Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > CAનો અભ્યાસ કરતી યુવતી છેલ્લા 6 મહિનાથી એક જ રુમમાં હતી કેદ, બહાર નીકાળતા કોમામાં ઢળી પડી

CAનો અભ્યાસ કરતી યુવતી છેલ્લા 6 મહિનાથી એક જ રુમમાં હતી કેદ, બહાર નીકાળતા કોમામાં ઢળી પડી

0
513

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર છેલ્લા 6 મહિનાથી રુમમા કેદ યુવતિને સાથી સેવા ગ્રુપે છોડાવી માનવતાને મહેકાવતું કાર્ય કર્યું છે. આ યુવતિની ઉંમર આશરે 25 વર્ષની છે અને તે સીએનો અભ્યાસ કરી રહી છે. જો કે, તેણીએ છેલ્લા 8 દિવસથી કંઈજ ખાધુ-પીધુ ન હોવાથી તેની હાલત ગંભીર જોવા મળી હતી. જેથી તેને સારવાર માટે તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

રાજકોટમાં માનવતાને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. સીએનો અભ્યાસ કરી રહેલા જલ્પાબેન જે છેલ્લા છ માસથી રુમમાં બંધ હતી અને છેલ્લા 8 દિવસથી તેણીએ ખાવા-પીવાનું કઈ જ ખાધુ ન હોવાથી તે કોમામાં જતી રહી હતી. જો કે, આસપાસના લોકોને યુવતિના ઘરમાંથી દુર્ગંધ આવતા તેઓએ તાત્કાલિક સાથી સેવા ગ્રુપનો સંપર્ક કર્યો હતો. જેથી સાથી સેવા ગ્રુપના જલ્પાબેન અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેઓ યુવતિના ઘરમાં પ્રવેશમાં માટે જતા હતા ત્યારે પરિવારજનો તેને અંદર આવવા માટે ના પાડી રહ્યા હતા. પરિવાર સાથે સાથી સેવા ગ્રુપ અને પોલીસે ભારે ચકમક કરતા તેઓ ઘરમાં ઘુસ્યા હતા. રૂમમાં પહોંચતા જ સાથી સેવા ગ્રુપને મોઢામાંથી ફીણ નીકળી ગયેલી હાલતમાં યુવતી જોવા મળી હતી. તેમજ યુવતીની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ જોવા મળ્યાં હતા.

આ પણ વાંચો: અમદાવાદ સહિત અદાણીએ 3 એરપોર્ટને ACI હેલ્થ એક્રિડીટેશન મેળવ્યું

આ યુવતિની હાલત ગંભીર હોવાથી તેણીને સાથી સેવા ગ્રુપ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે મોકલી દેવામાં આવી હતી. આ ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, આ યુવતિની સારવાર માટે પરિવારજનો લોકો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યા હતા. યુવતીની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ ભરેલા જોવા મળ્યાં હતા. પરિવાર યુરિનનો સ્ટોક રાખતો હોવાથી અંધશ્રદ્ધાની પણ ચર્ચા થઇ રહી છે. પરિવાર યુવતીને યુરિન પીવડાવતો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનામાં યુવતીની માતા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, યુવતીની માતા શંકાસ્પદ હોવાથી અમે પોલીસ પ્રોટેક્શન પણ માગવાના છીએ. હું આ કેસમાં ફરિયાદી બનવા તૈયાર છું. જરૂર પડશે તો તેના માતા-પિતા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરવા તૈયાર છીએ. છ મહિનાથી એક જ રૂમમાં પુરાયેલી હોવાથી તેને જમવાનું પણ પરિવાર ભાગ્યે જ આપતા હોવાનું આસપાસના લોકોમાંથી જાણવા મળ્યું છે. તેમજ યુવતીને પરિવાર પાણી પણ આપતો નહોતો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9