Gnanawapi Masjid Case- વારાણસી : જ્ઞાનવાપી પરિસર સ્થિત માં શ્રૃંગાર ગૌરીના નિયમિત દર્શનની માંગને લઈને દાખલ અરજીને વારાણસીની કોર્ટે સુનાવણી માટે યોગ્ય માની છે. વારાણસીની જિલ્લા અદાલતે હિન્દુઓના પક્ષમાં નિર્ણય આપ્યો છે. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદમાં શ્રૃગાર ગૌર મંદિરમાં પ્રતિદિવસ પૂજા કરવાની અરજીને યોગ્ય ઠેરવી છે. કોર્ટે કહ્યું છે કે અરજી સાંભળવા લાયક છે. મસ્જિદ પક્ષ તરફથી દાખલ અરજીમાં મેરિટ નથી. આ સાથે જ કોર્ટના આદેશ પછી હવે આ કેસમાં સુનાવણી કરવામાં આવી શકે છે. 20 મેં સુપ્રીમ કોર્ટે વારાણસી જિલ્લાને અરજીની મેરિટ પર નિર્ણય લેવા આદેશ આપ્યો છે. વારાણસી જિલ્લા જજ ડો એકે વિશ્વેસે 24 ઓગસ્ટે સુનાવણી પૂરી કરી હતી. મસ્જિદ કમેટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે આ અરજી સાંભળવા લાયક નથી.
Advertisement
Advertisement
બાબરી કેસ વખતે શું કહ્યું હતું સુપ્રીમ કોર્ટે
મસ્જિદ પક્ષે દલીલ આપી હતી કે શ્રૃગાંર ગૌરીમાં પૂજા કરવાની અરજી 1991ના પૂજા સ્થળ કાયદાની વિરૂદ્ધ છે. ઉલ્લેખનિય છે કે સંસદમાં સન 1991માં પ્લેસેસ ઓફ વરશિપ એક્ટ પ્રસાર થયો. તેમાં નિર્ધારિત કરવામાં આવ્યું છે કે સન 1947 પછી જે પણ ઈબાદતગાહ (પૂજા-અર્ચના અને ધર્મસ્થળો) તે સ્થિતિમાં છે તેમને તેવી જ સ્થિતિમાં કાયમ રાખવામાં આવે. વર્ષ 2019માં બાબરી કેસમાં સુપ્રીમ કોર્ટે ફેસલો સંભળાવતા કહ્યું કે, હવે તમામ ઈબાદતગાહો આ કાયદા હેઠળ આવશે અને તે કાયદો દસ્તૂર હિંદના પાયા અનુસાર છે.
જાણો કેસમાં ક્યારે શું થયુ..
18 ઓગસ્ટ, 2021: વર્ષભર શ્રૃંગાર ગૌરી પૂજા પરવાનંગી માંગવામાં આવી.
વારાણસી કોર્ટમાં 8 મહિનાની સુનાવણી ચાલી
26 એપ્રિલ, 2022: અજય મિશ્રા બન્યા કોર્ટ કમિશનર, મસ્જિદમાં સર્વે કરવાનો આદેશ
મિશ્રા પાસેથી 6-8 મે સુધીમાં સર્વે, 10 મે સુધીમાં રિપોર્ટ માંગવામાં આવ્યો
6 મે, 2022: મસ્જિદના સર્વેનું કામ શરૂ
સર્વે દરમિયાન પાંચ અરજદારો અને મસ્જિદ બાજુના લોકો હાજર રહ્યાં.
7 મે, 2022: મિશ્રાની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતી મસ્જિદ તરફથી અરજી દાખલ કરવામાં આવી
12 મે, 2022: કોર્ટે મિશ્રાને હટાવવાનો ઇનકાર કર્યો, વધુ બે સર્વે કમિશનરની નિમણૂક કરી
14 મે, 2022: સર્વે કમિશનરોએ જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે શરૂ કર્યો
16 મે, 2022: હિન્દુ પક્ષે મસ્જિદના વઝુખાનામાં શિવલિંગ હોવાનો દાવો કર્યો
મુસ્લિમ પક્ષે કહ્યું કે શિવલિંગ એ ફુવારો નથી
16 મે, 2022: વઝુખાનાને સીલ કરવાનો આદેશ
17 મે, 2022: એક કોર્ટ કમિશનર પર બીજાને માહિતી લીક કરવાનો આરોપ
વિશાલ સિંહના આરોપ પર કોર્ટે અજય મિશ્રાને કમિશનમાંથી હટાવી દીધા હતા.
19 મે, 2022: કોર્ટ કમિશને જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો
19 મે, 2022: મસ્જિદ સમિતિની શ્રૃંગાર ગૌરી પૂજા અરજીની સુનાવણી પર સ્ટે મૂકવાની માંગ
સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટને અરજી પર સુનાવણી 20 મે સુધી ટાળવાનો આદેશ આપ્યો છે
20 મે, 2022: SCએ વારાણસીના જિલ્લા ન્યાયાધીશને અરજી સાંભળવા યોગ્ય છે કે કેમ તે નક્કી કરવા કહ્યું
સુપ્રીમ કોર્ટે જિલ્લા કોર્ટને 8 અઠવાડિયામાં સુનાવણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે
હિન્દુ પક્ષે મસ્જિદ પક્ષની દલીલોને જુઠ્ઠાણા ગણાવી હતી
24 ઓગસ્ટ, 2022: વારાણસી કોર્ટમાં સુનાવણી પૂરી થઈ
કોર્ટે 12 સપ્ટેમ્બર સુધી ચુકાદો અનામત રાખ્યો હતો
12 સપ્ટેમ્બરે કોર્ટે એક મોટો નિર્ણય આપતાં અરજીને મેન્ટેનેબલ ગણાવી હતી.
Advertisement