Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘હાલની ઔદ્યોગિક નીતિ પ્રજાલક્ષી છે, MSME ક્ષેત્રને બહોળો લાભ મળશે’

‘હાલની ઔદ્યોગિક નીતિ પ્રજાલક્ષી છે, MSME ક્ષેત્રને બહોળો લાભ મળશે’

0
126
  • GCCI દ્વારા ઈન્ટરરેક્ટિવ સેશન યોજાયું, નવી ઔદ્યોગિક નીતિ પર IAS ડૉ. રાહુલ ગુપ્તાનું પ્રેઝન્ટેશન

ગાંધીનગર: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નવી ઔદ્યોગિક નીતિ 2020 પર એક ઇન્ટરેક્ટિવ સેશનનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગ કમિશનર અને ઇન્ડેક્ષ ટીબીના અધ્યક્ષ IAS ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, હાલની ઔદ્યોગિક નીતિ પ્રજાલક્ષી છે, કારણ કે તેમાં ઉદ્યોગોના પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલી માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. MSME ક્ષેત્રને પણ તેનો બહોળો લાભ મળશે.

તેમણે ઔદ્યોગિક નીતિના મુખ્ય મુદ્દા પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, રાજય દ્વારા કેપિટેલ મૂડી રોકાણમાં 12 ટકા સુધીના પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. ગુજરાતની MSMEને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે વિવિધ પ્રકારના સહાય, સ્ટાર્ટઅપ્સની સહાય, એડવાન્સ આરએન્ડડી અને પેટન્ટસ માટે વિવિધ પ્રકારના સહયોગ, ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ અને ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટિક્સ પાર્ક્સ માટેની સહાયનો પણ ઉલ્લેખ કર્યો હતો.

જીસીસીઆઇના પ્રમુખ દ્રારા આપવામાં આવેલા વિવિધ સૂચનોની ચર્ચા કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજય સરકારે 10 જીઆઇડીસીના ઇન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજેક્ટને મંજુરી આપી છે. આ નીતિ અંતર્ગત 80 ટકા જેટલી સહાય આપવામાં આવશે. તેમણે પ્રસ્તાવ મૂકયો હતો કે, નવી ઔદ્યોગિક નીતિ દ્રારા રાજયમાં રોકાણો માટે વધુ તકો ઊભી થાય છે. અને સભ્યોને રોકાણ માટેની તકો અને ક્ષેત્રોને ઓળખવા અને નીતિના અમલીકરણ માટે સતત પ્રયત્નશીલ રહીશું તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઇ-મતદાર ફોટો ઓળખપત્ર (e-EPIC) સુવિધા શરૂ થશે

કાર્યક્રમના પ્રારંભમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલે તેમના પ્રાસંગિક પ્રવચનમાં રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી ઔદ્યોગિક નીતિની પ્રસંશા કરી હતી કે ઉદ્યોગોના મોટાભાગના પાસાંઓને આવરી લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા કેપિટલ સબસીડીને GST પર આધારિત ન રાખી તેને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર આધારિત કરવાના મહત્વપૂર્ણ નિર્ણયને તેમણે આવકાર્યું હતું. જે ઉદ્યોગો અન્ય દેશમાંથી કરવા બદલ તેમણે આવકાર્યું હતું.

વધુમાં તેમણે જામનગરને બ્રાસ ઉદ્યોગના હબ તરીકે વિકસાવવા, ગુજરાત વોટર ઇન્ફ્રાન્સ્ટ્રકચર લીમીટેડ દ્રારા બેંક ગેરંટીઓની સ્વીકુતિ સહિતના કેટલાક સૂચનો કર્યા હતા. આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા ઉદ્યોગો દ્રારા થતી વસ્તુઓનું સ્વયં ઉત્પાદન કરવા અંગેના પ્રોત્સાહનોને પણ આવકાર્યા હતા.

જીસીસીઆઇના માનદ ખજાનચી સચિન પટેલે ઉદ્યોગ કમિશનર ડો. રાહુલ ગુપ્તાનો ટૂંક પરિચય આપ્યો હતો. જયારે માનદ મંત્રી પથિક પટવારીએ પ્રશ્નોત્તરી સત્રનું સંચાલનની સાથે આભાર વિધિ કરી હતી. (Image Caption: IAS ડૉ રાહુલ ગુપ્તા)

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9