Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ટીમ ઈન્ડિયા પાસે ટૂર્નામેન્ટમાં રમવાની માનસિક ક્ષમતા જ નથી: ગૌતમ ગંભીર

ટીમ ઈન્ડિયા પાસે ટૂર્નામેન્ટમાં રમવાની માનસિક ક્ષમતા જ નથી: ગૌતમ ગંભીર

0
48

પાકિસ્તાન અને ન્યઝિલેન્ડ સામે ભારતની હારને લઈ ઘણા સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર નિશાન સાધતા જણાવ્યું છે કે, ટેલેન્ટ અને સ્કિલ હોવા છતા અત્યારના ભારતીય ટીમના ખેલાડી માનસિક રૂપે તૈયાર નથી. તેઓ મોટી ટૂર્નામેન્ટમાં નિષ્ફળ જ રહે છે.

ગૌતમ ગંભીરે ESPNcricinfo સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ઈન્ડિયન ટીમ પાસે ટેલેન્ટ પણ છે, માન્યું તેમની સ્કિલ્સ વર્લ્ડ ક્લાસ છે. ભલે તમે દ્વિપક્ષીય સિરીઝમાં સારુ પ્રદર્શન કરો છો. પરંતુ ટૂર્નામેન્ટમાં રમવાની માનસિકતા અલગ હોય છે. આવી પરિસ્થિતિમાં ટીમે એકસાથે આક્રમક પ્રદર્શન દાખવી પોતાની ગેમને અલગ લેવલે મેદાનમાં ઉતારવાની જરૂર હોય છે. મને નથી લાગતું કે ટીમ ઈન્ડિયા પાસે આવી ટૂર્નામેન્ટમાં સારુ પ્રદર્શન કરવાની માનસિક ક્ષમતા છે.

ટીમ ઈન્ડિયા એક વિસ્ફોટક ટીમ છે. તે કોઈપણ ટીમને એના ઘરમાં હરાવવા માટે સક્ષમ છે. પરંતુ મોટી ICCની ટૂર્નામેન્ટમાં આ ટીમની માનસિકતા એટલી સારી રહેતી નથી. તેઓ વારંવાર નિર્ણાયક મેચમાં ધબડકો કરે છે. આવી પરિસ્થિતિમાં ટીમને સપોર્ટ કરો…સપોર્ટ કરો…ના નારા ક્યાં સુધી લગાવશો. કોઈએ તો આની જવાબદારી લેવી પડશે.

BCCI અત્યારે કોઈપણ ઈન્ડિયન પ્લેયરને વિદેશી લીગમાં રમવાની અનુમતિ આપી રહ્યું નથી. જેના પરિણામે માઈકલ વોને વિરાટ સેના પર નિશાન સાધતા કહ્યું હતું કે ઈન્ડિયાએ વિદેશી લીગમાં રમવા જવાની જરૂર છે. આવી લીગમાંથી તમને ઘણો સારો અનુભવ મળશે.

માઈકલ વોને વધુમાં જણાવ્યું હતું કે આજે હું પ્રામાણિકતાથી કહી રહ્યો છું કે ઈન્ડિયન ટીમમાં ઘણાં ટેલેન્ટેડ પ્લેયર્સ હોવા છતા વ્હાઈટ બોલ ક્રિકેટમાં ઓછી ઉપલબ્ધી મેળવી છે. ટૂર્નામેન્ટની શરૂઆતમાં અને વોર્મઅપ મેચમાં જેવી રીતે ઈન્ડિયન ટીમે પ્રદર્શન દાખવ્યું હતું એને જોતા આ ટીમ વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર ગણાતી હતી. પરંતુ જેવી રીતે તેને સુપર-12ની મેચ રમી એને જોતા ટીમ સામે ઘણા સવાલ ઉઠવા વ્યાજબી છે.

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને હિંદી ભાષામાં ટ્વિટ કરીને લખ્યું હતું કે ગેમમાં એક વિજેતા ટીમ હોય છે અને એક હારી જનારી ટીમ હોય છે. કોઈપણ ખેલાડી હારવા માટે મેદાનમાં નથી ઉતરતો. આવી ટૂર્નામેન્ટમાં વિશ્વસ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવું ઘણા ગર્વની વાત છે. મહેરબાની કરી તમે પણ એ વાતને જાણો અને અનુભવો કે ખેલાડીઓ રોબોટ નથી, તેમને સતત સમર્થનની આવશ્યકતા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat