Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગીર સોમનાથ: ખારા પાણીને મીઠું કરવાના પ્લાન્ટ સામે મહિલાઓએ મોરચો માંડયો, આત્મવિલોપનની ચિમકી

ગીર સોમનાથ: ખારા પાણીને મીઠું કરવાના પ્લાન્ટ સામે મહિલાઓએ મોરચો માંડયો, આત્મવિલોપનની ચિમકી

0
362
  • ગીર સોમનાથ જિલ્લાના વડોદરા ( ઝાલા ) ગામની મહિલાઓ મેદાનમાં આવી

  • ગોચરની જમીન પર ગુજરાત પાણી પુરવઠા બોર્ડે એકમને જમીન ફાળવતાં વિવાદ

  • સિપાઇની ભૂમિકા ભજવતા ચુનાના પથ્થર અને બાવળાના ઝાડ

અમદાવાદ: ગીર સોમનાથ જિલ્લાના વડોદરા ( ઝાલા ) ગામની જમીનમાં ખારા પાણીને મીંઠું બનાવવાના પ્લાન્ટ સામે સ્થાનિક મહિલાઓએ મોરચો માંડયો છે. આ અંગે જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જો સરકાર દ્વારા આ પ્લાન્ટ દૂર કરવામાં નહીં આવે તો મહિલાઓ સાગમટે આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી છે. બીજી તરફ ગુજરાત ખેડૂત સમાજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ પ્લાન્ટ અન્યત્ર ખસેડવા માટે માંગ કરતો પત્ર લખ્યો છે.

ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ ભગવાનભાઇ સોલંકીએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના વડોદરા ( ઝાલા ) ગામે અરબી સમુદ્રના કિનારે સર્વે નં. 797p1ની ગોચરની જમીનમાંથી રહે. 12/00/00 ચો.મી જમીન ખારા પાણીને મીઠું બનાવવાના પ્લાન્ટ માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે ભાડાપેટે ફાળવી છે. તેની સામે ગામના સ્થાનિક ખેડૂતો છેલ્લાં દસ દિવસથી ધરણાં કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે સ્થાનિક ખેડૂતોના પરિવારની મહિલાઓ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. છતાં સ્થાનિક તંત્ર દ્વારા જમીનનો કબજો મેળવવાની કાર્યવાહી દરમિયાન ખેડૂતો દ્વારા શાંતિપૂર્વક વિરોધ કરવા જતાં સ્થાનિક પોલીસે ખેડૂતોની અટકાયત કરી છે જે ખૂબ જ દુખદ બાબત છે.

આ પણ વાંચો: MLAના નામે ફેક એકાઉન્ટ બનાવી પૈસા માંગતા તત્વો સામે ફરિયાદ

તેમણે વધુમાં જણાવ્યું છે કે, સરકારી તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પ્લાન્ટની સંપૂર્ણ માહિતી આપી લોકોને સાંભળવાની તક આપવી જોઇએ. પરંતુ આવી કોઇ કાર્યવાહી કર્યા વિના તેમ જ ગ્રામ પંચાયતનો અભિપ્રાય લીધા વગર સીધા જ જમીનનો કબજો લેવા ગયા હતા જે ગેરબંધારણીય છે. પરિણામ સ્વરુપ પ્લાન્ટ સ્થાપવા સામે ગ્રામજનો દ્વારા ગામની ગોચરની જમીન ઉપર પ્લાન્ટ સ્થાપવાનો વિરોધ કરવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતો અને તંત્ર વચ્ચે ઘર્ષણ ઊભું થયું છે. આ પ્લાન્ટ જયાં સ્થાપવાનો છે તે દરિયા કિનારો ડોગરી એટલે કે ચુનાના પથ્થરનો બેલ્ટ છે. જે ચુનાના પથ્થરનું કામ કુદરતી આરો જેવું છે. આ પથ્થરનો બેલ્ટ વર્ષોથી પાણીની સંગ્રહ શક્તિથી જમીનનું ભૂગર્ભ મીઠું ખેતીલાયક અને પીવા લાયક જળ સતત સંગ્રહ કરી રાખે છે.

આ પણ વાંચો: ભ્રષ્ટાચાર કરવાની નવી તરકીબ: રાત્રિના સમયે રોડની કામગીરી, અનેક શંકા-કુશંકા

જમીનનું પેટાળ કોઇપણ ખર્ચ વગર વરસાદી પાણી અને દરિયાઇ ક્ષારવાળા પાણીને ફિલ્ટર કરવાનુ કામ કરે છે. તેથી સ્થાનિક ખેડૂતો દ્વારા ખૂબ મોટા આર્થિક ખર્ચ કરીને ખેતીમાં શિયાળુ અને ઉનાળુ પાક માટે સિંચાઇ માટે આ જમીનની આજુબાજુના અંદાજે 150 કુવાઓ બનાવ્યા છે. તે કુવામાં ભૂગર્ભ પાઇપલાઇન નાંખીને ખેડૂતો આ જગ્યા ઉપરના કુવામાંથી પોતાના ખેતરો સુધી ખેતીલાયક મીઠું જળ ઉપયોગમાં લે છે. આ ઉપરાંત બાવળના વુક્ષો દરિયાઇ ક્ષારવાળી હવા તથા દરિયાકિનારાના ક્ષારવાળી રજકણોને ખેડૂતોની ખેતીલાયક જમીનમાં આવતાં અટકાવવાનું કુદરતી સિપાઇ તરીકેનું કામ કરે છે. આ પ્લાન્ટ સ્થાપવા બાવળોનાં વુક્ષોનું કટિગ થતાં આ જમીની આસપાસ ખેડૂતની ખેતીલાયક જમીન બંજર બની જશે અને કુવાઓ અને પાણીની પાઇપલાઇન નષ્ટ થશે. તેથી ખેડૂતોને આર્થિક મોટું નુકસાન પડશે. જેથી આ પ્લાન્ટ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા માંગણી કરી છે.