Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા, ગીર સોમનાથ 3.4ની તીવ્રતાથી ધણધણ્યુ

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા, ગીર સોમનાથ 3.4ની તીવ્રતાથી ધણધણ્યુ

0
233

ગીર સોમનાથ: ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. માહિતી અનુસાર ભૂકંપનું એપિક સેન્ટર તાલાલા નજીક હોવાની જાણવા મળી રહ્યું છે. ગીર સોમનાથમાં 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા હતા.મહત્વપૂર્ણ છે કે જામનગરમાં રવિવારે 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં 4 કલાકે અને 35 મિનીટે તાલાલા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 10 કિ.મી. દૂર ઇસ્ટ સાઉથ નોંધાયું છે. નોંધનિય છે કે, રાજ્યમાં જ્યારે પણ ભૂકંપ આવે છે ત્યારે લોકોને વર્ષ 2001નો કચ્છનો ગોઝારો ભૂકંપ યાદ આવી જાય છે.

કચ્છ-તાલાલા બન્ને પંથકોમાં ફોલ્ટ લાઇન સક્રિય

રાજ્યમાં કચ્છ અને તાલાલા બંને પંથકોમાં ફોલ્ટ લાઇન સક્રિય છે. કચ્છની વાગડ ફોલ્ટ લાઇનના કારણે અવારનવાર ભૂકંપ આવી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં જામનગર, તેમજ દક્ષિણ ગુજરાત અને તાલાળામાં મુખ્યત્વે ભૂકંપના આંચકા અનુભવાયા છે. તાલાળા નજીક આવેલું હિરણવેલ એક સમયે ભૂકંપના આંચકાઓનું કેન્દ્રબિંદુ બની ગયું હતું. ભૂસ્તર શાસ્ત્રીઓ આ ભૂકંપના આંચકાઓનું ખૂબ જ બારીકાઈથી અવલોકન કરી રહ્યા છે.

નિત્યાનંદ આશ્રમ કેસ: DPSના મંજુલા શ્રોફ અને હિતેન વસંત ફરાર, જામીન માટે કરી અરજી