Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > મોદી સરકારનું અર્ધસત્યઃ વૈશ્વિક ક્રૂડ મોંઘુ જણાવે છે, તો પાકિસ્તાનમાં પેટ્રોલ ભારત કરતા અડધા ભાવે કેમ?

મોદી સરકારનું અર્ધસત્યઃ વૈશ્વિક ક્રૂડ મોંઘુ જણાવે છે, તો પાકિસ્તાનમાં પેટ્રોલ ભારત કરતા અડધા ભાવે કેમ?

0
847

અમેરિકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન સહિત ઘણા દેશોમાં પેટ્રોલ-ડીઝલ ભારત કરતા ઘણુ સસ્તુ

અમદાવાદઃ પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારા (Global Petrol Diesel)અંગે મોદી સરકાર નાગરિકો સમક્ષ અર્ધસત્ય જણાવી રહી છે. પરંતુ વાસ્તવિક્તા કંઇક બીજી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડનો ભાવ વધતા ઓઇલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી રહી છે. પરંતુ જો એ જ કારણ હોય તો પાડોશી દેશો નેપાળ, શ્રીલંકા અરે પાકિસ્તાનમાં પણ ભારત કરતા પેટ્રોલ-ડીઝલ અડધી કિંમતે કેમ વેચાઇ રહ્યું છે. એટલું જ નહીં અમેરિકા, ચીન અને બ્રાઝીલ સહિત વિશ્વના ઘણા દેશોમાં છેલ્લા એક વર્ષમાં પેટ્રોલિયમ પેદાશો ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે ભારતમાં આ ગાળામાં 19 રૂપિયા જેટલો વધારો કરી દેવાયો.

ભારતમાં અત્યારે દેશભરમાં પેટ્રોલ સરેરાશ 90 અને ડિઝલ 84 રૂપિયાની આસપાસ વેચાઇ રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલનો આજનો ભાવ 89.2 રૂપિયા, તો ડીઝલનો ભાવ 79. 70 રૂપિયા છે. તો મુંબઇ, ભોપાલ, કોલકાતા, ચેન્નાઇ ઉપરાંત રાજસ્થાનના ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ 90 રૂપિયાની ઉપર છે.

હવે પાડોશી દેશો (Global Petrol Diesel)માં જોઇએ તો નેપાળમાં 67.41, શ્રીલંકામાં 60.33 અને પાકિસ્તાનમાં પણ પેટ્રોલનો ભાવ 51 રૂપિયા છે. જ્યારે પાકિસ્તાનમાં ડીઝલની કિંમત 52.91 રૂપિયા છે. તે રીતે જોતા માત્ર ભારતમાં જ આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારની અસરનો કેન્દ્ર સરકારો તર્ક પાયાવિહોણો છે.

આ પણ વાંચોઃ ટીપે ટીપે સરોવર ભરાય! એક વર્ષમાં પેટ્રોલમાં 18 રૂપિયાનો ભાવવધારો

61 ડોલર vs 106 ડોલર

આ તર્કનું ગણિત કોંગ્રેસ નેતૃત્વ હેઠળની મનમોહનની સરકારના સમયમાં પણ ચકાસી લઇએ તો મોદી સરકારના જૂઠાણાનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે. તે સમયે આંતરરાષ્ટ્રીય ક્રૂડનો ભાવ 106 ડોલર પ્રતિ બેરલ થઇ ગયો હતો. (આજેસરેરાશ 61 ડોલર છે) ત્યારે મનમોહન સરકારે પેટ્રોલનો ભાવ 75 રૂપિયા કરતા ભાજપે આખા દેશમાં હોબાળો કરી દીધો હતો. ખુદ તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેખાવો કર્યા હતા.

અહીં ભાજપ પ્રવક્તા પ્રકાશ જાવડેકરની 10 ફેભ્રુઆરીની એક જૂની બાઇટ મૂકી છે. જેમાં તેઓ મનમોહન સરકારે કરેલા ભાવ વધારો સામે બળાપો કાઢી રહ્યા છે. હવે તેમની સરકાર દ્વારા ભાવવધારો કરાઇ રહ્યો છે. ત્યારે તેઔ મૌન છે.

આ પણ વાંચોઃ શ્રીલંકા-નેપાળ કરતા ભારતમાં કેમ પેટ્રોલ મોંઘું? જોઇ લો મોદી સરકારનો જવાબ

પરંતુ અત્યારે ભાજપના કેન્દ્રીય પેટ્રોલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એકદમ બેશરમ બનને કહી કહ્યા છે કે પેટ્રોલ-ડીઝલના ભાવવાધારા (Global Petrol Diesel)માં અમે કંઇ કરી શકીએ નહીં. આ તો દરકે સરકારો વધારે છે. એકલી કેન્દ્ર સરકાર જ નહીં રાજ્ય સરકારો પણ તેમની યોજનાઓ માટે પેટ્રોલિયમ પેદાશો પર વેટ અને ટેક્સ નાંખે છે.

નોંધનીય છે કે છેલ્લા બે મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં અવાર નવાર વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો પેટ્રોલના ભાવોમાં 18 રૂપિયામાં વધારો થઇ ગયો. પરંતુ લોકલ બોડીના ટેક્સ વિનાના કંપનીઓ દ્વારા દૈનિકની દૃષ્ટિએ કરાતા કહેવાતા મામૂલી પૈસાના વધારાની સામાન્ય જનતાને ખબર પડી નથી. એટલે કે ટીપે ટીપે સરોવર ભરાયની કહેવત મુજબ સરકાર અને ઓઇવ કંપનીઓ પોતાના ખિસ્સા ભરી રહી છે.

આ દેશોમાં પાણી કરતા પણ સસ્તુ પેટ્રોલ

વિશ્વમાં ઘણા દેશો એવા છે, જ્યાં પેટ્રોલ (Global Petrol Diesel)આજની તારીખે પણ પાણી કરતા સસ્તુ મળી રહ્યું છે. વિશ્વમાં સસ્તુ પેટ્રોલ વેનેઝુએલામાં વેચાય છે. જેનો ભારતીય ચલણમાં ભાવ 1.45 રૂપિયા (8 ફેબ્રુઆરીનો ભાવ), ઇરાનમાં 4.50, અંગોલામાં 17.84નો ભાવ છે. જે પાણીની એક લીટરની બોટલ કરતા પણ ઓછો છે. કારણ કે પાણીનની બિસલરીની બોટલ આશરે 20 રૂપિયાના ભાવે વેચાય છે. 8 ફેબ્રુઆરીના ગ્લોબલ પેટ્રોલ ડીઝલના ભાવ આપવામાં આવ્યા છે.

સૌથી સસ્તું પેટ્રોલવાળા મુખ્ય દેશો

                     દેશ                                    પેટ્રોલ                         ડીઝલ (ભાવ રુ.માં)

  • વેનેઝુએલા                       1.45                                           —
  • ઇરાન                              4.50                                        9.01
  • અંગોલા                          17.84                                     15.05
  • કુવૈત                              25.28                                     27.69
  • કતર                               30..02                                  29.02
  • સાઉદી અરબ                33.99                                    10.10
  • મલેશિયા                        34.65                                   37.88
  • યુએઇ                             35.70                                  39.87
  • ઇરાક                              37.56                                       —
  • અફઘાનિસ્તાન               37.81                                 42.53
  • ઇજિપ્ત                            39.52                                 31.38
  • મ્યાંમાર                          46.31                                   41.42
  • રશિયા                            46.86                                 47.02
  • ઇન્ડોનેશિયા                    47.70                                51.49
  • પાકિસ્તાન                       51.00                               52.91
  • અમેરિકા                          53.74                               51.99
  • શ્રીલંકા                           60.33                                38.97
  • બાંગ્લાદેશ                     76.70                                 56.01
  • નેપાળ                           67.41                                 58.33

આ પણ વાંચોઃ ઓઇલ કંપનીઓ બેફામઃ સતત 8મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા

વિશ્વમાં સૌથી મોંઘુ પેટ્રોલ

એવું નથી કે માત્ર ભારતમાં જ પેટ્રોલની કિંમત મોંઘી છે. આપણા કરતા આ દેશોમાં 100 રૂપિયા કરતા મોંઘુ પેટ્રોલ વેચાય છે. પરંતુ આ એવા દેશો છે, જ્યાંનું જીવન ધોરણ આપણ કરતા ઊંચું છે.  ત્યાંના નાગરિકોની માથાદીઠ આવક ભારતીયો કરતા ઘણી વધી છે.

સૌથી મોંઘા પેટ્રોલવાળા મુખ્ય દેશ

દેશ                             પેટ્રોલ                      ડીઝલ (રૂપિયામાં)

  • હોંગ્કોંગ                        173.80                  146.17
  • નેધરલેન્ડ                      143.91                   117.92
  • ડેનમાર્ક                        130.30                  117.92
  • ઇઝરાયલ                     132.28                 125.67
  • ઇટાલી                        131.31                   120.20
  • ફ્રાન્સ                          127.10                  118.91
  • બ્રિટન                        121.12                 124.32
  • જર્મની                        120.94               110.90
  • સ્વિત્ઝર્લેન્ડ                 116.26               120.33
  • ન્યૂઝીલેન્ડ                  113.80                     —
  • સ્પેન                          109.05               98.77
  • ઓસ્ટ્રીયા                   100.61              96.91
(ભાવો 8 ફેબ્રુઆરીના, સ્ત્રોતઃ ગ્લોબલ પેટ્રોલ પ્રાઇઝ ડોટ કોમ)

આ પણ વાંચોઃ મોદી સરકાર આ 4 બેન્કોનું ખાનગીકરણ કરવા જઇ રહી છે, જોઇ લો તમારું ખાતુ આમા તો નથી ?

પેટ્રોલ-ડીઝલ જાહેરાતવાળા ભાવ વધારાનું ગણિત પણ સમજો

  • ઓઇલ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલમાં 30 અને ડીઝલમાં 25 પૈસાના વધારાની જાહેરાત કરી. જો કે આ પણ કહેવાતો વધારો છે. ખરો વધારો આના કરતા લગભગ દોઢો થાય છે. તેને અમદાવાદના ભાવનો દાખલો લઇ સમજીએ.

  • ગઇકાલે બુધવારે અમદવાદમાં પેટ્રોલ પમ્પો પર કંપનીઓ અને લોકલ બોડીના વધારા પછી પેટ્રોલ 84.88 રૂપિયાના ભાવે વેચાયું. આજે કંપનીઓએ 30 પૈસાનો વધારો કર્યો તેથી આજનો ભાવ 85.18 થવો જોઇએ. પરંતુ તમે લેવા જશો તો પમ્પવાળા તમારી પાસેથી 85.36 પૈસાનો ભાવ લેશે.

  • એટલે 18 પૈસા વધુ, માટે આજનો ખરો ભાવવધારો તો 30 નહીં પણ 48 પૈસાનો થયો.

 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat