Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 900 બેડની ધનવંત્રી હોસ્પિટલમાં 350નો સ્ટાફ અપુરતો, આ પણ હંગામી ધોરણે છે

900 બેડની ધનવંત્રી હોસ્પિટલમાં 350નો સ્ટાફ અપુરતો, આ પણ હંગામી ધોરણે છે

0
32

યુનિવર્સિટીએ સંલગ્ન નર્સિંગ-પેરા મેડિકલ કોલેજોના આચાર્યોને વિદ્યાર્થીઓની માહિતી મોકલવા બીજો પરિપત્ર કર્યો

અમદાવાદઃ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર ટુંકા ગાળામાં શરુ કરાયેલી 900 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલ યુદ્ધના ધોરણે શરુ તો કરી દેવાઇ. પરંતું ત્યાંનો હાલનો સ્ટાફ અપરુતો (GMDC hospital staff shortage) હોવાથી રાજ્યની યુનિવર્સિટીએ સંલગ્ન નર્સિંગ અને પેરામેડિકલ કોલેજોને સ્ટાફ માટે વિદ્યાર્થીઓને મોકલવાની આજીજી કરી છે. તેના માટે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની વિગતો મોકલવા કોલેજોને પરિપત્ર મોકલાયા છે.

ધનવંત્રી હોસ્પિટલમાં લેબ, CT સ્કેન સહિતની સંપૂર્ણ સુવિધા

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર ટુંકા ગાળામાં શરુ કરાયેલી 900 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલ (GMDC Dhanvantri hospital)માં લેબ, CT સ્કેન, ડાયાલિસીસ જેવી ઇનહાઉસ સુવિધા ઉપલબ્ધ છે. તેમજ હાલમાં 350થી વધુ મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ઘ ક્લોક કાર્યરત રહે છે. તેમ છતાં 900થી વધુ દર્દીઓ માટે આ સ્ટાપ અપુરતો છે. તે સ્પષ્ટ છે.

આ પણ વાંચોઃ ‘બા, હું છુ ને…! તમે શું કામ ચિંતા કરો છો…’-કાઉન્સેલરો દ્વારા દર્દીઓને અપાતી મનોચિકિત્સક સારવાર

શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ પણ ગઇ કાલે જણાવયું હતું કે અત્યારે સાડા ત્રણ સોથી વધુનો સ્ટાફ કાર્યરત છે. આગામી સમયમાં માનવબળની ક્ષમતા (GMDC hospital staff shortage) વધારીને કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવાની તૈયારી સાથે સુદ્ર્ઢ આયોજન હાથ ધરવામાં આવશે.

કેટલોક સ્ટાફ 3-6 મહિનાના કોન્ટ્રાક્ટ પર લીધો

સરકાર ધનવંત્રી હોસ્પિટલ માટે હંગામી ધોરણે કેટલીક જગ્યાઓ માટે કેટલોક સ્ટાફ સરકારે ૩થી૬ મહિના કોન્ટ્રાક્ટ પર લીધો છે જ્યારે હજુ પણ સ્ટાફની જરૃરી હોવાથી સરકારની સૂચનાથી યુનિવર્સિટીએ સંલગ્ન નર્સિંગ અને ફીઝિયોથેરાપી કોલેજોના આચાર્યોને પરિપત્ર કરી વિદ્યાર્થીઓને કામગીરી માટે મોકલવા વિનંતી કરી છે.

રાજ્યમા કોરોનાના કેસ બમણા દરે વધતા સ્થિતિ ખૂબ જ વિકટ બની છે અને તમામ હોસ્પિટલો હાલ કોરોનાના દર્દીઓથી ફુલ થઈ ગઈ છે શહેરમાં માત્ર 200 જેટલા જ બે ખાલી હોવાના અહેવાલ છે.

સરકારે સ્ટાફના અભાવે સિવિલની 1200 બેડ કોવિડ હોસ્પિટલથી સહિત અન્ય કોર્પોરેશન સંચાલિત અને DRDO સંચાલિત ધનવંત્રી હોસ્પિટલમાં મેડિકલના યુજી અને પીજીના વિદ્યાર્થીઓને કોવિડ ડયુટી સોંપી છે. ઉપરાંત પેરામેડિકલના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને પણ કોવિડ કામગીરી માટે વિવિધ જગ્યાએ નિમવામા આવ્યા છે.

આ પણ વાંચોઃ ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા દર્દીના સગાએ ફોર્મ ભરી ટોકન લેવાનું રહેશે

 8 કેટેગરીની ભરતી માટે 266 ઇન્ટરવ્યૂ લેવાયા

જીએમડીસી 900 બેડની હોસ્પિટલમાં વહિવટી અને ક્લેરિકલ કામગીરી માટે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ કોલેજોના આચાર્યો-અધ્યાપકોને કામગીરી સોપી છે. સીનિયર ડોક્ટરથી લઇ નર્સિંગ સ્ટાફ અને લેબ ટેકનિશિયન સહિતની 8 કેટેગરીની પોસ્ટ માટે 266 જેટલી જગ્યાઓ માટે અગાઉ ઈન્ટરવ્યુ પ્રક્રિયા કરાઈ હતી છતાં સ્ટાફ પુરતો નથી.

20 એપ્રિલે પ્રથમ પરિપત્ર કર્યો હતો

યુનિવર્સિટી દ્વારા સંલગ્ન તમામ સરકારી-ખાનગી નર્સિંગ કોલેજો અને ફીઝિયોથેરાપી કોલેજોના આચાર્યોને વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીની વિગતો મોકલવા પરિપત્ર પણ કરાયો છે. યુનિવર્સિટીએ પહેલાં તો 20મી એપ્રિલે નર્સિંગ કોલેજોના આચાર્યોને પરિપત્ર કરીને યુજીના બીજા વર્ષથી માંડી છેલ્લા વર્ષ સુધીના વિદ્યાર્થીઓ તેમજ પીજીના વિદ્યાર્થીઓની માહિતી મોકલવા અને ફેકલ્ટીની વિગતો મોકલવા જણાવ્યુ હતુ. GMDC hospital staff shortage

આ પણ વાંચોઃઅમદાવાદમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 207 જ બેડ ખાલી

ઘણી કોલેજોએ વિગતો ન મોકલતા યુનિવર્સિટીને બીજો પરિપત્ર કરવો પડયો છે. ઉપરાંત ફીઝિયોથેરાપી કોલેજોના આચાર્યોને પણ તથર્ડ યર સહિત ફાઈનલ યરના વિદ્યાર્થીઓની માહિતી મોકલવા અને ફેકલ્ટીની માહિતી મોકલવા પરિપત્ર કરાયો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat