Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > ભારતની આ 8 કાર છે સૌથી વધુ સલામત, ત્રણને મળ્યા 5 સ્ટાર સેફ્ટી રેટિંગ

ભારતની આ 8 કાર છે સૌથી વધુ સલામત, ત્રણને મળ્યા 5 સ્ટાર સેફ્ટી રેટિંગ

0
396

નવી દિલ્હી: કાર ખરીદતી વખતે તમે શું જુઓ છો? ભારતમાં મોટાભાગના લોકો નવી કાર ખરીદતી વખતે લુક, માઇલેજ અને તેની કિંમત પર વધુ ધ્યાન આપે છે. પરંતુ કાર કેટલી સલામત છે? આ વાતને અવગણતા હોય છે. જોકે ગ્રાહકને પહેલા સલામતી પર ધ્યાન આપવું જોઈએ. શું તમે જાણો છો કે ભારતની સલામત કારની લિસ્ટમાં કઇ કાર છે?

કાર સેફ્ટી પ્રોગ્રામ ગ્લોબલ NCAPએ ભારતમાં ઉત્પાદિત સૌથી સલામત કારની સૂચિ બહાર પાડી છે. ગ્લોબલ એનસીએપી યાદીમાં ટાટા મોટર્સની 2 કાર અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની એક કારને ફુલ રેટિંગ મળી છે. જ્યારે ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટ પછી મેડ ઇન ઈન્ડિયા કાર વિશે ઘણા સવાલો ઉભા થયા છે. આ પરીક્ષણમાં ઘણી કારોએ ખરાબ પ્રદર્શન કર્યું છે.

મહિન્દ્રા XUV300

મહિન્દ્રાની XUV300ને ગ્લોબલ એનસીએપી ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ કોમ્પેક્ટ એસયુવી એક મજબૂત ચેસીસ અને ઘણા સેફ્ટી ફિચર્સ સાથે આવે છે. આ મહિન્દ્રા કાર પેટ્રોલ અને ડીઝલ એન્જિન બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે. મહિન્દ્રાની એક્સયુવી 300ની (એક્સ શોરૂમ) પ્રારંભિક કિંમત 7.95 લાખ રૂપિયા છે.

આ પણ વાંચો: માત્ર 4,444ના હપ્તામાં ઘરે લાવો JAWA મોટરસાયકલ, આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને આપી જાણકારી

ટાટા અલ્ટ્રોઝ

ટાટાની પ્રીમિયમ હેચબેક કાર ટાટા અલ્ટ્રોજે ગ્લોગલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મેળવ્યું છે. ટાટાની આ કાર પેટ્રોલ અને ડીઝલ એન્જિન બંનેમાં ઉપલબ્ધ છે. સલામતીના દૃષ્ટિકોણથી આ કારમાં ડ્યુઅલ એરબેગ્સ, કોર્નરિંગ બ્રેક કંટ્રોલ, EBD સાથે ABS, રીઅર પાર્કિંગ સેન્સર, સ્પીડ વોર્નિંગ અલર્ટ સ્ટાન્ડર્ડ જેવા ફિચર્સ છે. તેની પ્રારંભિક કિંમત (એક્સ શોરૂમ) 5.44 લાખ છે.

Tata Nexon

ટાટાની બીજી એક કારને ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. ટાટાની કોમ્પેક્ટ એસયુવી નેક્સનને ગ્લોબલ એનસીએપી પરીક્ષણમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ કાર 1.2-લિટર ટર્બો પેટ્રોલ અને 1.5 લિટર ટર્બો ડીઝલ એન્જિન વિકલ્પ સાથે આવે છે. આ કારમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, એબીએસ, ઇબીડી, ઇએસપી, ટ્રેક્શન કન્ટ્રોલ અને હિલ-હોલ્ડ આસિસ્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. ટાટા નેક્સનની પ્રારંભિક કિંમત 6.99 લાખ છે.

આ પણ વાંચો: પબ્જી મોબાઇલની ભારતમાં વાપસી, કંપનીએ કરી જાહેરાત

મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા

મારુતિ સુઝુકીમાં સૌથી વધુ વેચાયેલી કાર વિટારા બ્રેઝા છે. આ કારને ગ્લોબલ એનસીએપી ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળ્યું છે. બ્રેઝાએ પુખ્ત સલામતી સુવિધા માટે ચાર સ્ટાર અને બાળકની સલામતી માટે બે સ્ટાર પોતાના નામે કર્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બ્રેઝામાં ડ્રાઇવર અને યાત્રીના માથા અને ગળાને આપવામાં આવેલી સુરક્ષા સારી છે. દિલ્હીમાં બ્રેઝાની એક્સ શોરૂમ કિંમત 7.34 લાખ રૂપિયા છે.

Mahindra Marazzo

મહિન્દ્રા Marazzoને ગ્લોબલ એનસીએપી રેટિંગના હિસાબથી એડલ્ટ પ્રોટેક્શન અને ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શનમાં 4 સ્ટાર મળ્યા છે. સલામતીના દ્રષ્ટિકોણથી કારમાં ડ્રાઇવર સીટ બેલ્ટ પ્રીટેંશર, ડ્રાઇવર અને યાત્રી ફ્રન્ટલ એરબેગ્સ, એસબીઆર, આઇએસઓ ફિક્સ એન્કરેજ અને ફોર-ચેનલ એબીએસ છે. મહિન્દ્રાના આ મલ્ટિપર્પઝ વ્હીકલની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 9.99-14.68 લાખની વચ્ચે છે.

Volkswagen Polo

ગ્લોબલ એનસીએપી રેટિંગ મુજબ ફોક્સવેગન પોલોને એડલ્ટ પ્રોટેક્શનમાં 4 સ્ટાર રેટિંગ અને ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શનમાં 3 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ કારમાં સલામતી સાધનો વિશે વાત કરીએ તો, તમને ફક્ત ડ્રાઇવર અને પેસેન્જર ફ્રન્ટલ એરબેગ્સ મળશે. દિલ્હીમાં આ કારની એક્સ-શોરૂમ કિંમત રૂપિયા 5.83-9.60 લાખની વચ્ચે છે.

ટાટા ટિગોર અને ટિયાગો

ટાટા મોટર્સની એન્ટ્રી લેવલની કાર ટિયાગોને ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ સિવાય ટાટા ટિગોરે પણ ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મેળવ્યું છે. ટાટાની આ બંને કારે પુખ્ત વયની સુરક્ષા સુવિધાઓ માટે ચાર અને બાળકોની સલામતી માટે ત્રણ સ્ટાર પ્રાપ્ત કર્યા છે. ટાટા ટિઆગો 4,60,000 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે ટિગોરની કિંમત 575,000 રૂપિયાથી શરૂ થાય છે.

શું છે એનસીએપી ટેસ્ટ?

કાર કેટલી સલામત છે અને અકસ્માત થવા પર તેના પર કેવી અસર પડશે, તે જોવા માટે ગ્લોબલ એનસીએપી ટેસ્ટ કરવામાં આવે છે. તેમાં કારને 64 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી ટક્કર મારવામાં આવે છે, તેનાથી ખબર પડે છે કે કઇ કાર યાત્રીઓ માટે વધુ સલામત છે. તે સિવાય બીજા પણ કેટલાક ટેસ્ટ કરવામાં આવે છે.