Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > બ્રેકઅપ બાદ યુવકે પ્રેમિકાના ડેટિંગ પાછળ ખર્ચેલા પૈસા પરત મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી

બ્રેકઅપ બાદ યુવકે પ્રેમિકાના ડેટિંગ પાછળ ખર્ચેલા પૈસા પરત મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી

0
172

ગુજરાત હાઈકોર્ટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં બે વર્ષના લાંબા રિલેશનશિપનું બ્રેકઅપ થયા બાદ યુવકે ડેટિંગમાં ગલફ્રેન્ડ પાછળ ખર્ચેલા પૈસા પરત મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. નોંધનીય છે કે પૂર્વ પ્રેમિકાએ યુવક પર બળજબરીપૂર્વક વસૂલી કરવાની FIR નોંધાઈ છે.

યુવકે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજુઆત કરી છે કે બે વર્ષના સમયગાળા દરમિયાન ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચેલા પૈસા પાછા જોઈએ છે, કારણ કે હવે તેમની વચ્ચે કોઈપણ પ્રકારનો સબંધ રહ્યો નથી. યુવકે પૂર્વ પ્રેમિકા પાસેથી 50 રૂપિયા જે તેણે તેના ડેટિંગ પાછળ ખર્ચ્યા છે તે વસૂલવા માટે અરજી કરી છે. પૂર્વ પ્રેમિકા દ્વારા દાખલ કરાયેલી FIR રદ કરવા માટે પણ યુવક દ્વારા કોર્ટને રજુઆત કરાઈ છે.

આ પણ વાંચો: ગુજરાત HCમાં એક્કી-બેક્કી ફોર્મ્યુલાના આધારે વકીલો માટે ચેમ્બર ખોલાશે

બંને યુવક અને યુવતી સુરત શહેરના વતની છે અને લગભગ બે વર્ષ રિલેશનશીપ ચાલ્યા બાદ યુવકે એક દિવસ યુવતીને કોઈ કાર્યક્રમમાં હાજર થવા કહ્યું હતું, જો કે તેની પરિક્ષા હોવાથી યુવતી હાજર ન રહેતા તેમના વચ્ચે ગેરસમજ ઉભી થઇ હતી અને ત્યારપછી બ્રેકઅપ થઈ ગયું હતું.

યુવક આ સમગ્ર ઘટના બાદથી પૂર્વ પ્રેમિકા પાસેથી ડેટિંગ, ગિફ્ટ સહિત તેની પાછળ ખર્ચેલા અંદાજીત 50 હજાર રૂપિયા પરત માંગ્યા હતા જો કે યુવતીએ કોલેજમા અભ્યાસ કરતી હોવાથી પૈસા નથી તેમ કહેતા યુવક ગિન્નાયો હતો અને તેમની વચ્ચે બોલાચાલી બાદ યુવતીએ યુવકનો નંબર બ્લોક કરી દીધો હતો.

આ પણ વાંચો: વ્યાજખોરો સામે DGPની લાલઆંખ, કડક કાર્યવાહી કરવા આદેશ

પ્રેમિકાએ પૂર્વ પ્રેમી પર  આક્ષેપ કર્યો હતો કે આ સમગ્ર બનાવ બાદ તે ફોન કરીને યુવતીને પૈસા પરત કરવા માટે ધમકી આપતો હતો અને જો પૈસા નહિ આપે તો તેના ફોટા સોશ્યલ મીડીયામાં વાઈરલ કરવા ધમકી આપી હતી અને ત્યારપછી યુવતીએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો.