Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ટેસ્લાના ગુજરાત આગમનની વાતથી ‘ડ્રેગન’ ડર્યું, ગ્લોબલ ટાઈમ્સમાં બળાપો ઠાલવ્યો

ટેસ્લાના ગુજરાત આગમનની વાતથી ‘ડ્રેગન’ ડર્યું, ગ્લોબલ ટાઈમ્સમાં બળાપો ઠાલવ્યો

0
120

Tesla In India: વિશ્વની સૌથી પ્રખ્યાત ઈલેક્ટ્રિક કાર (Electric Car Manufacturer) કંપની ટેસ્લાનું (Tesla) આગામી ઠેકાણું ગુજરાત હોઈ શકે છે. ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલય (Gujarat CMO) કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે, ત્યારે પાડોશી દેશ ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીન સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં (Global Times) ટેસ્લાના ભારત આગમનને લઈને બળાપો ઠાલવવામાં આવ્યો છે.

ગત 21 જાન્યુઆરીએ ગ્લોબલ ટાઈમ્સમાં (Global Times) ચાઈનીઝ નિષ્ણાંતોને ટાંકીને લખવામાં આવ્યું છે કે, વપરાશ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંતરાળના કારણે ટેસ્લાને ભારતમાં (Tesla In India) ચીન જેવી સફળતા ક્યારેય નહીં મળે. આટલું જ નહીં, ટેસ્લાના ભારતમાં પ્લાન્ટ (Tesla Manufacturing Plants) સ્થાપવાના નિર્ણય મુદ્દે ચીને ભારતને ઉતારી પાડવાનો ભરપુર પ્રયત્ન કર્યો છે.

જણાવી દઈએ કે, બેંગલુરુમાં રિસર્ચ સેન્ટરની સ્થાપના કર્યા બાદ ટેસ્લા (Tesla In India) ગુજરાત, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ સહિતના રાજ્યોમાં પોતાના પ્લાન્ટ સ્થાપવા માટે યોગ્ય જગ્યા શોધી રહી છે.

આ પણ વાંચો: મોદી સરકારનો મોટો નિર્ણય, TikTok સહિત અન્ય ચાઈનીઝ એપ પર રોક યથાવત

CMOમાં એડિશનલ સચિવ મનોજ દાસે જણાવ્યું કે, ગુજરાત સરકારના અધિકારીઓ ટેસ્લા કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. કંપની ભારતમાં પોતાના પ્લાન્ટ માટે યોગ્ય જગ્યા શોધી રહી છે. તેમનું માનવું છે કે, ઑટોમોબાઈલ કંપનીઓ માટે ગુજરાત સૌથી પસંદગીનું રાજ્ય છે. રાજ્યમાં 24 કલાક વીજળી, પાણી સાથે ગુજરાતમાં હવે સૌર ઉર્જા અને પવન ઉર્જાના પણ ભરપુર સ્ત્રોત છે. ગુજરાત હવાઈ, જળ અને જમીન માર્ગે ટ્રાન્સપોર્ટની દ્રષ્ટિએ પણ યોગ્ય જગ્યાં છે.

દેશના વિવિધ રાજ્યોએ ટેસ્લા કંપનીને પોતાના ત્યાં પ્લાન્ટ સ્થાપવા માટે આમંત્રણ આપ્યું છે. જો કે ગુજરાતના કચ્છમાં કંડલા અને મુન્દ્રા જેવા ભારતના મોટા પોર્ટ સહિત અન્ય માળખાગત સુવિધાઓ હોવાથી ટેસ્લા પોતાનો પ્લાન્ટ કચ્છમાં સ્થાપે તેવા અહેવાલો વહેતા થયા છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9