Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ` ભારતના અર્થતંત્રને આ વર્ષે લાગી શકે છે 20 લાખ કરોડનો ઝાટકો’

` ભારતના અર્થતંત્રને આ વર્ષે લાગી શકે છે 20 લાખ કરોડનો ઝાટકો’

0
227
  • અર્થતંત્ર ચાલુ વર્ષે 10થી 11 ટકા ઘટે તેવો અંદાજ
  • બીજા ક્વાર્ટરમાં ઘટાડો 12 ટકા અને ત્રીજામાં ચારથી પાંચ ટકા રહી શકે
  • લોકડાઉનથી 7.5 કરોડ MSMEને પડ્યો છે મોટો ફટકો
  • 10થી 12 કરોડ કામદારો બેકાર થતાં તેમને સીધી મદદની જરૂર

નવી દિલ્હીઃ દેશનું કુલ જીડીપી (GDP) પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં ચોથા ભાગ જેટલો ઘટ્યા પછી ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષ ગર્ગે જણાવ્યું હતું કે આ નુકસાન દેશવ્યાપી લોકડાઉન (Lock down) લગાવવાની રણનીતિ નિષ્ફળ જવાના લીધે થયું છે. તેમનું માનવું છે કે દેશના અર્થતંત્ર(Economy)ને ચાલુ વર્ષે 20 લાખ કરોડ રૂપિયાનો ફટકો પડી શકે છે. ગર્ગે જણાવ્યું હતું કે લોકડાઉનથી કોરોના વાઇરસના રોગચાળાનો પ્રસાર પહેલા થોડો ધીમો જરૂર કરાયો, પરંતુ તેના કારણે અર્થતંત્રને વધારે નુકસાન થયું.

લોકડાઉનથી અર્થતંત્રને મોટો ફટકો

ગર્ગનું માનવું છે કે દેશની આર્થિક પરિસ્થિતિ ચોથા ત્રિમાસિક સમગાળા જાન્યુઆરી-માર્ચ 2021થી જ સામાન્ય થઈ શકશે. પણ ત્યાં સુધી જીડીપીને કોરોના અને તેના પ્રભાવના કારણે 10થી 11 ટકા એટલે કે લગભગ 20 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યુ હશે.

આ પણ વાંચોઃ દાઉદની ઉદ્ધવ ઠાકરેને ખુલ્લી ધમકી, દુબઇથી આવ્યો ડાયરેક્ટ કોલ

તેમનું માનવું છે કે આત્મનિર્ભર ભારત પેકેજમાં સુધારો કરીને તેનો ફાયદો વધુને વધુ પ્રમાણમાં માઇક્રો, મીડિયમ અને નાના ઉદ્યોગસાહસિકો (MSME) સુધી પહોંચાડવો જોઈએ તથા બેરોજગાર થયેલા મજૂરોને મદદ માટે ખાસ યોજના તૈયાર કરવી જોઈએ.

સરકાર પોતે ખર્ચ વધારે

તેની સાથે માળખાકીય ક્ષેત્રમાં સરકારી રોકાણ વધારવાની રણનીતિ પર પણ કામ કરવાની જરૂરિયાત છે. ગર્ગે જણાવ્યું હતું કે જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું ત્યારે દેશમાં વાઇરસની શરૂઆત થઈ રહી હતી. લોકડાઉનના કારણે તેના પ્રસરણની ગતિ મંદ પડી. તેના લીધે તે ઝડપથી ન ફેલાયો, પરંતુ આ દરમિયાન દેશના અર્થતંત્રને ભારે નુકસાન થયુ છે. કોઈપણ અર્થતંત્રમાં બે મહિના સુધી કોઈ પ્રવૃત્તિ ન થાય તો શું સ્થિતિ થાય. લોકડાઉન હટ્યા પછી વાઇરસ ફેલાવવાની ઝડપ વધી છે. તેથી જો અર્થતંત્રને બંધ કર્યા વગર કોરોના પર અંકુશ લગાવવાનો પ્રયત્ન કરાયો હોત તો સારુ હોત.

આ પણ વાંચોઃ ચીન સામે નાટો,ઇયુ જેવું ક્વેડનું માળખુ બનાવવાની તૈયારીમાં લાગેલું અમેરિકા

ભૂતપૂર્વ નાણાસચિવે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં અર્થતંત્રનું કદ 10થી 11 ટકા ઘટી શકે છે. પ્રથમ ક્વાર્ટરમાં 23.9 ટકાના ઘટાડા પછી બીજા ક્વાર્ટરમાં આ ઘટાડો 12 ટકા, ત્રીજામાં ચારથી પાંચ ટકા રહી શકે છે. તેના પછી ચોથા ત્રિમાસિક સમયગાળામાં જઈને સ્થિતિ સામાન્ય થઈ શકે છે. આ 10થી 11 ટકાના ઘટાડાએ જીડીપીને પડેલો ફટકો 20 લાખ કરોડનો થાય.

જીડીપીમાં ઘટાડાનો સીધો અર્થ થાય છે આવકમાં ઘટાડો. આવક ઘટવાથી ખર્ચ ઘટે છે અને આર્થિક પ્રવૃત્તિઓને નુકસાન થાય છે. લોકડાઉનથી 7.5 કરોડ જેટલા માઇક્રો, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ઝાટકો લાગ્યો છે. તેની મદદ કરવી જોઈએ. આત્મનિર્ભર ભારત યોજનાથી માંડ 40થી 45 લાખ લોકોને લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત 10થી 12 કરોડ કામદારો પાસે કોઈ કામ રહ્યું નથી, તેથી તેમની મદદ કરવી જોઈએ.