Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સચિવાલયના અધિકારીઓ- કર્મચારીઓને હાજરી ભરવામાંથી અપાયેલી મુક્તિની મુદત લંબાવાઇ

સચિવાલયના અધિકારીઓ- કર્મચારીઓને હાજરી ભરવામાંથી અપાયેલી મુક્તિની મુદત લંબાવાઇ

0
30
  • અધિકારી-કર્મચારીઓએ કચેરીના સમય દરમિયાન નિયત ફરજો બજાવવાની રહેશે

  • કર્મચારીઓની હાજરી લેવા માટેની યોગ્ય વ્યવસ્થા કચેરીએ ગોઠવવાની રહેશે

ગાંધીનગર: કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટેના નિવારાત્મક પગલાંના ભાગરૂપે સચિવાલય સંકુલમાં ફરજો બજાવતાં અધિકારીઓ- કર્મચારીઓને હાજરી ભરવા માટે અપાયેલા કાર્ડ સ્વાઇપ કરવામાંથી મુક્તિ આપવા માટેની મુદત લંબાવીને 31 મે કરવામાં આવી છે.

જો કે અધિકારીઓ તેમ જ કર્મચારીઓને ઇલેકટ્રોનિક્સ કાર્ડને સ્વાઇપ કરવામાં મુક્તિ આપવામાં આવી હોવા છતાં કચેરી સમય દરમિયાન તેમની નિયત કરેલી ફરજના સ્થળે ઉપસ્થિત રહીને ફરજો બજાવવાની રહેશે. એટલું જ નહીં પરંતુ આ સમયગાળા દરમિયાન કર્મચારીઓની હાજરી લેવા માટેની યોગ્ય વ્યવસ્થા સંબંધિત વિભાગ – કચેરીએ ગોઠવવાની રહેશે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવ્યું છે કે, નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટેના નિવારાત્મક પગલાંના ભાગરૂપે સચિવાલય સંકુલોમાં ફરજો બજાવતાં અધિકારીઓ તેમ જ કર્મચારીઓને સંક્રમણે ફેલાતું અટકાવવા માટેના નિવારાત્મક પગલાંના ભાગરૂપે સચિવાલય સંકુલમાં બેસતાં કર્મચારીઓ, ખાતાના વડાઓ, કચેરીઓ તેમ જ બોર્ડ-નિગમના અધિકારીઓ તેમ જ કર્મચારીઓને સચિવાલયમાં પ્રવેશ માટેના ઇલેકટ્રોનીકિસ કાર્ડને સ્વાઇપ કરવામાંથી મુક્તિ આપવા માટેની સૂચનાઓનો અમલ તા.30મી એપ્રિલ સુધી રાખવામાં આવ્યો હતો.

પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને કાર્ડ સ્વાઇપ કરવામાંથી 31 મે સુધી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ આ અધિકારીઓ તેમ જ કર્મચારીઓને ઇલેક્ટ્રોનિકસ કાર્ડને સ્વાઇપ કરવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોવા છતાં તેઓએ કચેરીના સમય દરમિયાન તેમના નિયત કરેલી ફરજના સ્થળે ઉપસ્થિત રહીને ફરજો બજાવવાની રહેશે.

આ ઉપરાંત ઇલેક્ટ્રોનીક્સ કાર્ડને સ્વાઇપ કરવામાંથી મુક્તિ આપવામાં આવેલ સમયગાળા દરમિયાન કર્મચારીઓની હાજરી લેવા માટેની યોગ્ય વ્યવસ્થા સંબંધિત વિભાગ- કચેરીએ ગોઠવવાની રહેશે તેમ પણ જણાવ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat