Gujarat Exclusive > ગુજરાત > જાણો, ગાંધીનગરને કયા રોગે ભરડામાં લીધું, એક જ દિવસમાં 27 કેસ નોંધાયા

જાણો, ગાંધીનગરને કયા રોગે ભરડામાં લીધું, એક જ દિવસમાં 27 કેસ નોંધાયા

0
414
  • કોરોનાની સાથે-સાથે શહેરમાં મચ્છરજન્ય રોગોના વ્યાપમાં પણ વધારો થયો
  • આરોગ્યતંત્રનું ધ્યાન કોરોના પર કેન્દ્રિત તો ચિકનગુનિયાના કેસો વધ્યા
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્યતંત્ર પણ હરકતમાં આવ્યું

ગાંધીનગરઃ ગાંધીનગરમાં ચિકન ગુનિયાના (gandhinagar-chickungunya)એક જ દિવસમાં 27 કેસો આવતા શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેની સાથે આના પગલે આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયુ છે.

ગાંધીનગરમાં ચિકનગુનિયાના (gandhinagar-chickungunya)કેસોના પગલે અમદાવાદનું આરોગ્યતંત્ર પણ સાવધ થઈ ગયુ છે. તેણે પણ શહેરમાં કોરોના પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ચિકનગુનિયાના (gandhinagar-chickungunya)કેસો પર ધ્યાન રાખવાનો પ્રારંભ કરી દીધો છે, જેથી તેને પ્રારંભથી જ અંકુશમાં રાખી શકાય.

કોરોના પર ધ્યાન રાખવામાં ચિકનગુનિયાએ વેગ પકડ્યો

એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ રીતે ચિકનગુનિયા (gandhinagar-chickungunya)જો વધતો રહ્યો તે આરોગ્યતંત્રએ કોરોનાને પડતો મૂકીને ચિકન ગુનિયાને રોકવામાં લાગી જવુ પડશે. રોગચાળામાં વૃદ્ધિની આટલી ઝડપ હોય તો તંત્ર માટે ચિકનગુનિયા અંકુશમાં લાવવા ભારે જહેમત કરવી પડે તેમ છે.

આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભામાં આજે 4 મહત્વપૂર્ણ બિલો રજૂ કરાશે, જાણો કયા-કયા

ચિકનગુનિયાના કેસો એક જ દિવસમાં આવતા તંત્રએ તેની સામે તપાસ શરૂ કરી દીધી છે. ગાંધીનગરમાં ચિકનગુનિયાનો (gandhinagar-chickungunya)સૌથી વધુ ફેલાવો સેક્ટર 4,5,6માં જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગની ટીમે આ વિસ્તારની સાથે સમગ્ર શહેરમાં તેના કેસોની તપાસમાં લાગી ગઈ છે.

મચ્છરજન્ય રોગો માટે જરૂરી કાર્યવાહી ન થઈ શકી

ગાંધીનગરના આરોગ્યતંત્રના મોટાભાગના કર્મચારીઓ અને અધિકારીઓનું ધ્યાન કોરોના પર હોવાથી મચ્છરજન્ય રોગોને દૂર કરવા માટે જે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ તે આ વખતે થઈ નથી. આમ હવે તેમણે કોરોનાની સાથે ચિકનગુનિયા પર પણ ધ્યાન રાખવુ જરૂરી છે.

આ પણ વાંચોઃ સુરતના હજીરામાં ONGC કંપનીમાં લાગેલી ભીષણ આગ પર કાબુ, કોઇ જાનહાની નહીં

શહેરના ખાનગી પ્રેક્ટિસ કરી રહેલા ડોક્ટરોનું કહેવુ છે કે હાલમાં અહીં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસો વધી રહ્યા છે. ચિકનગુનિયા મચ્છર કરડવાથી થતો હોવાથી ડોક્ટરોએ કાળજી લેવા ખાસ સૂચન કર્યુ છે. આવામાં તાવ આવે સાંધા દુઃખે, શરીરમાં દુઃખાવો થાય એ ચિકનગુનિયાના લક્ષણ હોવાથી સાવચેત રહેવુ જરૂરી છે.

ગાંધીનગરમાં હવે કોરોના, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ ત્રણેયનો ફેલાવો

આ વખતે શહેરના રહેવાસીઓને રોગચાળાથી રાહત મળે તેમ લાગતુ નથી. સમગ્ર શહેર એકબાજુએ કોરોનાના ભયમાં જકડાયેલું છે અને બીજી બાજુ ચોમાસાના લીધે મચ્છરજન્ય રોગોએ પણ માથુ ઉચક્યુ છે.

ગત વર્ષની તુલનાણાં ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગો વધ્યા છે, કારણ કે ચોમાસુ પણ તેવુ રહ્યુ છે. આમ એકબાજુએ કોરોનાનો ડર છે અને તેના લીધે હોસ્પિટલ જવુ અઘરુ બન્યું છે, તેની સાથે ચિકનગુનિયાએ (gandhinagar-chickungunya)પણ માથુ ઉચકતા લોકોની તકલીફમાં વધારો થયો છે. આના કારણે ખાનગી ડોક્ટરોને ત્યાં આવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.