Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આખરે જાગ્યું

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આખરે જાગ્યું

0
46
  • બધાં નાના-મોટા વેપારી મહાજનો-મંડળોએ બંધ પાળવાની જાહેરાત કયારની કરી દીધી હતી

  • લીડ લેવાના બદલે બધાંની જાહેરાત બાદ GCCIએ શનિ-રવિ બંધ રાખવાની જાહેરાત

ગાંધીનગર: કોરોનાની પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા તથા કોરોનાની ચેઇન તોડવા માટે ખુદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ કરતાં વેપારીઓના પગલાંને આવકાર્યું હતું. પરંતુ ગુજરાતના સૌથી મોટા વેપારી સંગઠનમાં ગણના પામતું ગુજરાત વેપારી મહામંડળે તો ખરેખર આવા કપરા સમયે નાના-મોટા વેપારી સંગઠનોની લીડ લેવાની રહે. પરંતુ ગુજરાત વેપારી મહામંડળ રાજયના જુદા જુદા શહેરોમાં ચાલતાં નાના-મોટા વેપારી મહાજનો તથા એસોસીએશનો તરફથી શનિવાર તથા રવિવારના રોજ ધંધા- રોજગાર બંધ કરવાની સ્વૈચ્છિક જાહેરાતો કર્યા બાદ આખરે આજે જાગ્યું છે. અને આવતીકાલ શનિવાર તથા રવિવારના રોજ રાજયના વેપારીઓને સ્વૈચ્છિક બંધ પાળવા માટે અપીલ કરી છે. તેમાંય વળી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જનરલ સેક્રેટરી યોગેન્દ્રકુમાર ત્રિવેદીએ આ અંગે પ્રેસ રીલીઝ જારી કરી છે. તેમાં 14 તારીખ લખેલી છે. જયારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલે છેક આજે સાંજે પ્રેસ રિલીઝ જારી કરે છે. આ મુદ્દો પણ વેપારીઓમાં જ ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાત વેપારી મહામંડળમાં ગુજરાતભરના નાના-મોટા વેપારી મંડળો તથા મહાજનો સભ્યો છે. મતલબ કે સમગ્ર ગુજરાતમાં સૈથી મોટા વેપારી સંગઠન તરીકે ગણના ધરાવે છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતી જાય છે ત્યારે આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલે છેક આજે ગુજરાતભરના વેપારીઓને કોરોનાની ચેઇન તોડવા માટે શનિવાર તથા રવિવારે સ્વયંભૂ ધંધો-વ્યવસાય બંધ રાખવા અપીલ કરી છે.

જયારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જનરલ સેક્રેટરી યોગેન્દ્રકુમાર ત્રિવેદીએ જણાવ્યું છે કે, સરકારના કોરોનાના ફેલાવવાને અંકુશમાં લેવાના પ્રયત્નોના ભાગરૂપે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ બ્રેક ધ ચેઇનને અમલી કરવા માટે તેના તમામ સભ્યોને બે દિવસ એટલે કે તા.17 અને 18મી એપ્રિલ માટે પ્રવુત્તિઓને સ્વયંભૂ રીતે બંધ રાખવા અપીલ કરી છે. જો કે સતત પ્રોસેસવાળા ઉત્પાદકો અને આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદકો અને વેપારીઓને સ્વૈચ્છિક બંધ લાગુ પડશે નહીં.

વધુમાં ચેમ્બરે જણાવ્યું છેકે, તમામ સભ્યોને તેમના કામદારો માટે ભોજન અને પ્રાથમિક તબીબી સહાયની કાળજી લેવાની અને તેમનો બે દિવસનો પગાર પણ સ્વયંભૂ ના કાપવાની અપીલ કરી છે. સરકારના અથાગ પ્રયત્નોમાં સાથ આપીને કોરોનાની ચેઇન તોડવા પ્રયત્નશીલ બનવા જણાવ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat