Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > શહેરના સ્મશાનગૃહને જરૂરી સહયોગ આપવા GCCIની તૈયારી

શહેરના સ્મશાનગૃહને જરૂરી સહયોગ આપવા GCCIની તૈયારી

0
27
  • કોરોનાના કારણે મૃત્યુની સંખ્યા વધતી જતાં સ્મશાનગૃહની હાલત કફોડી

  • ચીમની બળી જવી અથવા લાલ થઇ જતી હોવાની ફરિયાદો ઉઠી

ગાંધીનગર: કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. જેના કારણે દર્દીઓને સારવારથી માંડીને તેમને બેડ, ઇન્જેકશન તથા ઓક્સિજનની બૂમરેગ મચી છે. આ તમામ પરિસ્થિતિને પામવા માટેની રઝળપાટના અંતે વ્યક્તિ મૃત્યુ પામ્યા બાદ સ્મશાનગૃહમાં વેઇટીંગ ચાલે છે. તેની પાછળના કારણોમાં મૃતદેહોની અંતિમ ક્રિયા માટે સતત ઇલેક્ટ્રોનીક્સ ભઠ્ઠી સતત ચાલુ રહેતી હોવાના કારણે ચીમની લાલચોળ થઇ જાય છે. અથવા તો બળી જાય છે. આવા સંજોગોમાં મૃતદેહના અંતિમસંસ્કારની કામગીરીને અડચણરૂપ બને છે. આવા સંજોગોમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ( જીસીસીઆઇ ) દ્વારા શહેરના સ્મશાનગૃહોને જરૂરી સહયોગ આપવા માટે તૈયારી બતાવવામાં આવી છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલે અમદાવાદ મ્યુનિ. કમિશનર મુકેશકુમારને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોવિડ 19ની પરિસ્થિતિને કાબૂમાં રાખવા અંગે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ત્વરિત અને ચોક્કસ પગલાંઓ લેવામાં આવ્યા છે તેને આવકાર્યા છે. તેની સાથે જણાવ્યું છે કે, હાલની આ પરિસ્થિતિમાં શહેરના સ્મશાનગૃહોમાં તેમની કાર્યક્ષમતા કરતાં વધુ વપરાશ થવાના કારણે આ સ્મશાનગૃહોમાં મેઇન્ટનન્સના પ્રશ્નો તેમ જ અન્ય પ્રશ્નો ઉદ્દભવે છે.

તેમણે વધુમાં જીસીસીઆઇ તેની નૈતિક અને સામાજિક જવાબદારીના ભાગરૂપે આ સ્મશાનગૃહોને જરૂરી સહયોગ આપવા ઇચ્છતાં હોવાનું જણાવીને ઉમેર્યું છે કે, અમને આ કામગીરી માટેની જરૂરી પરવાનગી તેમ જ સ્મશનગૃહોની જરૂરિયાતો અંગે માહિતગાર કરવા વિનંતી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે તા.29મીના રોજ જીસીસીઆઇ દ્વારા જીઆઇડીસી તથા આદ્યોગિક વસાહતમાં સંક્રમણ થતું અટકાવવા માટે વસાહતના પ્રવેશ દ્રાર પર જ કોવિડ ટેસ્ટનું બુથ ઊભું કરવામાં આવે. અને વસાહતમાં પ્રવેશ કરતા પહેલાં જ કર્મચારીઓના ટેસ્ટ કરવા અંગે રજૂઆત કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat