Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘નીલકંઠ વિવાદ’ને પહોચી વળવા મોરારીબાપુ ગીરીશ દાણી સહિતના કોર્પોરેટ દલાલોના શરણે

‘નીલકંઠ વિવાદ’ને પહોચી વળવા મોરારીબાપુ ગીરીશ દાણી સહિતના કોર્પોરેટ દલાલોના શરણે

0
9221

કથાકાર મોરારીબાપુ નીલકંઠ પર આપેલા નિવેદન બાદ વિવાદ થતા બચાવમાં ઉતર્યા છે. લેખિકા કાજલ ઓઝા વૈદ્યે સમર્થન કર્યા બાદ હવે મોરારીબાપુએ કોર્પોરેટ જગતને મેદાનમાં ઉતાર્યુ છે.

સ્વામીનારાયણ સંતોની માગણી છે કે મોરારીબાપુ માફી માંગે બીજી તરફ મોરારીબાપુએ પણ શક્તિ પ્રદર્શન કરવા હિન્દુ સંતો ભેગા કરવાની શરૂઆત કરી છે. આ તમામ સ્થિતિને પહોચી વળવા માટે તેમના કાયમી લાયઝન ઓફિસર ગીરીશ દાણીને કામગીરી સોપવામાં આવી છે. દાણી અને અનેક ઉદ્યોગપતિઓ અને સરકારી અધિકારીનું લાયઝન કામ સંભાળે છે, જેમાં મોરારીબાપુનું કામ પોતાના ટ્રસ્ટ મારફતે સંભાળે છે. ગીરીશ દાણીને રામકથામાં કેમ રસ છે તેની ખબર નથી, કદાચ તેમના મને કર્ણાવતી ક્લબનો વહિવટ અને રામકથાનું આયોજન સરખુ જ લાગતુ હશે. મોરારીબાપુએ ગીરીશ દાણીની મદદ લેવી પડે તે જ બતાવે છે કે રામકથા બાપુના જીવનમાં સાર્થક થઇ નથી તો કથા સાંભળનારના જીવન કેવી રીતે બદલાય.

મોરારીબાપુએ શું કહ્યું હતું?

નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે, નીલકંઠ કોણ જેણે ઝેર પીધા હોય, જેણે લાડુડીઓ ખાધી હોય એ નીલકંઠ ન હોય જેમણે ઝેર પીધા હોય એ નીલકંઠ હોય. હું કેનેડાના એક મંદિરમાં ગયો,હું દરેક જગ્યાએ જાવ, બોલાવે તો પણ જાવ અને ન બોલાવે તો પણ જાવ. મને ત્યાંના ધર્મગુરૂ વચ્ચે ચોકમાં લઈ ગયા, ત્યાં એક નાની મૂર્તિ હતી. મને ચાંદીનો કળશ આપ્યો બોલ્યા નીલકંઠ ભગવાનનો અભિષેક કરો મેં કહ્યું પહેલા નીલકંઠને જોવા દ્યો. મેં મનમાં કહ્યું આ નીલકંઠ નથી, આ નીલકંઠ નથી. અંગ્રેજીમાં નીલને શું કહે, તમે કઈ ગોળી ખાવ છો?સ્ટ્રેસનીલને જેને ઉંઘ ન આવતી હોય એ એવી ગોળી ખાય. દાણી ભાઈ ખાતા નથી પણ રાખે. ઘણાં માણસો દાંત ના હોય તો પણ ખિસ્સામાં એલચી-લવિંગ રાખે બીજાને દેવા માટે. એમ દાણીભાઈ પ્લેનમાં હોયને તો મને કહે બાપુ આ એક ગોળી લઈ લોને તો ઉંઘ આવી જાય, મેં કીધુ તમને ખબર છે હું ઓઢું ત્યાં તો મને ઉંઘી આવી જાય. જે કંઠ નીલ છે, જેને કંઠ જ નથી. એમાં કંઈ ઠેકાણું જ નથી. માથું ના હોયને એને માથા વિનાના ખવી કહેવાય. એ નીલકંઠ નથી, તમારી શ્રદ્ધા તેને નીલકંઠ કહે તો ઠીક છે. યાદ રાખજો નીલકંઠ એટલે મહાદેવ, પાર્વતી પતિ, ભવાનીશંકર, રૂદ્ર, ભૂતનાથ, વિશ્વનાથ, સોમનાથ, કેદારનાથ, અમરનાથ એ નીલકંઠ.

મોરારીબાપુના નિવેદન પર થયો હતો વિવાદ

મોરારીબાપુના આ નિવેદન પર વિવેક સાગર સ્વામીએ જણાવ્યું હતું કે, આજે મેં એક વીડિયો સાંભળ્યો અને આ વીડિયો સાંભળ્યા બાદ મને ખૂબ દુઃખ થયું, ઉદવેગ થઈ આવ્યો. અમારે પ્રોગ્રામમાં નીકળવાનું હતું પણ થોડીવાર તો હું ઉપર જઈને બેસી ગયો.આ શું સમજે છે તેના મનમાં, એણે એવી વાત કરી છે ઘણાં નીલકંઠ નીલકંઠ કરે છે, નીલકંઠ તો એક જ છે મહાદેવ. ઝેર પીવે તે નીલકંઠ કહેવાય લાડુડી ખાઈને નીલકંઠ ન બની શકાય. સીધો આક્ષેપ ભગવાન સ્વામિનારાયણ પર છે, એને ખબર નથી મૂરખને, મહાદેવને ભગવાન તો માનીએ છે આપણને તેની સાથે લેવાદેવા નથી. મહાદેવ સાથે પ્રભુને પણ પ્રીતિ છે, આપણે પણ મહાદેવને પધરાવીએ છીએ, અહીં જ પધરાવ્યા છે. મહાદેવને કોટી કોટી વંદન પણ મહાદેવને આગળ રાખીને ભગવાન સ્વામિનારાયણનું ખંડન કરે છે તે વાત સહન થતી નથી.

એને શું ખબર કે નીલકંઠે શું કર્યું છે, નીલકંઠે જે આ જગતને આપ્યું છે ને તે આજ સુધી કોઈએ આપ્યું નથી, એને શું ખબર પડે. કઠોર તપશ્ચર્યા કરી અને માના રૂધિરનો ભાગ લોહી એને સુકવી નાંખ્યું હતું. આવી કઠોર તપશ્ચર્યા કરી હતી, એટલે વનવાસી ઋષિઓએ પરમાત્માનું નામ નીલકંઠ પાડ્યું છે. નીલકંઠ ઘણા ડુપ્લિકેટ નીકળ્યા છે હું એવા નીલકંઠ ડુપ્લિકેટને માનતો નથી. બહુ દુઃખ થયું, બહુ દુઃખ થયું.

મોરારીબાપુએ માંગી હતી માફી

મોરારીએ બાપુએ જણાવ્યું કે, વ્યાસપીઠ પર બેસ્યા બાદ તલગાજરડાના ખૂણામાંથી જે વિચાર આવવા લાગે છે, તે વિચાર નિર્ભિકતાથી પ્રસ્તુત કરું છું, તેનાથી કોઈ ધર્મને, ધર્મના આચાર્યોને, કોઈ બંદગી બિલગ બિલગ બંદી વિદ્વાનોને, નાના મોટા પંથોને, નાના મોટા માર્ગોને કોઈને પણ ક્યાંય કોઈ ઠેસ, ઈરાદો તો હોય જ નહીં. મારી દશા કેવી થઈ ગઈ છે વચ્ચેનું જ લઈને દુનિયાને બતાવે છે અને હું મૂળ શું બોલ્યો તે તો જોતા જ નથી. મારા નામથી વોટ્સએપ પર કે ક્યાંય હોય રજનીશનું સૂત્ર નીચે લખે મોરારી બાપુ, હોય ક્રિષ્નામૂર્તિનું સૂત્ર નીચે લખે મોરારીબાપુ, આવું ખૂબ જ ચાલે છે એવામાં આજે મિચ્છામી દુકડમનો દિવસ છે એટલે કોઈના મનને ઠેસ લાગી હોય, ત્રુટી રહી ગઈ હોય કોઈ વાતમાં ઠેસ લાગી હોય તો સૌને આજે મિચ્છામી દુકડમ….મિચ્છામી દુકડમ…મને એક વ્યક્તિ કહેતો હતો તમે ક્યારેક ક્યારેક ક્ષમા માગી લો છો, લોટ માગે એણે બીજાને લોટ અપાય પણ ખરો અને મગાય પણ સાધુ હોય એણે ક્ષમા મગાય અને ક્ષમા અપાય, આ સાધુનું કામ છે.

મોરારીબાપુના ‘નીલકંઠ’ વિવાદમાં સ્વામિનારાયણ અને મોરારીબાપુના ચાહકો સામ સામે