Gujarat Exclusive > દેશ-વિદેશ > યુપી: BJP ધારાસભ્ય સહિત 7 વિરુદ્ધ સામુહિક દુષ્કર્મનો કેસ દાખલ

યુપી: BJP ધારાસભ્ય સહિત 7 વિરુદ્ધ સામુહિક દુષ્કર્મનો કેસ દાખલ

0
282

ભદોહી: ઉત્તર પ્રદેશના ભદોહીથી BJP ધારાસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી સહિત સાત લોકો વિરુદ્ધ બુધવારે ગેંગરેપનો કેસ દાખલ થયો છે. પોલીસ અધિકારી રામ બદન સિંહે જણાવ્યુ કે, એક મહિલાએ ગત 10 ફેબ્રુઆરીના રોજ FIR દાખલ કરાવીને આરોપ લગાવ્યો હતો કે, તેની સાથે BJP ધારાસભ્ય રવિન્દ્રનાથ ત્રિપાઠી અને તેના સાથી સંદીપ, સચિન, ચંદ્રભૂષણ, દીપક, પ્રકાશ અને નીતેશે એક હોટેલમાં એક મહિના સુધી વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન જ્યારે તે પ્રેગ્નેન્ટ થઈ તો જબરજસ્તી તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યુ કે, કેસની તપાસ ઉપરી પોલીસ અધિકારી રવિન્દ્ર વર્માને સોંપવામાં આવી હતી. મહિલાના નિવેદન અને હોટલ સહિત તમામ મુદ્દાઓ પર તપાસ બાદ આજે BJP ધારાસભ્ય સહિત સાત આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સિંહે જણાવ્યુ કે, મહિલાને મેજિસ્ટ્રેટ સામે નિવેદન કરાવ્યાની સાથે મેડિકલ તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. હાલ ધરપકડ કરવામાં નથી આવી.

એક યુવકે 2 કલાકમાં તે કરી બતાવ્યુ જે યુપી ટ્રાફિક પોલીસ ના કરી શકી