સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા ઝોન 1 ડીસીપી ડૉ. રવિન્દ્ર પટેલનો નિર્ણય: તપાસ બી ડિવિઝન એસીપીને સોંપાઈ Girl Slapped by Police Constable
અમદાવાદ: નવરંગપુરાના એચ.એલ.કોલેજ રોડ પર નવરંગપુરા પોલીસની મોબાઈલ વાને માસ્ક મુદ્દે યુવકને દંડ ભરવા જણાવ્યું હતું. પોલીસ અને યુવક વચ્ચે આ બાબતે રકઝક થતા પોલીસે યુવકને જબરજસ્તી પકડીને મોબાઈલ વણમાં બેસાડ્યો તે સમયે ત્યાં હાજર યુવતીએ બુમાબુમ કરતા પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને તમાચા મારી દીધા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ડીસીપી ઝોન 1 ડૉ. રવિન્દ્ર પટેલએ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહને તત્કાળ અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. આ મામલાની તપાસ બી ડિવિઝન એસીપી એલ.બી.ઝાલાને સોંપવામાં આવી છે.
નવરંગપુરા પીઆઇ આર.જે.ચુડાસમાની મોબાઈલ વાન 1માં ઓપરેટર તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ઇશ્વરસિંહ સહિતના સ્ટાફના માણસોએ એચ.એલ.કોલેજ રોડ પર યુવકને માસ્કના દંડ મામલે પકડ્યો હતો. યુવકે રકઝક કરતા પોલીસે તેણે મોબાઈલ વાનમાં બેસાડ્યો હતો. તે સમયે યુવતીએ પોલીસને રોકવા બુમાબુમ કરતા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ઈશ્વરસિંહએ યુવતીને બે લાફા મારી દીધા હતા. Girl Slapped by Police Constable
નવરંગપુરા H.L.કોલેજ રોડ પર યુવતીને લાફા મારનાર પોલીસ કોન્સ્ટેબલને DCPએ સસ્પેન્ડ કર્યો@AhmedabadPolice pic.twitter.com/ZHT1MI4UKE
— GujaratExclusive (@GujGujaratEx) January 15, 2021
આ પણ વાંચો: સુરત: સમગ્ર રસીકરણ અભિયાન અંતર્ગત કુલ 4680 આરોગ્ય કર્મીઓને વેક્સિન અપાશે
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં બોલતા શખ્સે દાવો કર્યો હતો કે, યુવક દંડ ભરવા તૈયાર હતો છતાં પોલીસે આ કૃત્ય કર્યું અને યુવતીને લાફા માર્યા હતા. Girl Slapped by Police Constable
ઝોન 1 ડીસીપી ડૉ. રવિન્દ્ર પટેલએ આ અંગે જણાવ્યું હતું કે, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાનું મારા ધ્યાન પર આવ્યું હતું. જેમાં યુવતીને પોલીસ જવાન લાફા મારી રહ્યો છે. આ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરનાર હેડ કોન્સ્ટેબલને તત્કાળ અસરથી સસ્પેન કરવામાં આવ્યા છે. બી ડિવિઝન એસીપીને આ અંગે તપાસ સોંપાઈ છે. Girl Slapped by Police Constable