Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદના માજી મેયર Gautam Shah કોરોના પોઝિટિવ થયા

અમદાવાદના માજી મેયર Gautam Shah કોરોના પોઝિટિવ થયા

0
143
  •  Gautam Shahને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયાં
  •  મેયર બિજલ પટેલ ગુરુવારે ટાગોર હોલ ખાતે ટેસ્ટ કરાવશે

અમદાવાદઃ અમદાવાદના માજી મેયર ગૌતમ શાહ ( Gautam Shah )નો કોરોનાનો રિપોર્ટ બુધવારે પોઝિટિવ આવ્યો છે.  તેમને સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અગાઉ સંખ્યાબંધ કોર્પોરેટરો તથા ધારાસભ્યો, સંસદ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ તાજેતરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. તાજેતરમાં જ તેમનો રિપોર્ટ નેગેટીવ આવતાં રજા આપવામાં આવી છે. આવતીકાલે સવારે 10/15 કલાકે મેયર બિજલ પટેલ ટાગોર હોલ ખાતે ટેસ્ટ કરાવવા માટે જવાના છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોના ટેસ્ટમાં ઘટાડો છતાં સંક્રમિતોની સંખ્યા 1400 નજીક નોંધાઇ

25મી સપ્ટેમ્બરના રોજ ટાઉન હોલ ખાતે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભાની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ભાગ લેનારા તમામ કાઉન્સિલરોના પણ ટેસ્ટ થશે. જેમના રિપોર્ટ નેગેટીવ આવશે તેઓ જ આ બેઠકમાં ભાગ લઇ શકશે. કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવનારા કાઉન્સિલરો ઘરેથી ઓનલાઇન બેઠકમાં હાજરી આપવાની રહેશે.

ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા પણ પોઝિટિવ થયા હતા Gautam Shah

અગાઉ 9મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી તેઓ 14 દિવસ ઘરે હોમ કવોરોન્ટાઇન થયા હતા. ગઇકાલે તા.22મી સપ્ટેમ્બરે 14 દિવસ પૂર્ણ થયા છે તેઓ સ્વસ્થ હોવાનું તેમણે જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ કોરોના વોરિયર : ચેપગ્રસ્ત 135 તબીબો, 92 નર્સો સ્વસ્થ થઇ દર્દીઓની સેવામાં

Gautam Shah  ઉપરાંત અગાઉ એ.એમ.ટી.એસ.ના ચેરમેન અતુલ ભાવસાર ઉપરાંત ખાડિયાના કોર્પોરેટર મયુર દવેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તેમને સારવાર માટે સરદાર વલ્લભભાઇ પટેલ ( એસવીપી) હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

30 જેટલાં કોર્પોરેટરો કોરોનાના ઝપટમાં આવ્યા Gautam Shah

કોર્પોરેટર મયુર દવેની સાથે અત્યારસુધીમાં 30 જેટલાં કોર્પોરેટરો કોરોનાના ઝપટમાં આવ્યા હતા. જેમાં બે કોર્પોરેટર બદ્દરુદ્દીન શેખ તથા ગયાપ્રસાદનું અવસાન થયું છે. આ ઉપરાંત શહેરના ચાર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, જગદીશ પંચાલ, કિશોર ચૈહાણ તથા બલરામ થાવાણીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત 1441 ડ્રાયવરો, વેસ્ટ કલેકટર્સ અને સફાઇ કામદારોમાં 5 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા હતા.

શહેરમાં ચાલી રહેલી કોરોના મહામારી સામે લડવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ટીમે શહેરના જુદા જુદા વિસ્તારમાં ટેસ્ટિંગનું કાર્ય હાથ ધર્યું છે. ત્યાં સુધી કે શહેરના તમામ વોર્ડમાં કેમ્પો ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રેઇનમાં અમદાવાદ આવતાં મુસાફરોના ટેસ્ટિંગની કાર્યવાહી પણ પુરજોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત સંક્રમણ ઘટાડવા માટે ઠેર ઠેર સરપ્રાઇઝ ચેકિંગ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ કોરોના સંક્રમણ અટકાવવા ACSની પ્રજાજોગને અપીલ