Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીનનું અખબાર હવે ભારતને યુદ્ધની ધમકી આપવા પર ઉતરી આવ્યું

ચીનનું અખબાર હવે ભારતને યુદ્ધની ધમકી આપવા પર ઉતરી આવ્યું

0
103

બૈજિંગઃ ભારત અને ચીન વચ્ચે પૂર્વી લડાખમાં ચાલતા તનાવ વચ્ચે ચીનના નેતાઓ જ્યાં શાંતિની વાત કરી રહ્યા છે ત્યારે ચીનનું સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ (global times)ભારતને યુદ્ધની ધમકી આપવા લાગ્યુ છે.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે (global times)જણાવ્યું હતું કે ચીની લશ્કર ભારતીય ટેન્કોને ખતમ કરવાનો અભ્યાસ કરી રહી છે. તેમણે ધમકી આપી કે ભારત જો મોસ્કોમાં વિદેશ મંત્રીઓ વચ્ચે થયેલી પાંચ સૂત્રીય સહમતી અમલી બનાવતું નથી તો ચીની લશ્કર ભારતને બરોબર જવાબ આપવા તૈયાર છે.

આ પણ વાંચોઃ સપ્ટેમ્બરના પ્રારંભમાં પેંગોગ લેક પર ભારત-ચીન વચ્ચે મોટાપાયે વોર્નિંગ શોટ ફાયર

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સંસદમાં આપેલા બયાન પછી ચીન ધૂંધવાયુ છે. ગ્લોબલ ટાઇમ્સે (global times) દાવો કર્યો છે કે ચીની સેનાના દબાણના લીધે ભારતીય લશ્કરના વલણમાં નરમાઈ આવી છે. તેમણે જણાવ્યું હતું કે પીએલએ પેંગોંગ સરોવરની પાસે ભારત-ચીન સરહદે નિર્ણાયક કાર્યવાહી માટે પોતાની હાજરી વધારી રહ્યુ છે. તેણે દાવો કર્યો હતો કે ચીન ભારત સાથે સરહદ વિવાદને શાંતિથી ઉકેલવા પ્રયત્ન કરી રહ્યુ છે, પરંતુ તે પોતાનું લશ્કર તૈયાર રાખશે.

શિયાળા સુધી સંઘર્ષ કરવા તૈયાર છે ચાઇનીઝ લશ્કર

ગ્લોબલ ટાઇમ્સે (global times)નિષ્ણાતોને ટાંકીને દાવો કર્યો છે કે ભારત આક્રમક વલણ અપનાવી રહ્યુ છે તો બંને વચ્ચેનો સંઘર્ષ આગામી શિયાળા સુધી જારી રહી શકે છે. તેણે જણાવ્યું હતું કે ચીનનું લશ્કર શિયાળા સુધી હાજર રહેવા માટે તૈયાર છે. ઉદાહરણ છે કે ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે પાંચ સૂત્રીય સહમતી પછી પણ ચીનનું સરકારી પ્રોપગેન્ડા મીડિયા ભારતને ધમકાવવામાં અને મનોવૈજ્ઞાનિક દબાણ બનાવવામાં લાગેલું છે.

આ પણ વાંચોઃ ચીને સરહદ પર યથાસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યોઃ રાજનાથસિંહ

ગ્લોબલ ટાઇમ્સે (global times) ચાઇનીઝ વિશ્લેષક ઝાંગ શેંગને ટાંકીને જણાવ્યું હતું કે ભારત પંડિત નેહરુની ભૂલનું પુનરાવર્તન કરી રહ્યુ છે. તેણે જણાવ્યું હતું કે ભારતનું વર્તમાન વહીવટીતંત્ર સરહદ પર આક્રમક વલણ દાખવી રહ્યુ છે. વર્તમાન પરિસ્થિતિ 1962 જેવી જ છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારત પોતાના હિતો માટે આંતરરાષ્ટ્રીય સમાજની મદદથી ચીન પર દબાણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વર્ષ 1962માં ચીન બધાથી જૂદુ હતુ. તે સમયે ચીન અમેરિકાનો સામનો કરી રહ્યુ હતુ અને રશિયાથી પણ અલગ માર્ગે આગળ વધતુ હતુ. જ્યારે ભારત બિનજોડાણવાદી ચળવળનું આગેવાન હતું.

ભારતે આંતરરાષ્ટ્રીય વાતાવરણનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો

ચાઇનીઝ વિશ્લેષકનો આરોપ હતો કે 1962માં ભારતે આંતરરાષ્ટ્રીય વાતાવરણનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેના પરિણામે ભારતે ત્રીજા વિશ્વના દેશોનું આગેવાનપદ પણ ખોવુ પડ્યુ હતુ. વર્તમાન સરકાર નેહરુની રણનીતિ પર કામ કરી રહી છે અને ચીન અમેરિકાના તનાવનો ફાયદો ઉઠાવવા માંગે છે. ભારતના સંરક્ષણ પ્રધાન વધુ પડતો આત્મવિશ્વાસ બતાવી રહ્યા છે.