Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ગૌતમ ગંભીરનો મોટો આરોપ, ‘ધોનીને કારણે વર્લ્ડકપ 2011ની ફાઇનલમાં સદી પુરી ના કરી શક્યો’

ગૌતમ ગંભીરનો મોટો આરોપ, ‘ધોનીને કારણે વર્લ્ડકપ 2011ની ફાઇનલમાં સદી પુરી ના કરી શક્યો’

0
676

મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2011માં 28 વર્ષ બાદ બીજો વન ડે વર્લ્ડકપ જીત્યો અને આ ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ક્યારેય ના ભૂલનારી ક્ષણ હતી. ધોનીએ 2007માં ટી-20 વર્લ્ડકપ ખિતાબ જીત્યો હતો અને તે બાદ આ સફળતાને કારણે ભારતનો સૌથી સફળ કેપ્ટન પણ બન્યો. ધોનીની આ બન્ને જીતમાં જે એક વાત કોમન હતી કે બન્ને વખત ફાઇનલ મુકાબલામાં ભારતીય ઓપનર ગૌતમ ગંભીરની શાનદાર ઇનિંગ્સ હતી.

ગંભીર સારી ઇનિંગ્સ છતા નહતા બન્યો મેન ઓફ ધ મેચ

ગૌતમ ગંભીરે ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં 2007માં 75 રનની ઇનિંગ્સ રમી હતી પરંતુ મેન ઓફ ધ મેચ ઇરફાન પઠાણ બન્યો હતો, જેને 16 રન આપીને 3 વિકેટ ઝડપી હતી જ્યારે 2011 વન ડે વર્લ્ડકપ ફાઇનલમાં ગંભીરે 97 રનની ઇનિંગ્સ રમી હતી પરંતુ મેન ઓફ ધ મેચ ધોનીને જાહેર કરાયો હતો. ધોનીએ અણનમ 91 રનની ઇનિંગ્સ રમી હતી. એમ તો ગૌતમ ગંભીર ધોનીના કેટલાક નિર્ણય પર પહેલા પણ સવાલ ઉઠાવી ચુક્યો છે. 2012માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી સીબી સીરીઝ માટે તેને પોતાની રોટેશન નીતિને કારણે સચિન,સેહવાગ અને તેને ડ્રોપ કરી દીધો હતો. હવે ગંભીરે જણાવ્યુ કે 2011 વર્લ્ડકપ ફાઇનલમાં કઇ રીતે ધોનીની સલાહને કારણે તે પોતાની સદી પુરી કરી શક્યો નહતો.

ધોનીએ મારૂ ધ્યાન ભંગ કર્યુ

ગૌતમ ગંભીરે જણાવ્યુ કે પહેલા પણ હું કહી ચુક્યો છું કે જ્યારે હું ફાઇનલમાં 97 રનના સ્કોર સુધી પહોચ્યો હતો ત્યારે હું પોતાના વ્યક્તિગત સ્કોર વિશે નહતો વિચારી રહ્યો. મારૂ ધ્યાન પુરી રીતે તે ટાર્ગેટ પર હતું જે શ્રીલંકાએ અમને આપ્યુ હતું. મને યાદ છે કે જ્યારે ઓવર પૂર્ણ થઇ ત્યારે હું અને ધોની ક્રીઝ પર હતા. ધોનીએ મને કહ્યું કે માત્ર ત્રણ રન બાકી છે અને તમે આ ત્રણ રન પુરા કરી લો અને તમારી સદી પૂર્ણ થઇ જશે. ગંભીરે કહ્યું કે જો ધોની મને મારા સ્કોર વિશે મને યાદ ના અપાવતો તો હું આસાનીથી ત્રણ રન પુરા કરી લેત. ધોની દ્વારા આ વાત યાદ અપાવ્યા બાદ હું ત્રણ રનને લઇને કઇક વધુ સાવધાન બની ગયો અને થિસારા પરેરાના બોલ પર એક ખરાબ શોટ રમીને આઉટ થઇ ગયો. ગંભીરનું કહેવુ છે કે એમએસ ધોનીની સલાહને કારણે મારૂ ધ્યાન ભંગ થઇ ગયુ અને મે પોતાની વિકેટ ગુમાવી દીધઈ હતી. બીજી તરફ ગંભીરના આઉટ થયા બાદ ધોની સતત બેટિંગ કરતો રહ્યો અને સિક્સર ફટકારી ટીમને જીત અપાવી હતી.

આજે પણ આ સવાલથી છું પરેશાન

ગૌતમ ગંભીરનું કહેવુ છે કે જ્યારે હું 97 રન પર હતો હું વર્તમાનમાં હતો પરંતુ જેવો જ મે વિચાર્યુ કે હું 100 રન પુરા કરવાથી ત્રણ રન દૂર છું ત્યારે મે તેને મેળવવાની ઇચ્છા કહી અને ચાલતો ગયો અને પોતાની વિકેટ ગુમાવી બેઠો. માટે જરૂરી છે કે તમે વર્તમાનમાં જ રહો. જ્યારે હું આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં ગયો મે ખુદને કહ્યું કે આ ત્રણ રન મને પુરા જીવન પરેશાન કરશે અને આ સાચુ છે. આજે પણ ને લોકો પૂછે છે કે તમે પોતાના ત્રણ રન કેમ પુરા ના કરી શક્યા.

IPLની 8 ટીમોએ 127 ખેલાડીઓને કર્યા રિલીઝ, જાણો કોણ થયુ બહાર