Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > મોદીના વફાદાર ગિરીશચંદ્ર મુર્મૂને જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બનાવાયા

મોદીના વફાદાર ગિરીશચંદ્ર મુર્મૂને જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બનાવાયા

0
1590

ગુજરાત કેડરના 1985 બેન્ચના સીનિયર આઇએએસ અધિકારી કેન્દ્રીય નાણા મંત્રાલયના (ખર્ચ) ગિરીશચંદ્ર મુર્મૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વફાદારીનું છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી વફાદારી રાખવા માટે ઉચ્ચ હોદ્દો આપ્યો છે.ગુજરાત કેડરના સીનિયર આઇએએસ ગિરીશચંદ્ર મુર્મૂ આવતા મહિને નવેમ્બર 2019માં વય મર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યાં છે. તેના પહેલા વફાદારી તરીકે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમણૂંક આપીને દિવાળીની ભેટ આપી છે.ગિરીશચંદ્ર મુર્મૂ હાલ રજા પર છે પરંતુ તેઓ ટુંક સમયમાં જ જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર તરીકેનો ચાર્જ હાલના ગવર્નર સત્યપાલ મલિક પાસેથી સંભાળી લેશે.

ગુજરાત કેડરના સીનિયર આઇએએસ અધિકારી ગિરીશચંદ્ર મુર્મૂ ઓરિસ્સાના વતની છે. વડાપ્રધાનના અત્યંત વિશ્વાસુ પ્રીસિપલ સેક્રેટરી પીકે મિશ્રાના અંગત ગિરીશચંદ્ર મુર્મૂને જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બનાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં ગયા બાદ ગુજરાતના ઘણા સીનિયર આઇએએસ અને આઇપીએસ અધિકારીઓને કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર લઇ ગયા છે પરંતુ ગિરીશચંદ્ર મુર્મૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કિચન કેબિનેટના સભ્ય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના અગ્રસચિવ તરીકે કામગીરી બજાવી હતી તેના કારણે જ તેમને કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર લઇ ગયા હતા.

જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકની બદલી કરવામાં આવી છે. સત્યપાલ મલિકને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કલમ 370 હટાવવામાં આવ્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવેલા જમ્મુ અને કાશ્મીરને લેફ્ટનન્ટ ગવર્નર મળી ગયા છે. વ્યય સચિવ ગુજરાત કેડરના જીસી મુર્મૂ રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નર હશે. તે 1985 બેન્ચના આઇએએસ અધિકારી છે. અત્યારે તે નાણા વિભાગમાં વ્યય સચિવ છે.બીજી તરફ રાધાકૃષ્ણ માથુરને લદ્દાખના ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશ 31 ઓક્ટોબરે અસ્તિત્વમાં આવશે.

આ IPS અધિકારીને અમદાવાદ પોલીસ કમિશનરને વધારાનો ચાર્જ સોપાયો