Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીનને લઈને જનરલ બિપિન રાવતે આપી ચેતવણી, જાણો શું કહ્યું?

ચીનને લઈને જનરલ બિપિન રાવતે આપી ચેતવણી, જાણો શું કહ્યું?

0
16

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ચેતવણી આપતા કહ્યું છે કે, સાયબર ટેકનોલોજીના મામલામાં ચીન ભારત કરતા બહુ આગળ છે અને સાયબર એટેક થકી ભારતને મોટુ નુકસાન પહોંચાડવ માટે પણ સક્ષમ છે.

સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં જનરલ રાવતે કહ્યુ હતુ કે, ભારત અને ચીન વચ્ચે સૌથી મોટુ અંતર સાયબર ક્ષેત્રમાં છે. પાડોશી દેશે આઈટી પર બહુ રોકાણ કર્યુ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ચીન વચ્ચે આ ક્ષેત્રમાં અંતર બહુ વધી ગયુ છે. ચીન ભારત કરતા આગળ નીકળી ગયુ છે.

તેમણે કહ્યુ હતુ કે, આપણે જાણીએ છીએ કે ચીન ભારત પર સાયબર એટેક કરવા માટે સક્ષમ છે અને તે આપણી સિસ્ટમને મોટા પાયે નુકાસન પહોંચાડી શકે છે. આપણે એવી સિસ્ટમ તૈયાર કરવાની કોશિશ કરી રહ્યાં છીએ જેનાથી સાયબર એટેક સામે આપણે સિસ્ટમનુ રક્ષણ કરી શકીએ.

જનરલ રાવતે આગળ કહ્યુ હતુ કે, ભારતે આ પ્રકારના પડકારોનો સામનો કરવા માટેની ક્ષમતાઓ ડેવલપ કરવી જ પડશે અને આ માટે પશ્ચિમી દેશોની મદદ લીધા વગર આગળ વધતુ જોઈએ. ઉલટાનુ ભારતે જાતે ક્ષમતા કેળવીને બીજા દેશોને પડકારોનો સામનો કેવી રીતે કરવો તે શીખવાડવુ જોઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat