ ડેમેજના કારણે આ આગ લાગી હોવાનું કબૂલ્યું હતું. આ ઘટના વિમાન ઉભુ હતું ત્યાર બની હતી જેથી કોઈ વધારે નુકસાન ન થાય તે માટે રન વે તાત્કાલિક બંધ કરી દેમાં આવ્યો હતો. આ આગ સામાન્ય હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.

વધુમાં આ આગના કારણ પાછળ સંચાલકોએ પોતની ભુલ હોવાનું કબુલ્યું હતું. આ મામલે ડીજીસીએ દ્વારા ગો એર પાસે જવાબ માંગવામાં આવ્યો છે. ગો એરના સ્પોક પર્સને કહ્યું કે, મુસાફરોને સલામત રીતે પ્લેનમાંથી નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. તેમજ તેઓ માટે અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.

US પ્રેસિડન્ટ ટ્રમ્પની બુલેટ પ્રુફ કાર PM મોદીની રેન્જ રોવર કરતા ખૂબ જ મોંઘી, વિશેષતાઓ જાણીને ચોંકશો