Gujarat Exclusive > દેશ-વિદેશ > Global Hunger Index 2020: ભારત 94માં ક્રમે, 14% વસ્તી કુપોષણનો શિકાર

Global Hunger Index 2020: ભારત 94માં ક્રમે, 14% વસ્તી કુપોષણનો શિકાર

0
65
  • અગાઉ કરતાં ભારતનું રેન્કિંગ સુધર્યું જરૂર, પરંતુ સામે દેશો ઘટ્યાં
  • ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં પાકિસ્તાન અને નેપાળ કરતા પણ ભારત પાછળ

નવી દિલ્હી: ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (Global Hunger Index 2020)નો રિપોર્ટ જાહેર થઈ ગયો છે. 107 દેશો માટે કરવામાં આવેલ રેન્કિંગમાં ભારત 94માં ક્રમ (Global Hunger Index 2020 India Rank) પર આવ્યું છે. રિપોર્ટ અનુસાર, 27.2ના સ્કોર સાથે ભારત ભૂખના મામલે ગંભીર સ્થિતિમાં છે.

અગાઉ કરવામાં આવેલા રેન્કિંગમાં (Global Hunger Index Report) 117 દેશોમાં ભારત 102 ક્રમ પર આવ્યું હતું. ધ્યાન આપવા જેવી વાત છે કે, ભારતની રેન્કિંગમાં (Global Hunger Index 2020 India Rank) સુધારો થયો છે, પરંતુ સામે કુલ દેશોની સંખ્યા પણ ઘટી છે.

પાકિસ્તાન અને નેપાળ કરતા પણ ભારત પાછળ
ભારત (Global Hunger Index 2020 India Rank) પોતાના અનેક પડોશી દેશો કરતાં પણ પાછળ ચાલી રહ્યું છે. જેમાં નેપાળ (73), પાકિસ્તાન (88), બાંગ્લાદેશ (75) સિવાય ઈન્ડોનેશિયા (77) જેવા દેશો પણ સામેલ છે.

રિપોર્ટ (Global Hunger Index 2020) અનુસાર, માત્ર 13 દેશો એવા છે, જે હંગર ઈન્ડેક્સમાં ભારત કરતાં પાછળ છે. જેમાં રવાન્ડા (97), નાઈજીરિયા (98), અફઘાનિસ્તાન (99), લીબિયા (102), મોઝામ્બિક (103) અન ચાડ (107) જેવા દેશો સામેલ છે.

ભારતની 14 ટકા વસ્તી કુપોષણનો શિકાર
રિપોર્ટ (Global Hunger Index Report) મુજબ, ભારતની લગભગ 14 ટકા વસ્તી કુપોષણનો શિકાર છે. જ્યારે ભારતમાં બાળકોમાં સ્ટંટિંગ રેટ 37.4 ટકા છે. સ્ટન્ડ બાળકો તેને કહેવાય છે, જેમની ઊંચાઈ તેમની ઉંમરની સરખામણીમાં ઓછી હોય છે અને જેમનામાં ભયાનક કુપોષણના લક્ષણો જોવા મળે છે.

આ પણ વાંચો: Navratri 2020: ભદ્રકાળી માતાના મંદિરે ઉમટ્યા ભક્તો, દર્શન માટે કરાઈ ખાસ વ્યવસ્થા

કન્સર્ન વર્લ્ડવાઈડ અને Welthungerhilfe સંયુક્ત રીતે ગ્લોબલ હંગર ઈન્ડેક્સનો રિપોર્ટ (Global Hunger Index Report) દર વર્ષે જાહેર કરે છે. જેમાં વિશ્વભરના તમામ દેશોમાં ભૂખમરા વિશેનો રિપોર્ટ હોય છે.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ રિપોર્ટ કોને કહેવાય?
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ રિપોર્ટ (Global Hunger Index 2020) દર વર્ષે બહાર પાડવામાં આવે છે. જેમાં જે દેશોનો સ્કોર નીચે રહે છે, તેને ઊંચુ રેન્કિંગ મળે છે. જ્યારે તેનાથી વિપરીત જેમનો સ્કોર વધારે હોય છે, જેમ કે ભારત (Global Hunger Index 2020 India Rank), તો તેવા દેશોનું રેન્કિંગ ખરાબ મનાય છે.

હંગર ઈન્ડેક્સ માપવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે, વિશ્વ 2030 સુધી ઝીરો હંગર થઈ જાય. તે સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસના લક્ષ્યોમાંથી એક છે. હંગરને એના આધારે માપવામાં આવે છે કે, કોઈ વ્યક્તિ કેટલી કેલરી ગ્રહણ કરે છે.