Gujarat Exclusive > દેશ-વિદેશ > રાજસ્થાન: ગર્ભવતી મહિલાઓને પ્રસવ દરમિયાન લેબર રૂમમાં સંભળાવવામાં આવશે ગાયત્રી મંત્ર

રાજસ્થાન: ગર્ભવતી મહિલાઓને પ્રસવ દરમિયાન લેબર રૂમમાં સંભળાવવામાં આવશે ગાયત્રી મંત્ર

0
360

રાજસ્થાનની બધી જ સરકારી હોસ્પિટલોના લેબર રૂમમાં ડિલીવરીના દરમિયાન પ્રસવ પીડા ઓછી કરવા માટે ગર્ભવતી મહિલાઓને ગાયત્રી મંત્ર સંભળાવવામાં આવશે.

દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર રાજસ્થાનના સ્વાસ્થ્ય વિભાગે આ યોજનાને ‘લક્ષ્ય’નામ આપ્યું છે, જે હેઠળ હોસ્પિટલના લેબર રૂમ, ઓપરેશન થિયેટર અને ન્યૂ બોર્ન કેર યૂનિટમાં મ્યૂજિક સિસ્ટમ લગાવવામાં આવશે. જેમાં સવારે-સવારે ગાયત્રી મંત્રનો જાપ થશે. તે ઉપરાંત દિવસભર જૂના ભારતીય સંગીતને પણ વગાડવામાં આવશે.

આ પદ્ધતિને હીલિંગ સાઉન્ડ થેરેપી કહે છે

સ્વાસ્થ્ય વિભાગનું માનવું છે કે, ડિલિવરી દરમિયાન હીલિંગ સાઉન્ડ થેરેપીથી પ્રસવ પીડા ઓછી થશે. આનાથી બ્લડ પ્રેશર પણ સામાન્ય રહે છે. પ્રસૂતાઓનું માનસિક તણાવ દૂર કરવા અને તેમનામાં સકારાત્મક ભાવના પેદા કરવા માટે આની શરૂઆત કરવામાં આવી છે.

ગાયનોલોજીસ્ટ ડો એચ.એસ ઘાયલે જણાવ્યું કે, ગર્ભાવસ્થા દરમિયાન સંગીત થેરેપી મહિલા અને બાળક માટે લાભદાયી હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં ઘણી રીતના શારીરિક અને માનસિક ફેરફાર થતાં રહેતા હોય છે. આ કારણે પ્રસૂતાઓની મનોસ્થિતિ બદલાતી રહે છે. કેટલીક પ્રસૂતાઓનો સ્વભાવ ચીડિયો બની જતો હોય છે તો કેટલીક મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન તણાવમાં આવી જતી હોય છે. સંગીત સાંભળવાથી લેબર રૂમનો  માહોલ સારો રહે છે તેની સાથે-સાથે પ્રસૂતાઓની માનસિક સ્તરમાં પણ સુધાર આવે છે.

રાજસ્થાનમાં શરૂ કરવામાં આવેલ આ થેરેપી અમેરિકા સહિત કેટલાક યૂરોપીય દેશોમાં પહેલેથી જ ચલણમાં છે. કેટલાક દેશોમાં ડોક્ટરોની ટીમમાં એક મ્યૂઝીક થેરેપિસ્ટ પણ હોય છે, જે સંગીતની મદદથી લોકોને ગંભીર બિમારીઓમાંથી બહાર લાવે છે.

દિલ્હી સરકાર જાન્યુઆરી 2019થી હેપ્પીનેસ થેરેપીના નામથી આની શરૂઆત કરી ચૂકી છે. દર્દીઓ અને ડોક્ટરો વચ્ચે સંબંધ મજબૂત કરવા અને સરકારી હોસ્પિટલોનો માહોલ સ્વસ્થ બનાવવા માટે દિલ્હી સરકારે હેપ્પીનેસ થેરેપી શરૂ કરી છે.