Gujarat Exclusive > ગુજરાત > 22 લાખ ગ્રાહકોને રાહત થશે સરકારના આ એક જ નિર્ણયથી

22 લાખ ગ્રાહકોને રાહત થશે સરકારના આ એક જ નિર્ણયથી

0
281

અમદાવાદઃ કેન્દ્ર સરકારે સીએનજીના(CNG) ભાવમાં 24 ટકા અને પીએનજીના (PNG) ભાવમાં 25 ટકાનો ઘટાડો (gas price cut) કરતાં ગુજરાતના 22 લાખ ગ્રાહકોને રાહત મળશે. આના લીધે સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 4 રૂપિયાનો ઘટાડો થશે. સીએનજીનો ભાવ હાલમાં પ્રતિ કિલોએ 53 રૂપિયા છે.

કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ મંત્રાલયે પત્ર બહાર પાડી વાહનોના વપરાતા સીએનજીના ભાવમાં 25 ટકા ઘટાડો (gas price cut)કરવાની જાહેરાત કરી હતી. તેથી વાહનોમાં વપરાતા સીએનજીના ભાવમાં સાતથી આઠ ટકાનો અને રસોડામાં વપરાતા પીએનજીમાં સાતથી આઠ ટકાનો ઘટાડો જોવા મળશે.

આ પણ વાંચોઃ માર્કેટ યાર્ડોમાં ખેડૂતોની નોંધણીની પ્રક્રિયામાં સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ

કેન્દ્રના આ નિર્ણયના પગલે ગુજરાતમાં સીએનજી અને પીએનજી વેપાર સાથે સંકળાયેલી ગુજરાત ગેસ, અદાણી ગેસ, સાબરમતી ગેસ, ટોરન્ટ ગેસ, ગેઇલગેસ જેવી કંપનીઓને તેમના સપ્લાય ભાવમાં આઠ ટકાનો ઘટાડો (gas price cut)કરવો પડશે.

કેન્દ્ર સરકારે ગેસનો ભાવ પ્રતિ એમએમબીટીયુ દીઠ 2.3 ડોલરથી ઘટાડી 1.79 ડોલર કર્યોછે. તેના લીધે ગેસ સપ્લાય કરતી કંપનીઓએ પણ તેનો ભાવ ઘટાડવો પડશે. ગુજરાતમાં અંદાજે દસ લાખથી વધુ વાહનોમાં સીએનજીનો વપરાશ થાય છે.

આ પણ વાંચોઃ 101 દિવસની જંગ બાદ ભરતસિંહ સોલંકી ડિસ્ચાર્જ, એશિયાની સૌથી લાંબી કોવિડ સારવાર

આ ભાવ એડમિનિસ્ટર્ડ પ્રાઇઝ મિકેનિઝમ હેઠળ નક્કી કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની જેમ ગેસ પર વેટ અને એક્સાઇઝ લાગે છે. તેના પર 15 ટકાના દરે વેટ અને 14 ટકાના દરે એકસાઇઝ વસૂલવામાં આવે છે.

સરકાર દ્વારા કરવામાં આ ભાવમાં ઘટાડાની અસર એલપીજી પર પણ જોવા મળશે. પણ તેનો ફાયદો સામાન્ય ગ્રાહકોના બદલે સરકારને વધારે થશે. સરકારે આમ પણ લાંબા સમયથી ગેસ સબસિડી જમા કરાવવી પડી રહી નથી. આનો સીધો ફાયદો સરકારને થશે. એલપીજીધારકો પાસેથી તો સરકાર જે ભાવ લે છેતે જ ભાવ લેશે,પરંતુ તેના બદલામાં હવે ગ્રાહકોને સબસિડી નહી મળે. એક વખત ભાવ નીચા લાવી સબસિડી દૂર કર્યા પછી હવે સરકાર ભવિષ્યમાં પણ સબસિડી આપે તેમ મનાતું નથી. હવે સરકાર ફક્ત કેરોસીન પર જ સબસિડી આપે છે, જેને પણ તે ઘટાડી રહી છે.