Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘ગે’ વકીલ સૌરભ કિરપાલને મોદી સરકાર હજુ પણ જજ બનાવવા માગતી નથી

‘ગે’ વકીલ સૌરભ કિરપાલને મોદી સરકાર હજુ પણ જજ બનાવવા માગતી નથી

0
42
  • કિરપાલનો પુરુષ પાર્ટનર એક વિદેશી છે, તેનાથી દેશની સુરક્ષાને જોખમઃ કેન્દ્ર
  • કોલેજિયમના પ્રસ્તાવ બાદ CJI  બોબડેના પત્રના જવાબમાં કેન્દ્ર શંકા જતાવી

નવી દિલ્હીઃ PM મોદીની સરકારે સીનિયર એડવોકેટ સૌરભ કિરપાલ (Gay Advocate Kirpal)ને દિલ્હી હાઇકોર્ટના જજ બનાવવા સામે  ફરી વાંધો ઊઠાવ્યો છે. એનડીએ સરકારે ફરીથી સુપ્રીમ કોર્ટની આ અંગેની ભલામણ સામે વિરોધ દર્શાવ્યો છે. તેની પાછળ સૌરભ કિરપાલ કથિત રીતે ગે હોવાનું અને તેમને એક પુરુષ પાર્ટનર સાથે સંબંધ હોવાની વાતો ફેલાયેલી છે.

રિપોર્ટ મુજબ ભારતની ચીફ જસ્ટિસ એસએ બોબડેએ લખેલા પત્રના જવાબમાં કેન્દ્ર સરકારે સૌરભ કિરપાલને જજ બનાવવા સામે એ આધાર પર શંકા જતાવી છે કે તેમનો પુરુષ સાથી એક વિદેશી નાગરિક છે. આ મામલે સીજેઆઇએ કિરપાલ અંગે વધારાની માહિતી માગી હતી. અગાઉ 2 માર્ચે સુપ્રીમ કોર્ટની કોલેજિયમની બેઠક મળી હતી. જેમાં સીનિયર એડવોકેટ કિરપાલના નામ પર વિચાર વિમર્શ થયું હતું.

આ પણ વાંચોઃ કોવિડ વૅક્સિન પર બબાલ: મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી ટોપેએ કેન્દ્ર પર લગાવ્યો ભેદભાવનો આરોપ

2017માં પણ કિરપાલના નામની ભલામણ થઇ હતી

ગે વ્યક્તિ તરીકે કિરપાલ (Gay Advocate Kirpal)નું નામ પ્રકાશમાં આવ્યું છે. અગાઉ 2017માં પણ હાઇકોર્ટની કોલેજિયમે તેમના નામની ભલામણ કરી હતી. જેનાં અધ્યક્ષ હાઇકોર્ટનાં તત્કાલીન કાર્યકારી ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ હતાં. સુપ્રીમ કોર્ટની કોલેજિયમે પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. પરંતુ તેમના પાર્ટનર અંગે કેન્દ્ર દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ એક અભૂતપૂર્વ પગલું લઇ આ પ્રસ્તાવ ફગાવી દેવાયો છે.

CJI એસએ બોબડેએ પોતાના પત્રમાં કેન્દ્ર પાસે એડવોકેટ કિરપાલ અંગે વધારાની માહિતી માગી હતી. જેથી કિરપાલને જજ બવનાવવાના વાંધાઓ સામે કેટલુક વધુ સ્પષ્ટીકરણ થઇ શકે. તે અંગે સરકારે કહ્યું કે કિરપાલનો પાર્ટનર જે એક યુરોપિયન છે. તે સ્વિસ એમ્બસીનો કર્મચારી છે. તે આ નોકરી પહેલાં સ્વિત્ઝર્લેન્ડ ખાતેના NGOમાં કામ કરતો હતો.

કેન્દ્ર સરકારે વિદેશી સાથીૉઓ સાથે ફોટોગ્રાફ બીડ્યાં

અગાઉ કેન્દ્ર સરકારે કિરપાલના વિદેશી પાર્ટનર અને તેના વિદેશી સાથીઓના ફોટોગ્રાફ બીડયા હતા. જે તેના ફેસબુક એકાઉન્ટથી લીધા હતા. સરકારે કહ્યું કે આ પાર્ટનર દેશની સુરક્ષા માટે જોખમી છે.

આ વખતે પણ સરકારે કિરપાલના ગે સંબંધો અંગે મૌન જાળવી રાખ્યું છે. પરંતુ હવે એ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ પર છે કે તે સીનિયર એડવોકેટ માટે કરાયેલી ભલામણ પર શું નિર્ણય લે છે?

આ પણ વાંચોઃ કોવિડ વૅક્સિનની માંગ સાથે આ દેશની સેક્સ વર્કર્સે એક અઠવાડિયા માટે કામ અટકાવ્યું

જો કે મેમોરન્ડમની પ્રક્રિયા હેઠળ જો સુપ્રીમ કોર્ટની કોલેજિયમ સરકારના વલણને ફગાવી કિરપાલને જજ નિયુક્ત કરે છે તો કેન્દ્ર પાસે તેમના નામને નોટિફાય કરવા સિવાય કોઇ છૂટકે નહીં હોય. વધુમાં વધુ કેન્દ્ર કિરપાલની વરણીને પાછી ખેંચી શકે છે પણ ફગાવી શકે નહીં.

કોલેજિયમ કેન્દ્રના ઇનપુટની રાહ જોતી હતી

કિરપાલને (Gay Advocate Kirpal) જજ બનાવવાના નામે 2 માર્ચે મળેલી બેઠકમાં ચર્ચ થઇ હતી. જેમાં સીજેઆઇ અને કોલેજિયમના એન્ય બે સભ્ય, જસ્ટિસ એનવી રમન્ના અને આરએફ નરીમન સામેલ હતા. પરંતુ કોલેજિયમે સરકારનું ઇનપુટ આવ્યા સુધી નિર્ણય ટાળી દીધો હતો.

નોંધનીયે છે કે દિલ્હી હાઇકોર્ટ દ્વારા સર્વસંમત્તિથી કિરપાલના નામની ભલામણ થઇ હતી. પરંતુ ચોથી વખત તેમના નામ પર મ્હોર મારવાનું ટાળવામાં આવ્યું છે.

2 માર્ચે કિરપાલનાનામ પર ચર્ચા થઇ હતી

23માંથી 18 પ્રસ્તાવોમાં કિરપાલનું નામ સામેલ હતું. જે લાંબા સમયથી કોલેજિયમ પાસેપડતર પડેલાં હતા અને તે પર 2 માર્ચે ચર્ચા થઇ હતી. તેમાંથી કેટલાક નામ એવા પણ છે જેને કેન્દ્ર સરકારે પુનર્વિચાર માટે મોકલ્યા હતા અથવા જેમને કોલેજિયમે વધુ માહિતી મેળવવા માટે ટાળી દીધા હતા.

આ અંગે ગત સપ્ટેમ્બરમાં ખુદ કિરપાલે પહેલી વખત મૌન તોડતા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કદાચ તેમની યૌન રુચિને કારણે જ ત્રણ સભ્યોની કોલેજિયમે તેમની જજ તરીકેની વરણી અંગે કોઇ નિર્ણય લીધો નથી.

આ પણ વાંચોઃ ઇમરાન ખાને રેપ માટે બોલૂવૂડને જવાબદાર ઠેરવતા પૂર્વ પત્નીઓએ લીધો ઊધડો

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat