Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > દેશમાં સૌપ્રથમ વાર સિવિલમાં કોરોનાના વૃદ્ધ દર્દીઓ માટે Geriatric ward

દેશમાં સૌપ્રથમ વાર સિવિલમાં કોરોનાના વૃદ્ધ દર્દીઓ માટે Geriatric ward

0
85

અમદાવાદ સિવિલ હોસ્પિટલની અનોખી પહેલ

70 વર્ષથી વધુ વયના કોરાનાગ્રસ્ત દર્દીઓને અલાયદી સારવાર

અમદાવાદઃ દેશમાં સૌપ્રથમ વાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં કોરોનાના વયસ્ક દર્દીઓ માટે જીરિયાટ્રીક કોવિડ વોર્ડ (Geriatric ward) કાર્યરત કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલની આ અનોખી પહેલ છે.

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.જે.પી. મોદી અને હોસ્પિટલના તબીબો દ્વારા કોરોના ડેડીકેટેડ 1200બેડની હોસ્પિટલમાં જીરિયાટ્રીક કોવિડ વોર્ડ (Geriatric ward) કાર્યરત કરવામાં આવ્યા છે. 70 વર્ષથી વધુ વયના કોરાનાગ્રસ્ત દર્દીઓને અલાયદી સારવાર સાથે સારસંભાળ મળી રહે તે માટે રાજ્યસરકારના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ  (Civil Hospital)દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ CM વિજય રૂપાણીના કાર્યાલયમાં 3 કોરોના પોઝિટિવ કેસ આવતા હડકંપ

વૃદ્ધ દર્દીઓને Geriatric wardમાં સારવાર સાથે સારસંભાળનો હેતુ

સામાન્ય પણે હોસ્પિટલમાં બાળરોગ વિભાગ, સ્ત્રીરોગ વિભાગ તેમજ પુરુષ રોગના અલાયદા વિભાગ જોવા મળતા હોય છે. પરંતુ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના ગ્રસ્ત વયોવૃધ્ધ દર્દીઓની દરકાર કરીને તેઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે , પ્રાથમિક સારવારથી લઇ ઇમરજન્સી સારવાર , સારસંભાળમાં કોઈપણ પ્રકારની અગવળ કે તકલીફ ઉભી ન થાય તે હેતુથી આ વોર્ડ શરુ કરાયું છે.

Geriatric ward

કોરોના સંક્રમિત 70 વર્ષથી વધુ ઉમરના કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ખાસ પ્રકારની સારવાર અને સારસંભાળની જરૂર પડતી હોય છે.તેમાં પણ કોમોર્બિડી ધરાવતા દર્દીઓમાં આવા વાયરસની ગંભીરતા, સંવેદનશીલતા વધુ જોવા મળે છે. આવા દર્દીઓની સારવારને લગતી પ્રાથમિક જરૂરિયાત અન્ય દર્દીઓની સરખામણીમાં વધુ હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ દ્વારા આજ રોજ જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત કરવામા આવ્યો છે..

Geriatric wardઅલાયદા પેશન્ટ અટેન્ડેન્ટની નિમણૂક

આ જીરિયાટ્રીક વોર્ડ (Geriatric ward) માં દાખલ તમામ દર્દીઓ માટે અલાયદા પેશન્ટ અટેન્ડેન્ટની નિમણૂક કરવામાં આવી છે. જે ૬ દર્દીઓ વચ્ચે એક પેશન્ટ અટેન્ડેન્ટ રહીને વયસ્ક દર્દીઓની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે જમાડવું, પાણી પીવડાવવું, બાથ આપવુ, તેમને પેશાબ માટે લઇ જવું, ડાયપર બદલવા જેવી બાબતોનું ધ્યાન રાખશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં corona testing center શોભાના ગાંઠિયા,વાંદરાની ધિંગામસ્તી

આ વોર્ડમાં કાર્યરત નર્સિંગ સ્ટાફ જેઓ વયસ્ક દર્દીઓની સારસંભાળમાં અનુભવી હોય તેવા જ નિમણૂક કરવામાં આવશે.70 વર્ષથી વધુ ઉમરના દર્દીઓને એલોપેથી તેમજ વિવિધ સારવારની સાથે સાથે માનસિક સારવાર પધ્ધતિની પણ કાઉન્સેલિંગની પણ જરૂર પડતી હોય છે જે બાબતોને ધ્યાનમાં રાખીને કાઉન્સેલરની પણ નિમણૂક કરવામાં આવી છે.

Geriatric ward

Geriatric ward

ચાલવામાં તકલીફ ન પડે તે માટે વોકર્સ

જીરિયાટ્રીક વોર્ડ (Geriatric ward)માં ઉપલબ્ધ સુવિધાઓની વાત કરીએ તો વયોવૃધ્ધ દર્દીઓને ચાલવામાં તકલીફ ન પડે તે માટે વોકર્સ મૂકવામાં આવ્યા છે. બાથરૂમ કે ટોયલેટમાં જાય ત્યારે બેસવા કે ઉભા થવામાં તકલીફ ના પડે તે માટે ગ્રેબર લગાડવામાં આવ્યા છે. દર્દીઓ માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે. વ્હીલચેર મૂકાયા છે. દર્દીઓના મનોરંજન માટે દરેક કોવિડ વોર્ડમાં TV મૂકવામાં આવ્યા છે.

કોરોનાના કારણે વયોવૃદ્ધ માં મૃત્યુદર વધુ

સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે.પી મોદી આ અનોખી પહેલ વિશે કહે છે કે કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ પ્રમાણે વયોવૃધ્ધ દર્દીઓને ખાસ પ્રકારની સારસંભાળ મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવા સૂચન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ દ્વારા દેશનો સૌપ્રથમ જીરિયાટ્રીક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે વયોવૃદ્ધ માં મૃત્યુદર વધુ જોવા મળે છે જેના પર કાબૂ મેળવી શકાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Good News : અમદાવાદમાં ચાની કીટલીઓ ખોલવા અંગે છૂટ, પરંતુ આટલું નહીં કરો તો…

375 માંથી 48 દર્દીન જીરિયાટ્રીક વોર્ડમાં ખસેડાયા

કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી 20 ટકા પ્રમાણ વયોવૃદ્ધ દર્દીઓ જોવા મળ્યું છે આજે કોરોના ડેડીકેટેડ 1200 બેડની હોસ્પિટલમાં સારવાર લઈ લઈ રહેલા 375 દર્દીઓમાંથી 48 દર્દીઓને જીરિયાટ્રીક વોર્ડ માં ખસેડવામાં આવ્યા છે. હાલ ૬૦ દર્દીઓને આ વોર્ડમાં સારવાર આપી શકવાની ક્ષમતા છે. આગામી સમયમાં જરૂરિયાત મુજબ વધુ વોર્ડ ઉભા કરવાનું પણ અમારુ આયોજન છે.