Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > PM નરેન્દ્ર મોદી-અમિત શાહના કેમ ખાસ ગણાય છે ગિરીશચંદ્ર મુર્મૂ?

PM નરેન્દ્ર મોદી-અમિત શાહના કેમ ખાસ ગણાય છે ગિરીશચંદ્ર મુર્મૂ?

0
1329

જમ્મુ કાશ્મીર આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. ગુજરાત કેડરના IAS ઓફિસર ગિરીશ ચંદ્ર મુર્મૂએ ગુરૂવારે જમ્મુ કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. ગિરીશ ચંદ્ર મુર્મૂને જમ્મુ કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ગીતા મિત્તલે LG પદના શપથ લેવડાવ્યા હતા.

1985 બેન્ચના ગુજરાત કેડરના IAS ઓફિસર ગિરીશ મુર્મૂ નરેન્દ્ર મોદીના ખાસ રહ્યાં છે. નરેન્દ્ર મોદીના ગુજરાતમાં મુખ્યમંત્રી રહેવા દરમિયાન તેમણે પોતાના પ્રમુખ સચિવ બનાવ્યા હતા. આ પદ પર તે સાત વર્ષ સુધી રહ્યાં. આ કારણે 2014માં પીએમ બનવાની સાથે જ મોદીએ તેમણે દિલ્હી બોલાવી લીધા હતા. જ્યારે અમિત શાહ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હતા, તે દરમિયાન મુર્મૂ ગૃહ મંત્રાલયમાં પણ તૈનાત હતા. મુર્મૂનો એક સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે કામ કરવાનો અનુભવ રહ્યો છે. કેન્દ્રમાં નિયુક્તી પર રહેવા દરમિયાન પણ તે ભાજપ સરકારના એજન્ડાને પુરી તત્પરતાથી લાગુ કરતા રહ્યાં. તે ઘણા મહેનતુ ઓફિસર ગણાય છે.

1959માં ઓરિસ્સામાં જન્મેલા મુર્મૂ કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયમાં વ્યય સચિવ પદ પર તૈનાત હતા. મુર્મૂએ રાજકારણમાં ગ્રેજ્યુએટ ઉત્કલ યૂનિવર્સિટીમાંથી થયા છે. બાદમાં તે બર્મિઘહામ યૂનિવર્સિટીમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પણ માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. તે ખાસ પ્રચારથી દૂર રહેનારા ઓફિસર ગણાય છે અને તેમના અંગત જીવન વિશે મીડિયામાં ઘણી ઓછી ચર્ચા થઇ છે. મુર્મૂની પત્ની સમાજ સેવા ખાસ કરીને ગરીબ અને અનાથ બાળકોના પુનર્વાસના કાર્યમાં શામેલ રહી છે.

તેમ છતા વિવાદથી મુર્મૂનો જૂનો સબંધ રહ્યો છે. મીડિયામાં આ વિશે ઘણા સમાચાર છપાતા રહ્યાં છે. ખાસ કરીને ગુજરાતમાં થયેલી પોલીસ અથડામણમાં સાક્ષીઓને પ્રભાવિત કરવામાં તેમનું નામ આવ્યુ હતું પરંતુ તેમની કરિયર પર ક્યારેય કોઇ અસર પડી નહતી. મુર્મૂના રાજકીય નેતૃત્વમાં તેમને એવોર્ડ પણ મળતા રહ્યાં છે.

જોકે, જમ્મુ કાશ્મીરના ઉપ-રાજ્યપાલની નિયુક્તીનો મામલો સીધી રીતે રાજકીય માનવામાં નથી આવતો પરંતુ આ વાતનો ઇનકાર પણ ના કરી શકાય કે આગામી કેટલાક મહિનામાં દિલ્હી અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ઝારખંડમાં આદિવાસીઓની સંખ્યા સૌથી વધુ છે અને મુર્મૂને ઉપ રાજ્યપાલ બનાવી ભાજપ આદિવાસીઓને એક સંદેશ આપવા માંગે છે. મુર્મૂ આદિવાસીઓના સૌથી મોટા સમુદાય સંથાલના છે. સંથાલ ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોર્ચા સાથે માનવામાં આવે છે. જેનું સૌથી મોટુ કારણ એ છે કે ઝામુમોના સુપ્રીમો શિબુ સોરેન ખુદ પણ સંથાલ છે. આ પહેલા ભાજપના અન્ય એક સંથાલ નેતા દ્રોપદી મુર્મૂને ઝારખંડના રાજ્યપાલ બનાવાયા છે. રાજ્યપાલ બનાવવામાં આવ્યા પહેલા દ્રોપદી મુર્મૂ ઓરિસ્સામાં ભાજપના નેતા હતા.

જ્યારે 2000માં બિહારનું વિભાજન કરી ઝારખંડ બનાવવામાં આવ્યુ હતું ત્યારે તેને આદિવાસી અસ્મિતા સાથે જોડાયેલી માંગને પુરૂ થવાનું માનવામાં આવ્યુ હતું. ઝારખંડની લગભગ એક તૃતિયાંસ વસ્તી આદિવાસીઓની છે અને નવુ રાજ્ય બન્યા બાદ અહી આદિવાસી મુખ્યમંત્રી જ બન્યા. પહેલા મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી બાદથી આ પરંપરા બનેલી છે. ભાજપે 2014માં ગેર-આદિવાસી નેતા રઘુવર દાસને ઝારખંડના મુખ્યમંત્રી બનાવી આ ક્રમને તોડી દીધો છે. એટલા માટે જરૂરી હતુ કે રાજ્યમાં કોઇ આદિવાસી રાજ્યપાલ બનાવવામાં આવે.

ગિરીશ ચંદ્ર મુર્મૂને દેશના એક પ્રમુખ પદ પર નિયુક્ત કરવા પાછળ ભાજપનું મહત્વ આદિવાસી અસ્મિતા પર મલમ લગાવવાનું હોઇ શકે છે.જોકે, હજુ તે જોવાનું રહ્યું કે ભાજપ આ વાતને ચૂંટણી દરમિયાન પોતાની સિદ્ધિ તરીકે રજૂ કરે છે કે નથી કરતી.

કઇ રીતે નક્કી થયુ સરદાર પટેલ નહી જવાહરલાલ નેહરૂ હશે દેશના પ્રથમ વડાપ્રધાન?