અમદાવાદ: દેશની ગૌરવશાળી સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહરની પહોચ લોકો સુધી આસાન બનાવવા માટે ઇન્ડિયન રેલ્વેએ ‘ગરવી ગુજરાત યાત્રા’ ભારત ગૌરવ ડીલક્સ એસી પ્રવાસન ટ્રેનની શરૂઆત કરી છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બીજા મંત્રીઓ સાથે દિલ્હીના સફદરજંગ રેલ્વે સ્ટેશન પર લીલી ઝંડી બતાવીને ટ્રેનને રવાના કરી હતી.
Advertisement
Advertisement
આ ટૂરિસ્ટ ટ્રેનની પ્રથમ મુસાફરી 28 ફેબ્રુઆરીએ સાંજે દિલ્હીના સફદરજંગ રેલ્વે સ્ટેશનથી શરૂ થઇ હતી. રેલ્વે મંત્રાલય અનુસાર, આ ટૂરિસ્ટ ટ્રેનમાં 4 કોચ ફર્સ્ટ એસીના, 2 કોચ સેકન્ડ એસીના, એક પેન્ટ્રી કાર અને 2 રેસ્ટોરન્ટ કોચની સુવિધા હશે. આ ટ્રેન 7 રાત અને 8 દિવસમાં પોતાની મુસાફરી પૂર્ણ કરશે.
देश की गौरवमयी संस्कृति और ऐतिहासिक धरोहर की पहुंच लोगों तक आसान बनाने के दिशा में #IndianRailway ने ‘गरवी गुजरात यात्रा’ भारत गौरव डीलक्स एसी पर्यटक ट्रेन की शुरुआत की @RailMinIndia pic.twitter.com/nPPNdNCQMv
— Western Railway (@WesternRly) March 1, 2023
ટ્રેનમાં કુલ 156 પેસેન્જર્સ મુસાફરી કરી શકે છે જેમાં પેસેન્જર્સના બેસવા માટે કૉમન એરિયામાં સોફા અને સુરક્ષા કારણો માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
આ ટ્રેન પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યૂનિટી, ચાંપાનેરના પુરાતત્વિક પાર્ક, સોમનાથ જ્યોતિર્લિગ, નાગેશ્વર જ્યોતિર્લિગ, દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા સૂર્ય મંદિર અને પાટણમાં ફેરવશે.
Advertisement