Gujarat Exclusive > દેશ-વિદેશ > મુંબઈની ફાર્મા કંપનીમાં ગેસ લીકથી હડકંપ, BMCએ તમામ એજન્સીઓને એલર્ટ કરી

મુંબઈની ફાર્મા કંપનીમાં ગેસ લીકથી હડકંપ, BMCએ તમામ એજન્સીઓને એલર્ટ કરી

0
323

મુંબઈ: કોરોના મહામારી અને ચક્રવાતી વાવાઝોડા ‘નિસર્ગ’નો સામનો કરીને બેહાલ થયેલ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હવે ગેસ લીકેજની ઘટના સામે આવી છે. મુંબઈની એક ફાર્મા કંપનીમાં ગેસ લીક થવાથી હડકંપ મચી જવા પામ્યો છે. ગેસ લીકની ફરિયાદને ગંભીરતાથી લેતા BMCના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

મુંબઈના અનેક વિસ્તારોમાં ગેસ લીકની ફરિયાદ મળ્યા બાદ એલર્ટ થયેલા BMCએ તાત્કાલીક ફાયર બ્રિગેડ સહિત અન્ય સબંધિત એજન્સીઓના અધિકારીઓને તપાસ માટે ઘટના સ્થળે મોકલ્યા હતા. જે બાદ તપાસમાં એક ફાર્મા કંપનીમાં ગેસ લીક થયો હોવાની વાત સામે આવી હતી.

જો કે BMCએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે, તેની તપાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ચેમ્બુર, ઘાટકોપર, કાંજૂરમાર્ગ, વિક્રોલી અને પવઈના રહેવાશીઓ દ્વારા ગેસ ગળતરની કેટલીક ફરિયાદ મળી છે. જેની તપાસ માટે ફાયર બ્રિગેડને સબંધિત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. BMCએ જણાવ્યું કે, ફરિયાદોને ગંભીરતાથી લેતા તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ટ્વીટ કરીને જણાવ્યું કે, સ્થિતિ નિયંત્રણમાં છે. તમામ સંભવ અને જરૂરી સંશાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે લોકોને ભયભીય ના થવાની અપીલ કરતાં ઘરની બારીઓ અને દરવાજાને બંધ કરવાની સલાહ આપી છે.

આ સાથે જ BMCએ લોકોને અપીલ કરી છે કે, ગભરાય નહી. સબંધિત વિસ્તારોમાં 13 ફાયર વિભાગની ટીમોને તકેદારીની ભાગરૂપે મોકલી દેવામાં આવી છે. BMCએ લોકોને સલાહ આપી છે કે, જો આ દુર્ગંધના કારણે કોઈને કોઈ પણ પ્રકારની સમસ્યા થાય, તો તેમણે પોતાના નાકને ઢાંકવા માટે ભીના ટુવાલ અથવા કપડનો ઉપયોગ કરવો જોઈએ.

કોરોના પ્રભાવિત દેશોમાં સ્પેનને પછાડી ભારત 5માં ક્રમે, સંક્રમિતોની સંખ્યા 2.41 લાખને પાર