Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > બસમાં ફરતા અને સાદાઈથી રહેતા ગુજરાતના એકમાત્ર ‘ગાંધીવાદી’ ધારાસભ્ય

બસમાં ફરતા અને સાદાઈથી રહેતા ગુજરાતના એકમાત્ર ‘ગાંધીવાદી’ ધારાસભ્ય

0
1250
  • કરશન સોલંકીની રાજકીય સફર પર એક નજર
  • કડી બેઠક પર ભાજપને જીત અપાવી, 60 વર્ષે બન્યા ધારાસભ્ય

હિતેશ ચાવડા, ગાંધીનગર: ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે કે, માત્ર દેખાડા ખાતર કે પબ્લિસિટી માટે બસમાં ફરવું, સામાન્ય નાગરિકની જેમ વર્તવું એવું નેતાઓ, ધારાસભ્યો, મંત્રીઓ કરતાં હોય છે. જો કે કરશન સોલંકીના કિસ્સામાં ‘ગુજરાત એક્સક્લુઝિવ’ દ્વારા ખાસ રીતે ચોકસાઇ કરવામાં આવી અને પછી આ અહેવાલ લખવામાં આવ્યો છે. ગુજરાતમાં ઠાઠ અને રુઆબથી ફરતા ધારાસભ્યો વચ્ચે એક એવા ધારાસભ્ય (BJP MLA) છે, જે સાચે જ સાદાઈ અને લોક સેવક જેવી જિંદગી જીવે છે.

કરશન સોલંકી (Karshan Solanki) 1987થી સક્રિય રીતે રાજકારણમાં જોડાયેલા. તેઓ 15 વર્ષ તાલુકા પંચાયતમાં રહ્યા અને 3 વખત ગ્રામ પંચાયતના સરપંચ પદે ચૂંટાયા હતા. કરશનભાઈ સૌ પ્રથમ ખેતીનો વ્યવસાય કરતાં હતા અને ત્યાર પછી સક્રિય રાજકારણમાં પંચાયતી પગથિયાં ચઢીને આવ્યા.

63 વર્ષની ઉંમરે પણ બસ સ્ટેન્ડ અને કચેરીઓએ ચાલતા જતાં આ ધારાસભ્ય (BJP MLA) એવા નેતાઓ, યુવાનો માટે પ્રેરણારૂપ છે. જેને માટે રાજકારણ માત્ર જાહોજલાલી જ છે. કરશનભાઈ (Karshan Solanki) 4 ધોરણ સુધી ભણ્યા છે અને કડી તાલુકાના નગરાસણ ગામથી જ રાજકારણમાં સક્રિય થયા અને પોતાના જ ગામના મત વિસ્તારમાં તેઓ 60 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા.

ભારતીય જનતા પાર્ટી (Gujarat BJP) દ્વારા કરશન સોલંકીને (Karshan Solanki) 2017માં કડી વિધાનસભાની ટિકિટ આપવામાં આવી. એક સાદુ-સરળ વ્યક્તિત્વ અને ભોળપણના કારણે પ્રજાએ કરશન સોલંકીને મેન્ડેટ (Kadi MLA) આપ્યું અને તેઓ 2017ની વિધાનસભાની (Gujarat Assembly Election) ચૂંટણી જીતી ગયા હતા.

વિધાનસભાની ઉમેદવારીપત્ર ભરતી વખતે કરશનભાઈએ (Karshan Solanki) કરેલ સોગંદનામાં તેમણે પોતાની પાસે એક મારુતિ 800 અને JCB મશીન હોવાનું અને વાર્ષિક 7 લાખ રૂપિયાનું ઇન્કમ ટેક્સ રિર્ટન્સ ભરતાં હોવાનું સ્વીકાર્યું હતું.

જે વિધાનસભા બેઠક પર ગુજરાતી ફિલ્મના કલાકાર હિતુ કનોડિયાની હાર થઈ હતી, એ જ બેઠક એક સામાન્ય-સરળ વ્યક્તિત્વ ધરાવતા કરશન સોલંકીએ ભાજપને જીતાડી.

કરશનભાઈની (Karshan Solanki) સાદગી માત્ર એમના પૂરતી નથી. તેમના પરિવારમાં પણ આજ સાદગી જોવા મળે છે. પિતા નેતા કે ધારાસભ્ય હોય તો તેનો રુઆબ પુત્રો તો ઠીક ભત્રીજાઓ અને ભાણિયા સુધી રહેતો હોય છે. જો કે કરશન સોલંકીનો દીકરો પણ પિતાની જેમ એક સાદું જીવન જીવે છે અને અભ્યાસ પૂર્ણ કર્યા પછી કડી તાલુકા પંચાયતમાં નોકરી કરે છે.

આ પણ વાંચો: સેનાનો ખર્ચ ઘટાડવાની તૈયારીમાં સરકાર, કેન્ટિન બંધ કરવા સહિત અનેક સૂચનો

વિધાનસભામાં કામકાજ ચાલુ હોય, ત્યારે અવનવી મોંઘી ગાડીઑનું ઘોડાપૂર ધારાસભ્ય નિવાસ- વિધાનસભામાં જોવા મળતું હોય છે, જ્યારે કરશનભાઈ “ચલતી કા નામ ગાડી” એ રીતે ચાલતા-ચાલતા કે કોઈ બાઈક કે એક્ટિવા પર લિફટ આપે ત્યારે વિધાનસભા પહોંચતા હોય છે.

વિધાનસભામાં પણ કરશન સોલંકી (Karshan Solanki)એક ખાસ ઉત્સાહમાં જોવા મળતા હોય છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોઈ સ્પીચ આપતા હોય, ત્યારે ખાસ ‘પાટલી’ ખખડાવવી જ રહી, પણ એક ધારાસભ્ય તરીકે નીતિમત્તા અને ધારાધોરણ અને ગૃહની મર્યાદા જાળવવામાં આ ઓછું ભણેલ પણ ઘણું શીખેલ ધારાસભ્ય (BJP MLA) જાહોજલાલી અને ખરીદ-વેચાણની આક્ષેપબાજી કરતાં રાજકારણીઑ માટે પ્રેરણારૂપ છે.

કરશનભાઈ (Karshan Solanki) વાત કરતાં હોય છે કે, ગૃહમાં બેસવા મળ્યું છે, જેટલું થાય એટલી લોકોની સેવા કરો, કાલ કોણે જોઈએ છે.