- કોંગ્રેસના ઘણા નેતા ગુલામ નબી આઝાદના સમર્થનમાં જમ્મુ પહોંચ્યા
- કપિલ સિબ્બલે કહ્યું- કોંગ્રેસ નબળી પડી રહી છે, તે વાત સ્વીકારવી પડશે
જમ્મુઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ (Ghulam Nabi G-23)તાજેતરમાં જ રાજ્યસભામાંથી નિવૃત્ત થયા. હવે તેમને જી-23નો સહારો મળી રહ્યો છે. જેના પહલે દેશમાં અસ્તિત્વ માટે પણ ઝઝૂમી રહેલી કોંગ્રેસમાં ભંગાણના એંધાણ વર્તાઇ રહ્યા છે. રાજ્યસભાનો કાર્યકાળ પુરો કરી ગુલામ નબી જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે છે. જ્યાં તેમની સાથે જી-23ના ઘણા નેતા તેમની સાથે છે અને તેઓ કોંગ્રેસના આદર્શોનું પાલન કરી ગુલામ નબીને મોટા બનાવવાની તૈયારીમાં છે.
આઝાદે જી-23ના દિલ્હીથી આવેલા નેતાઓનું કર્યું સ્વાગત
શનિવારે જમ્મુમાં એક રેલીનું આયોજન થયું હતું. જેમાં કોંગ્રેસના પીઢ નેતા ગુલામ નબી આઝાદે દિલ્હીથી આવેલા કોંગ્રેસના ઘણા નેતાઓનું સ્વાગત કર્યું હતું. તે દરમિયાન અન્ય પીઢ નેતા કપિલ સિબ્બલે સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી નબળી બની છે અને આપણે તેને મજબૂત કરવાની જરુર છે. આ વાત આપણે સ્વીકારવી જોઇએ.
આ પણ વાંચોઃ સંઘ દેશને બરબાદ કરી રહ્યો છે, સરકાર નાગરિકોને લૂંટી રહી છેઃ રાહુલ ગાંધી
કપિલ સિબ્બલે કહ્યું કે
“જ્યારે આપણે વિમાનમાં જઇએ છીએ તો, તમને ચાલક(પાઇલટ)ની સાથે એક એન્જીનિયરની પણ જરુર હોય છે. જેને તેની ટેક્નિક અંગે જાણકારી હોય છે. ગુલામ નબી આઝાદ કોંગ્રેસમાં એજ ભૂમિકામાં છે. તેઓ દેશના તમામ રાજ્યોની જમીની વાસ્તવિક્તા જાણે છે.”
ફિલ્મ અભિનેતાથી કોંગ્રેસના નેતા બનેલા રાજ બબ્બરે જણાવ્યું કે
“લોકો અમને G-23 (Ghulam Nabi G-23)કહે છે, પરંતુ અમે તમને જણાવી દઇએ કે અમે ગાંઘી-23 છીએ અને ગાંધી-23 કોંગ્રેસની મજબૂતી ઇચ્છે છે. પાર્ટીના આદર્શો સાથે ગુલામ નબી આઝાધ મોટા બને. તેમની નિવૃત્તિથી પીએમ મોદી પણ ભાવુક થઇ ગયા હતા. આઝાદ જ સાચા અર્થમાં લોકતાંત્રિક છે. કોંગ્રેસ એ પાર્ટી છે, જ્યાં દરેકને સાંભળવામાં આવે છે. આ ગાંધીવાદીઓ અને કોંગ્રેસીઓની સંસ્કૃતિની પરાંપરા રહી છે.”
મનીષ તિવારીએ કહ્યું કે આઝાદ એક સંકલ્પિત કોંગ્રેસી છે. તેઓ કોંગ્રેસને સમજનારા નેતોઓંમાંના એક છે. કોંગ્રેસ અને દેશ બંનેને જ ગુલામ નબી આઝાદના દિશાનિર્દેશો અને માર્ગદર્શનની જરુર છે. તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે એવું પહેલાં ક્યારેય થયું નથી, જ્યારે કોઇ પ્રદેશના ભાગલા કરી બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયા હોય. જમ્મુ-કાશ્મીરને વહેંચી નાંખવામાં આવ્યું છે અને અમે તેના માટે લડી રહ્યા છીએ.
અગાઉ કાર્યક્રમના પ્રારંભમાં ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે
“અન્ય નેતાઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થવા માગતા હતા, પરંતુ મેં તેમને ના પાડી દીધી. મેં તેમને કહ્યું કે લોકો અટકળો લગાવવા માંડશે. મેં તેમને ફરી વખત આવવા કહ્યું છે.”
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળ ભાજપે મહિલા નેતાઓનું પોસ્ટર જાહેર કરી કહ્યું- ‘બુઆ નહીં બેટી ચાહીયે..!’
આઝાદે આ કાર્યક્રમ દરમિયાન આનંદ શર્મા, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સહિતના કોંગ્રેસી નેતાઓનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે પાર્ટીના ઘણા સીનિયર નેતા જેઓ અહીં હાજર છે. તેમણે સંસદમાં જમ્મુ-કાશ્મીરના લોકો માટે અવાજ ઉઠાવ્યો છે.
સંસદમાંથી રિટાયર થયો છુંઃ રાજકારણમાંથી નહીંઃ આઝાદ
આ દરમિયાન ગુલામ નબી આઝાદે કહ્યું કે હું સંસદમાંથી રિટાયર થયો છું, રાજકારણમાંથી નહીં અને આ પહેલી વાર નથી. તે ચિંતાની વાત પણ નથી. મેં ઘણી વખત જોરદાક વાપસી કરી છે. હું પીએમ મોદી સહિત એ તમામ નેતાઓનો આભાર માનવા માગું છું, જેમણે મારી પ્રસંશા કરી હતી.
ગુલામ નબી આઝાદના સંન્માનમાં કોંગ્રેસ નેતા અને રાજ્યના પૂર્વ ઉપ મુખ્યમંત્રી તારા ચંદે કહ્યું કે કોણ કહી રહ્યું છે કે આઝાદ સાહેબ રિટાયર થઇ ગયા? લોકોએ ભ્રમમાં રહેવું જોઇએ નહીં. તેઓ સક્રીય રહેશે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ સક્રીય રહે.
શું જી-23 એટલે ગુલામ નબીની ટીમ?
થોડા સમય પહેલાં કોંગ્રેસના 23 નેતાઓએ પાર્ટીના ટોચના નેતૃત્વ પર સવાલ ઊભા કર્યા હતા. તેમને જી-23 (Ghulam Nabi G-23)તરીકે પણ ઓળખવામાં આવે છે. જમ્મુ પહોંચનારા નેતાઓમાં હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, પૂર્વ યુપી કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બર, પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા અને કપિલ સિબ્બલ સામેલ છે. જો કે રાજકીય વર્તુળમાં G23 એટલે ગુલામ નબીની ટીમ હોવાની પણ ચર્ચા થઇ રહી છે.