Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગાંધીનગરમાં શબવાહિની ઘટનાને ગંભીરતાથી લઈ નીતિન પટેલે કડક કાર્યવાહીના આપ્યા આદેશ

ગાંધીનગરમાં શબવાહિની ઘટનાને ગંભીરતાથી લઈ નીતિન પટેલે કડક કાર્યવાહીના આપ્યા આદેશ

0
94
  • ગાંધીનગરમાં શબવાહિનીમાં એકી સાથે ચાર મૃતદેહો લઈ જવાની ઘટના વાયરલ થઈ

  • કોરોનાના દર્દીઓની માનવીય અભિગમથી સંવેદનાપૂર્વક સારવાર કરવા નાયબ મુખ્યમંત્રીની સૂચના

અમદાવાદ: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલી વ્યક્તિઓના ચાર મૃતદેહો એક જ શબવાહિનીમાં લઈ જવાના અહેવાલો વાયરલ થયા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તપાસના આદેશો આપ્યા છે. એટલું જ નહીં, આ ઘટનામાં જવાબદાર વ્યક્તિઓ પાસેથી ખુલાસો મેળવવાના આદેશો કર્યા છે.

કોરોનાના કેસોની સંખ્યામાં ઉતરોતર વધારો થતો જાય છે. તે જ રીતે મૃત્યુની સંખ્યા પણ વધી ગઈ છે. આવા સંજોગોમાં શબવાહીનીમાં એક કે બે નહિ પરંતુ ચાર મૃતદેહ લઈ જવામાં આવ્યા હોવાના અહેવાલો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ ઘટના ધ્યાનમાં આવી હતી. ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરની આ ઘટનાને ગંભીરતાથી લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેને આવું અમાનવીય કૃત્ય કરનારા વ્યક્તિઓ સામે પગલાં લેવાની અને આ ઘટનામાં જવાબદાર વ્યક્તિઓના ખુલાસા માંગવાની સુચના આપી છે.

નીતિનભાઇ પટેલે એવી પણ સૂચના આપી છે કે, સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની અત્યંત સંવેદનાપૂર્વક સારામાં સારી રીતે સારવાર થાય. માનવીય અભિગમથી જ આ આખીયે બાબતની કાળજી લેવાય એ અંગે તકેદારી રાખવા કડક સૂચનાઓ આપી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9