Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગાંધીનગર: અક્ષરધામ મંદિર 1 ડિસેમ્બરથી સાંજે 4 થી 7:30 ખુલ્લુ રહેશે

ગાંધીનગર: અક્ષરધામ મંદિર 1 ડિસેમ્બરથી સાંજે 4 થી 7:30 ખુલ્લુ રહેશે

0
150

ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં આવેલ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરને (Akshardham Temple) 1 ડિસેમ્બરથી સાંજે 4 થી 7:30 કલાક દરમિયાન ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કોરોનાના સંક્રમણને (Corona Virus) ફેલાતુ અટકાવવાના ભાગરૂપે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉન (Lockdown) બાદ અક્ષરધામ મંદિરને (Akshardham Temple) આઠેક મહિના બાદ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. આ દરમિયાન પણ કોવિડ ગાઈડલાઈનનું (Covid Guidelines) ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો:  વડોદરા: માસ્ક વિના ફરતા 1417 નાગરિકોએ ₹ 14 લાખનો દંડ ભર્યો

જો કે તે સમે અક્ષરધામમાં (Akshardham Temple) આકર્ષણનું કેન્દ્ર રહેલા પ્રદર્શનને બંધ રાખવામાં આવ્યું હતું. માત્ર મંદિરમાં દર્શન જ ચાલુ રાખવામાં આવ્યા હતા. દિવાળી દરમિયાન પણ દીવાઓથી મંદિરને શણગારવામાં આવ્યું હતું.

દિવાળી બાદ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને (Corona Virus) જોતા તકેદારીના ભાગરુપે ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને (Akshardham Temple) 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું. જો કે હવે BAPS સંસ્થા દ્વારા મંદિરને પુન: ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સાંજે 7:30 વાગ્યા પછી મંદિર બંધ કરી દેવામાં આવશે, જ્યારે વૉટર શૉને મુલાકાતીઓ નિહાળી શકશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9