Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > જર્મની આજે પણ નાઝી બર્બરતાના પીડિતોને યાદ કરે છે, શું ભારત દાદરીના અખલાકને યાદ કરશે?

જર્મની આજે પણ નાઝી બર્બરતાના પીડિતોને યાદ કરે છે, શું ભારત દાદરીના અખલાકને યાદ કરશે?

0
506
જર્મનીના બોનમાં એક રસ્તા કેટલીક પીતળની પ્લેટો પર એક પરિવારના સભ્યોના નામ કોતરવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે બર્નહાર્ડ નામનો વ્યક્તિ પરિવારનો પ્રમુખ હતો. તેનું નામ પ્લેટ પર પ્રથમ હતુ. તેની આજુબાજુમાં એર્ના માર્ક્સ ગેબ હાર્ટમેન અને હેલેના અને જૂલીનું નામ કોતરવામાં આવ્યુ હતું. આ બોનનો એક યહુદી પરિવાર હતો જેમને અહી પહોંચ્યાના ચાર દિવસ બાદ મિન્સ્ક મોતના કેમ્પમાં મોકલી દેવાયો હતો. સૌથી ઓછી ઉંમરની જૂલીનું પણ જ્યારે મૃત્યુ થયું ત્યારે તે ચાર વર્ષની હતી. એ વાતનો અંદાજ લગાવવો મુશ્કેલ છેકે બે વર્ષમાં આ નાઝી કેમ્પમાં કેટલા લોકો માર્યા ગયા હતા પરંતુ જ્યાં સુધી સોવિયત સેનાઓએ તેને મુક્ત ના કરાવ્યા ત્યાં સુધી લગભગ 65000 યહુદીઓ માર્યા ગયા હતા.
પીતળની પ્લેટ કે જે પથ્થર પર લગાવવામાં આવી છે તેને સ્ટોલપરસ્ટાઇન કહેવામાં આવે છે. જર્મનમાં સ્ટોલપરનો અર્થ છે ઠોકર ખાવી અને સ્ટાઇનનો અર્થ છે પથ્થર. સ્ટોલપેરસ્ટાઇને અહી લગાવવા પાછળનો હેતું આ ક્ષેત્રમાં ત્રીજા દાયકાના અંત અને ચાલીસમા દાયકાની શરૂઆતમાં થયેલી ઘટનાઓ અંગે જાગરૂકતા ફેલાવવાનો છે. જ્યારે લાખો નિર્દોષ લોકો- યહુદી, રોમાસ, યહોવા, સમલૈંગિકો અને રાજકીય અસંતૃષ્ઠોને ગેસ ચેમ્બરમાં નાખીને નાઝી શાસન દ્ધારા મારી નાખવામાં આવ્યા હતા.
પીતળની પ્લેટો સતત એ અભિયાનની યાદ અપાવે છે જે દિવસોમાં યહુદીઓની નાગરિકતાનો અધિકાર નહોતો અને તેમને પોતાની જ ધરતીથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ નાઝી સૈન્યે તેમના બિઝનેસ અને ઘરોને નષ્ટ કરી દીધા હતા. નાઝી પાર્ટીના વડા હિટલરે નિર્દોષ લોકોને કેમ્પમાં લઇ જતો જેમાં આ મોટાભાગની ઘટનાઓમાં તેના પાડોશીઓએ ખુશી વ્યક્ત કરતા હતા. લગભગ 8.5 મિલિયન જર્મન અથવા તેની 10 ટકા વસ્તી, નાઝી પાર્ટીની સભ્ય હતી. નાઝી સંબંધિત સંગઠનોની પણ ભારે સદસ્યતા હતી. એટલા માટે કોઇ પણ આ પ્રકારની વૈધતાની કલ્પના કરી શકે છે અને નાઝીઓના કુકર્મોને સમર્થનની પણ આશા રાખી શકે છે જે જર્મન વસ્તી વચ્ચે છે.
અમેરિકન લેખક ડેનિયલ ગોલ્ડઘેનની ખૂબ ચર્ચિત પુસ્તક હિટલર્સ વિલિંગ એક્સક્યુટર્સ ઓડિનરી જર્મન એન્ડ ધ હોલોકોસ્ટ જે 1996માં પ્રકાશિત થઇ હતી. આ તથ્ય પર પ્રકાશ નાખે છે. હોલોકોસ્ટ એટલે પ્રલય દરમિયાન મોટાભાગના સામાન્ય જર્મન ઇચ્છુક જલ્લાદ બની ગયા હતા. સમકાલીન ટિપ્પણીકારોનો દાવો છે કે સ્ટોલપેરસ્ટાઇન અથવા ઠોકરનો પથ્થર, યુરોપના 20થી વધુ દેશોમાં 1200 શહેરોમાં જોવા મળી શકે છે. આ સ્મારકોને દુનિયાને પોતાની રીતનું સૌથી મોટુ સ્મારક માને છે. આગળ ચાલીને બ્રુસેલ્સના રસ્તા પરથી પસાર થતા આ પ્રકારના સ્મારકો જોયા જે યુરોપમાં તેની પ્રસારની પુષ્ટી આપે છે.
સ્ટોલપરસ્ટીનની ઘટના એ વાતને વધુ ઉલ્લેખનીય બનાવી દે છે આ સ્મારકોની ઉંમર 30 વર્ષથી ઓછી છે. તે કલાકાર ગુંટર ડેમનિગના દિમાગની ઉપજ છે અને પ્રથમવાર 1992માં તેને બનાવામાં આવ્યુ હતુ કારણ કે તે વર્ષ હેનરીક હિમલર સૌથી શક્તિશાળી નાઝીઓમાંનો એક હતો જેણે યહુદીઓને નિર્વાસિત કરવાના ઓશવિટ્ઝના ફરમાન પર હસ્તાક્ષર કર્યા હતા અને આ ઘટનાના 50 વર્ષ પુરા થઇ રહ્યા હતા. ડેમનિગ જે રેબિનિક જુડિઝમના કેન્દ્રિય પાઠ તલ્મુડની એક કહેવત માને છે કે એક વ્યક્તે ફક્ત ત્યારે ભુલાવી શકાય છે જ્યારે તેનું નામ ભૂલાવી દેવામાં આવે છે. સિવની સિટી હોલમાં પ્રથમ સ્ટોપરસ્ટાઇનિન સ્થાપિત કર્યું જે તેનું પોતાનું શહેર હતું. આ માર્ગને ચિન્હિત કર્યું જે કોલોન અગાઉ નિર્વાસિત યહુદીઓને ટ્રેનથી સ્ટેશન પર લઇ જવામાં આવ્યા હતા.
સવાલ ઉઠે છે કે ડેમનિગની પરિયોજનાને કઇ રીતે સંભવ બનાવી અને કેમ વિવિધ શહેરોના નાના-નાના લોકો તેને અને તેની ટીમને પોતાના શહેરમાં સ્ટોપરસ્ટીન સ્થાપિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તે યુવા લોકો લોકોના અંતિમ સ્થાન પર એક સ્મારક કમ બનાવવા માંગે છે જ્યાં નાઝીવાદનો શિકાર રહેતા હતા. જર્મનીમાં આજે આવા સ્મારકો માટે સામાન્ય સ્વિકૃતિ કેમ છે. આ રીતે એક સમાનાંતર પરિદ્શ્યની કલ્પના કરો. શું નાગરિકોએ એક જાગરૂક સમૂહને અહીં જાતિ, સાંપ્રદાયિક અથવા જાતિય હિંસાના પીડિતોની યાદમાં સમાન સ્મારક સ્થાપિત કરવાનો નિર્ણય લેવો જોઇએ અને જે દેશની સામાન્ય જનતાને સ્વીકાર્ય હોય.
આપણે યાદ રાખવાની જરૂર છે કે નાઝીવાદના ખતરાના 70થી વધુ વર્ષ વિતી ચૂક્યા છે જે ખતરો લાખો યહુદીઓ, જિપ્સિઓત રોમા અને અન્ય લોકોની જાતિય સફાઇના રૂપમાં દુનિયા સામે આવ્યો હતો. જે મિત્ર રાષ્ટ્રો દ્ધારા પરાજિત કરવામાં આવ્યો. ધ ગાર્જિયન અખબાર સાથેની વાતચીતમાં બ્રુની ડે લા મોટ્ટેએ કહ્યું કે, હું જર્મન ડેમોક્રેટિક રિપબ્લિકમાં પેદા થયો અને મોટો થયો. અમારી પુસ્તકોમાં નાઝી કાળ, જર્મન રાષ્ટ્ર અને યુરોપના મોટાભાગના દેશો વિશે લખાયુ હતું. સ્કૂલમાં તમામ વિદ્યાર્થીઓને ઓછામાં ઓછું એકવાર એક એકાગ્રતા શિબિરમાં લાવવામાં આવતા હતા અહી આ શિબિરમાં રહેલા એક પૂર્વ કેદીએ વિસ્તારથી સમજાવ્યુ કે અહી શું થયું હતું. તેમાં કોઇ શંકા નથી કે એક તથ્ય છે કે પશ્વિમ જર્મની અને પૂર્વ જર્મની બંન્ને સંયુક્ત રાજ્ય અમેરિકા અને સોવિયત સોશિલિસ્ટ રિપબ્લિકના પૂર્વ સંઘ બંન્નેના સમાજ, સંસ્કૃતિ, પ્રેસ અર્થવ્યવસ્થા, ન્યાયપાલિકા અને નાઝી વિચારધારાની રાજનીતિથી છૂટકારા આપવામાં યોગદાન આપ્યું છે.
તેમાં કોઇ શંકા નથી કે તેના પ્રભાવમાં જર્મનીના નાઝીકરણથી મુક્ત કરવાની ચાવી રહી છે પરંતુ સમયની સાથે જર્મનીના લોકોએ પોતાના અતીતને ગંભીરતાથી જોઇને સામાનો કરવાનું કૌશલ્ય અને ક્ષમતાને વિકસિત કરી છે. જર્મનીમાં હિટલરની આત્મકથા મેરા સંઘર્ષના ફરી પ્રકાશિતને 2015 સુધી પ્રતિબંધિત કરવામાં આવી હતી. હિટલના મૃત્યના 70 વર્ષ પછી કર વિત પોષિત સંસ્થાઓ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંટેમ્પરેરી હિસ્ટ્રી દ્વારા મેરા સંઘર્ષ એક નવી કોપી ઉપલબ્ધ કરાવવામાં આવી.  મેરા સંઘર્ષની અનુપલબ્ધતા જ પરિણામ છે કે જર્મન રાજ્યના આ પુસ્તકમાં આવેલ નંસલવાદી ઉદ્ષોને એક સચેત પગલાના રૂપમાં રજૂ કરવામાં આવે. પાછા બોનના રસ્તા પર લાગેલ પ્લેટોની જેમ જ શું ભારત ઉત્તર પ્રદેશના દાદરીના રહેનારા અખલાક માટે એક સ્ટોપરસ્ટાઇનિન બનાવી શકે છે, જેની ફક્ત ગૌમાંસ રાખવાની શંકામાં એક ભયંકર હિંસક ભીડે ધોળે દિવસે હત્યા કરી દીધી હતી. અખલાકનું સ્ટોપરસ્ટાઇન ધર્મના આધાર પર બહિષ્કારની દુનિયાના સમાજમાં એક નવા દ્રષ્ટિકોણની શરૂઆતનું પ્રતિક બની જાય જે અન્યના વિરુદ્ધ હિંસાને વધારો આપે છે. એક વિચાર જે દરરોજ નવા નાઝીઓને દેશમાં પેદા કરી રહ્યો છે.